સાસુ પોતાની વહુને બોલી – તારે તારી મરજી ચલાવવાની જરૂર નથી, પછી વહુએ જે કર્યું તે ચોંકાવનારું છે.

0
1224

જીનલબેન પોતાની અમીરો જેવી લાઈફ સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. તેમના પતિ નિવૃત્ત સરકારી કર્મચારી છે. નોકરીમાં સારી પોસ્ટ પર હતા એટલે પૈસાની તંગી નહિ. વળી વારસામાં જમીન પણ મળી છે. સંતાનમાં એક દીકરો છે એ પણ મેનેજરની પોસ્ટ પર નોકરી કરે છે. જીનલબેનનો પૈસાનો અહમ સ્પષ્ટ દેખાઈ આવતો. પણ એક દિવસ એવો પ્રસન્ગ બન્યો કે બધું બદલાઈ ગયું.

તેમના દીકરાના લગ્ન થયા. વહુ ઘરમાં આવી. એકાદ મહિના જેટલો સમય પસાર થયો. દીકરો ઓફિસના કામથી બે દિવસ માટે બીજા શહેરમાં ગયો હતો. ઘરમાં ત્રણ જણા જ હતા તો વહુ આરામથી સવારે 7 વાગ્યે ઉઠીને પોતાના રૂમની બહાર નીકળી.

તેને બહાર આવતી જોઈને ડ્રોઈંગરૂમમાં બેઠેલી તેની સાસુએ તરત જ કડક અવાજમાં કહ્યું, તારી સુઈને મોડેથી ઉઠવાની આ ટેવ હવે અહિયાં નહિ ચાલે. તું કોઈ મહારાણી નથી. અહીં તારો પતિ અને મારો પતિ બંને મારા કહેવા પ્રમાણે જ ચાલે છે. તારે તારી મરજી ચલાવવાની જરૂર નથી.

વહુ આ વાત સાંભળીને પાછી પોતાના રૂમમાં ગઈ અને એક ડાયરી લઈને પાછી આવી. તેણીએ સાસુની પાસે બેસીને ડાયરીના પાનાં ખોલીને વાંચવાનું શરુ કર્યું.

મારુતિ અર્ટીગા – 16.40 લાખ

42 ઇંચ સ્માર્ટ ટીવી – 52 હજાર

ફ્રીઝ – 13 હજાર

વોશિંગ મશીન – 10.50 હજાર

સોફા+ઓવન+અન્ય ઇલેક્ટ્રિક સાધનો – 1.65 લાખ

રોકડ – 15 લાખ

ડાયરીમાં લખેલું વાંચીને વહુએ કહ્યું, મમ્મી આ એ લીસ્ટ છે જે લગ્ન પહેલા આ ઘરેથી મારા પિતાને મોકલવામાં આવ્યું હતું. લીસ્ટમાં લખેલી તમામ વસ્તુ મારા પાપાએ મારી સાથે મોકલી છે. આ આખું લિસ્ટ ફરીથી જોઈ લો અને તપાસી જુઓ કે તમે મારા વિષે આ લીસ્ટમાં કોઈ એવી માંગ કરી છે કે વહુ ભણેલી ગણેલી, ગુણકારી, સંસ્કારી અને કામ કરે તેવી હોય. તમે બસ તમારા દીકરાની કિંમત લગાવી અને મારા પિતાએ તમારા દીકરાને મારા માટે ખરીદી લીધો.

અને હા મમ્મી વિદાય વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે દીકરી તું જ્યાં સુધી મારા આંગણામાં રહી સુરક્ષિત રહી. પણ હવે આજથી તારે તારું રક્ષણ જાતે કરવાનું છે. હું વહુ બોલી શકું એમ છું પણ મને નથી લાગતું કે તમે સાંભળી શકો એમ છો.

વહુની વાતો સાંભળીને જીનલબેનને સમજાઈ ગયું કે અહીં આગળ વધવા જેવું નથી. તે બોલ્યા, દીકરી તું બેસ હું તારા માટે ચા બનાવી દઉં છું.