દરરોજ સવાર-સાંજ કરવા જોઈએ આ સરસ્વતી વંદનાના પાઠ, જાણો તેના ચકિત કરી દેનારા લાભ.

0
317

સરસ્વતી વંદના અને તેનો અર્થ ગુજરાતીમાં વાંચો, સાથે જ તેની વિધિ અને મહત્વ જાણો.

હિંદુ ધર્મમાં સરસ્વતી વંદનાનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીની પૂજા કરવાથી મૂર્ખ પણ જ્ઞાની બની શકે છે. એવું કહેવાય છે કે વરદરાજાચાર્ય, કાલિદાસ વગેરે મંદબુદ્ધિના લોકો સરસ્વતી ઉપાસના કર્યા પછી જ ઉચ્ચ કોટિના વિદ્વાન બન્યા હતા.

માતા સરસ્વતીને હિંદુ ધર્મની મુખ્ય દેવીઓમાંની એક માનવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે સંગીતકારો, વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વિષયોમાં રસ ધરાવતા લોકો દ્વારા તેમની વંદના કરવામાં આવે છે. માતા સરસ્વતીને શારદા, શતરૂપા, વીણાવદિની જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે.

માતા સરસ્વતીનું સ્વરૂપ :

જ્ઞાનની દેવી માતા સરસ્વતીનું સ્વરૂપ કંઈક આ પ્રકારનું છે – માતાએ સફેદ વસ્ત્રો પહેર્યા છે, તેમના ચાર હાથ છે અને તેમના હાથમાં વીણા છે જેને તેઓ સતત વગાડતા રહે છે અને એક પુસ્તક છે. માતા શુક્લવર્ણા છે અને શ્વેતપદ્માસનમાં બિરાજે છે. તેમના હાથમાં રહેલી વીણા એ સંગીત અને પુસ્તક એ વિચારણાને અભિવ્યક્ત કરે છે. બીજી તરફ, મોર વાહન એ કલા અને મધુર અવાજની અભિવ્યક્તિ કરે છે.

હિંદુ ધર્મના અનુયાયીઓ માઁ સરસ્વતીને શિક્ષણની દેવી તરીકે ઓળખે છે. વસંત પંચમીએ માતા સરસ્વતીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં આદરપૂર્વક ઉજવવામાં આવે છે. કોઈપણ શૈક્ષણિક કાર્ય કરતા પહેલા માઁ સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સરસ્વતી વંદના

યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા

યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના।

યા બ્રહ્માચ્યુત શંકરપ્રભૃતિભિ ર્દેવૈઃ સદા વન્દિતા

સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા ॥1॥

અર્થ – આ વંદના દ્વારા વ્યક્તિ દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કહે છે કે, જે વિદ્યા અને જ્ઞાનની દેવી ભગવતી સરસ્વતી મોગરાના ફૂલો, ચંદ્ર, બરફ અને મોતીની માળા જેવા સફેદ વર્ણના છે અને સફેદ વસ્ત્રો ધારણ કરે છે. જેમના હાથમાં વીણા-દંડ સુશોભિત છે, જેમનું આસન સફેદ કમળ પર છે અને જેની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા દેવો હંમેશા પૂજા કરે છે, તે તમામ જડતા દૂર કરનાર માતા સરસ્વતી અમારું રક્ષણ કરો.

શુક્લાં બ્રહ્મવિચાર સારપરમામાદ્યાં

જગદ્વ્યાપિનીંવીણાપુસ્તકધારિણીમભયદાં।

જાડ્યાન્ધકારાપહામ્‌હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતીં

પદ્માસને સંસ્થિતામ્‌વન્દે તાં પરમેશ્વરીં

ભગવતીં બુદ્ધિપ્રદાં શારદામ્‌॥2॥

અર્થ – ઉજ્જવળ રંગ ધરાવનાર, ચરાચર જગતમાં વ્યાપ્ત, આદિ-શક્તિ, પરબ્રહ્મના વિષયમાં કરવામાં આવેલા વિચારો અને ચિંતનના સાર રૂપ પરમ ઉત્કર્ષને ધારણ કરનાર, સર્વ ભય દૂર કરનાર, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર, હાથમાં વીણા, પુસ્તક અને સ્ફટિકની માળા ધારણ કરનાર, કમળના આસન પર બિરાજમાન બુદ્ધિદાત્રી, સર્વોચ્ચ ઐશ્વર્યથી શોભિત, માતા સરસ્વતીની હું વંદના કરું છું.

સરસ્વતી વંદના વિધિ :

માઁ શારદાની મૂર્તિ અથવા ચિત્રની સામે ધૂપ-દીવો અને અગરબત્તી પ્રગટાવો.

વંદના શરૂ કરતા પહેલા નીચે આપેલા મંત્રથી સ્વયંને અને આસનને શુદ્ધ કરો –

ૐ અપવિત્ર: પવિત્રો વા સર્વાવસ્થાં ગતોઅપી વા |

ય: સ્મરેત પુણ્ડરીકાક્ષં સ બાહાન્તર : શુચિ: ||

જો આસન સફેદ રંગનું હોય તો તે વધુ સારું રહેશે.

આ પછી મનને એક જગ્યાએ સ્થિર રાખીને માઁ સરસ્વતીની વંદના કરો.

સરસ્વતી વંદનાનું મહત્વ :

શિક્ષણ અને જ્ઞાન પ્રત્યે લોકોના મનમાં ઉત્સાહ ભરવા માટે સરસ્વતી વંદના ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ વંદના દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે બુદ્ધિમત્તાને મૂલ્યવાન સંપતિ સમજવામાં આવે અને જન-જનના મન સુધી શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે.

આ વંદના કરવાથી વ્યક્તિ પોતાના મનને નિયંત્રણમાં રાખવાનો પણ પ્રયત્ન કરે છે, કારણ કે તેના નિયમિત પાઠ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે.

આ વંદના કરવાથી મનમાં સકારાત્મક વિચારોનો પ્રવાહ આવે છે અને વ્યક્તિ દ્વારા સમાજમાં પણ સકારાત્મકતા આવે છે.

સરસ્વતી વંદનાથી મળતા શુભ ફળ :

સરસ્વતી વંદનાના નિયમિત પાઠ કરવાથી લોકોને ઘણા સારા-સારા ફળ મળે છે. આ વંદના કરવાથી તમારા મનની ચંચળતા દૂર થઈ જાય છે અને તમારું મન એક જગ્યાએ સ્થિર થાય છે. આટલું જ નહીં, આ વંદનાનો નિયમિત પાઠ કરવાથી માથાનો દુ:ખાવો કે ટેન્શનથી મુક્તિ મળે છે.

જે લોકોમાં કલ્પના શક્તિનો અભાવ હોય તેમના માટે પણ આ વંદના ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થ છો, તો આ વંદનાનો પાઠ કરવાથી તમને ચોક્કસપણે સારું પરિણામ મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ સવારે અને સાંજે આ વંદનાનો પાઠ જરૂર કરવો જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.