“સાળંગપુર વાળા હનુમાન દાદા” આ ભક્તિગીત ગાઈને હનુમાનજીની ભક્તિમાં મગ્ન થઈ જાવ. જુઓ વિડીયો.

0
848

સાળંગપુર વાળા હનુમાન દાદા

સાળંગપુર વાળા, હનુમાન દાદા

સૌના કષ્ટ હરો છો દયાળા,

તમે કષ્ટભંજન કહેવાણા (૨)

હે હનુમાન ભીડભંજન મારા ભવ ભય દુઃખ હરનારા

સાળંગપુર વાળા, હનુમાન દાદા

ભૂત પ્રેત ભૂતાવળ ભાગે,

ડાકિણી સાકીણી ભય ભાગે (૨)

તવ હાથ પડે જ્યારે દાદા,સંકટ સૌના વિરામ પામે

સંકટ સૌના વિરામ પામે

તમે પરચા આપ્યા… અનંત જનને…

તમે પરચા આપ્યા અનંત જનને

કષ્ટ તણા હરનારા,

સાળંગપુર વાળા, હનુમાન દાદા

ગોપાળાનંદના પ્યારા, કષ્ટભંજન નામ ધરાવ્યા (૨)

અતિ ક્રોધ પ્રતાપ જણાવ્યા, ડંકા દેશ વિદેશ વગાડ્યા

ડંકા દેશ વિદેશ વગાડ્યા

તમે સાળંગપુરમાં… પ્રગટ બિરાજો…

તમે સાળંગપુરમાં પ્રગટ બિરાજો

દુઃખ હર, સુખ દેનારા,

સાળંગપુર વાળા, હનુમાન દાદા

તમે સાળંગપુર બિરાજી,

સુખ આપ્યા અનંત અવિકારી (૨)

સૌ ભક્તોના સુખરાશિ હનુમંત અવિચળ છો અવિનાશી

હનુમંત અવિચળ છો અવિનાશી

ભક્તના દિલ માં… અખંડ બીરાજો…

ભક્તના દિલ માં અખંડ બીરાજો

ભક્ત તણા રખવાળા

સાળંગપુર વાળા, હનુમાન દાદા

વિડીયો :