સાસુએ નણંદને આપી અનેક પ્રકારની વસ્તુ તો વહુ થઈ ગઈ દુઃખી, જાણો પછી શું થયું.

0
2482

ઘરમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ હોવા છે વહુ રહેતી દુઃખી, કારણ જાણીને આવશે આંખમાં આંસુ.

શીતલના લગ્ન એક એવા પરિવારમાં થયા હતા જેમાં દરેક પ્રકારની સુખ સુવિધા હતી. શીતલના મમ્મીએ દુનિયા માંથી વિદાય લીધાને 2 વર્ષ થયા હતા. શીતળ ઘણી વખત મમ્મીને યાદ કરીને ઉદાસ થઇ જતી. પણ આજે થયું એવું કે લગ્ન પછી શીતલની નણંદ પહેલી વખત ઘરે આવી હતી આથી શીતલની સાસુ પોતાની દીકરીને ખુબ પ્રેમ કરી રહી હતી.

નણંદ જ્યારે ફરી પોતાના સાસરે જવા લાગી તો શીતલની સાસુએ તેના માટે તમામ પ્રકારની વસ્તુઓ પેક કરી દીધી અને આ જોઈને શીતલનું મન ખુબ દુઃખી થઇ ગયું અને તે પોતાના રૂમમાં જતી રહી.

તે મમ્મીનો ફોટો છાતીએ લગાડીને બોલવા લાગી, મમ્મી, તને ગયાને 2 વર્ષ થઈ ગયા છે પણ મારું મન હજુ આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. 2 વર્ષમાં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં તને યાદ ન કરી હોય. હું હજુ સુધી મારા ગુનામાંથી બહાર નથી આવી શકી કે, કેમ તને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી હું કોઈ કામથી ઘરે આવી ગઈ. જાણે તું મારા જવાની જ રાહ જોઈ રહી હતી. ચકલીની જેમ ફુરર કરીને દૂર ઉડી ગઈ. મારા પાછા આવવા માટે 10 મિનિટ પણ રાહ ન જોઈ શકી. કેમ મમ્મી? મારું મન માત્ર જૂની વાતોને યાદ કરે છે.

મારા લગ્ન પછી પિયર આવવા પર તું જ કહેતું આવી ગઈ તું? તારા ચહેરાની ખુશી જોઈને હું મારુ આખું દુઃખ ભૂલી હતી. તારા હાથથી બનેલ વાનગીઓ મને આજે પણ પસંદ છે પણ હવે તે કોણ બનાવી આપશે. આખા ઘરમાં હરતી ફરતી રહેતી, દરેક જગ્યાએ તું જ દેખાતી હતી તું ઘરની રોશની હતી, તારા વગર તે ઘર અંધારું થઈ ગયું છે.

તે સમયે ખબર નહોતી કે તારી નાનામાં નાની વાત ખૂબ યાદ આવશે. જ્યારે હું સાસરે જવા માટે નીકળતી તો તું વ્યસ્ત થઈ જતી અને નાની-મોટી પોટલીમાં કંઇક ને કંઇક બાંધી આપતી. કેરીનું ખાંટુ મીઠું અથાણું, મારા મનપસંદ પાપડ અને બીજી ઘણી બધી વસ્તુઓ જે મારા ના કહેવા છતાં તું જબરજસ્તી પેક કરી દેતી. મારી સાથે મારા બાળકો માટે ચૂરણ, મમરા, રમકડાં ન જાણે શું-શું બાંધી દેતી જેનો કોઈ અંદાજોય નહોતો.

જીવનની ભાગદોડમાં સમય પસાર થતો ગયો. નવરાશનો સમય ઓછો રહેતો હતો. નોકરી અને ગૃહસ્થી વચ્ચે જ રહેતી. ક્યારે વિચારતી કે સમય મળવા પર તારી સાથે શાંતિથી બેસીને વાત કરીશ, પણ તે સમય ક્યાં મળ્યો. દરેક વાતો અધૂરી રહી ગઈ.

હવે પિયરમાં ઓછી જઉં છું, ભાઈ-ભાભી, ભત્રીજા-ભત્રીજી બધાં બહુ પ્રેમથી રહે છે પણ મારા મનનો કોઈ ખૂણો એકલો જ રહી જાય છે. પાછા ફરતા સમયે ભાઈ પેકીંગ કરાવીને ફળ, મીઠાઈ, શગુન બધું આપે છે પણ ગાડીમાં બેસતાની સાથે આંખો ઘરના આંગળાના ખૂણે ખૂણે તને જોવા માટે તરશે છે. પોટલીઓમાં ફક્ત અથાણું-પાપડ જ હોતા નહિ પણ સાથે તારો પ્રેમ પણ હતો, જે મને તારા ગયા પછી સમજ આવ્યું. શીતલની આંખમાંથી આંસુ પડવા લાગ્યા.

એટલામાં બહાર ઉભેલી તેની સાસુ અને નણંદ તેના રૂમમાં આવી ગયા. શીતલની સાસુએ તેને કહ્યું, “ભલે હું તારી માં નથી પણ હું તને માં જેવો જ પ્રેમ કરું છું. મારી ફક્ત એક જ દીકરી નથી, પણ તમે બંને મારી દીકરીઓ છો. એટલા માટે જે વાનગીઓ મેં નિકિતા માટે બનાવી છે એ તારા માટે પણ બનાવી છે. હું તારી માં ની જગ્યા તો નહિ લઇ શકું પણ એવો પ્રયત્ન જરૂર કરીશ કે તું પણ તારા મનની વાતો મને કહે જેથી તારું મન હલકું રહે.” આ વાતો સાંભળીને શીતળ પોતાની સાસુને ભેટી પડી.