સાસુથી છુટકારો મેળવવા વહુએ આપ્યું ધીમું ઝે-ર પણ પછી જે થતું તેનાથી તેની અક્કલ ઠેકાણે આવી ગઈ. 

0
1014

એક વખતની વાત છે કે એક પરિવારમાં સાસુ, વહુ અને પુત્ર રહેતા હતા. સાસુ અને વહુ વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. વહુ ખૂબ જ તેજ હતી, તે વિચારતી હતી કે કોઈ રીતે હું મારી સાસુનો જી-વ લઇ લઉં. તેણે ઘણી રીતના ઉપાય વિચાર્યા. એવામાં એક દિવસ તેને ખબર પડી કે નજીકમાં એક મહાત્માજી આવ્યા છે, અને તે દરેક વ્યક્તિની કોઈ પણ જાતની સમસ્યાનું સમાધાન કરે છે. પછી વહુ તે મહાત્માજીને મળવા માટે નીકળી પડી.

તે મહાત્માજીને કહેવા લાગી કે મહાત્માજી, આમ તો હું જીવનમાં ખૂબ જ ખુશ છું પણ મારી સાસુ મને ખૂબ પરેશાન કરે છે, હું તેનાથી ખૂબ કંટાળી ગઈ છું. તમે મને એવો કોઈ ઉપાય જણાવો જેનાથી મારી સાસુ મ-રી-જા-ય. તેની વાત સાંભળીને મહાત્માજીએ કહ્યું કે, દીકરા, હું તને ઘણા વર્ષોથી ઓળખું છું. તારા પિતા મારા ખાસ મિત્ર છે.

હું તને તારી સમસ્યાનો ઉપાય જણાવીશ. તું એક કામ કર, તું તેમને ઝે-ર આપીને મા-રી-ના-ખ. પરંતુ જો તું તેમને બજારમાં મળતું ઝે-ર ખવડાવીશ, તો તે થોડીવારમાં મ-રી-જ-શે અને બધાને ખબર પડશે કે તેં એમને ઝે-ર ખવડાવ્યું છે, પછી તારું નામ આવશે. એટલે હું તને એક એવું ઝે-ર-આ-પું છું, જે તું રોજ તારી સાસુના ખાવામાં ભેળવી દેજે, તે રોજ ખાશે તો સાત મહિનામાં તે આ દુનિયા છોડી ચાલી જશે.

એની સાથે મહાત્માજીએ તે સ્ત્રીને આગળ કહ્યું કે, પણ એક વાતનું ધ્યાન રાખજે કે તારી સાસુ 7 મહિનામાં આ દુનિયા છોડી ચાલી જશે, ધીમી ગતિથી કામ કરવાવાળા ઝે-રને કારણે તે મ-રી જશે એટલે તું તારી સાસુ સાથે સારો વ્યવહાર કરજે. કારણ કે જો તું તારી સાસુ સાથે ખરાબ વર્તન કરીશ તો આજુબાજુના બધા પાડોશીઓ તારા પર જ આરોપ લગાવશે. અને જો તું સારું વર્તન કરીશ તો કોઈને શંકા નહીં જાય. આટલું કહીને મહાત્માજીએ પોતાની વાત પૂરી કરી અને તે સ્ત્રી મહાત્માજીએ આપેલી બોટલ લઈને પોતાના ઘર તરફ જવા લાગી.

પ્રતીકાત્મક ફોટો

બીજા દિવસથી વહુના સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો. તે સવાર સાંજ વહુની સેવા કરતી. જે વહુ પોતાની સાસુ સાથે સરખી રીતે વાત પણ નોહતી કરતી તે હવે પોતાની સાસુ સાથે ઘણા પ્રેમથી વાત કરવા લાગી ને તેમની સેવા કરતી. તે સાસુના હાથ-પગ દબાવી આપતી, તેમને ખાવાનું ખવડાવતી. તેણીએ 6 મહિના સુધી આ રીતે કર્યું.

6 મહિના પછી એક દિવસ તે એ જ મહાત્મા પાસે પહોંચી અને મહાત્માજીને કહ્યું, મહાત્માજી મને એવી કોઈ દવા આપો, જે તમે મને ઝે-ર આપ્યું હતું, તે ઝે-ર-ની અસર ઓછી કરે. કારણ કે હું મારા સાસુને મા-ર-વા માંગતી નથી. મારી સાસુ તો બહુ સારી છે. એટલે મહાત્માએ કહ્યું, તું તો એવું કહેતી હતી કે તે ઘણી ખરાબ છે? વહુએ કહ્યું, છેલ્લા 6 મહિનાથી મારી સાસુ મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તવા લાગી છે.

પછી તે મહાત્માએ કહ્યું, દીકરા, આપણે જેની સાથે જે રીતે વર્તન કરીએ છીએ, એવું જ વર્તન બીજા આપણી સાથે કરે છે. શરૂઆતમાં તું તેમની સાથે સારી રીતે વાત કરતી નોહતી, તો તે પણ તમારી સાથે એવું જ વર્તન કરતી હતી. મેં તને છ મહિનાના ઝે-ર વિશે કહ્યું હતું, પણ હકીકતમાં મેં તને કોઈ ઝે-ર-આ-પ્યું નથી. એ તો જડીબુટી હતી.

હું તો તારી જિંદગી સુધારવા માંગતો હતો. તને સાચા માર્ગ પર લાવવા માંગતો હતો. તેથી જ મેં તને 6 મહિનાની વાત કહી અને જ્યારે તે તેમની સાથે 6 મહિના સુધી સારું વર્તન કર્યું, ત્યારે તારી સાસુ પણ તારી સાથે સારો વ્યવહાર કરવા લાગી, જેના કારણે તારું જીવન પ્રેમથી ભરપૂર બન્યું અને તારો સંબંધ ઘણો મજબૂત બન્યો.

આપણે જેવું વર્તન સામેવાળા સાથે કરીએ છીએ, એવું જ વર્તન સામેવાળા આપણી સાથે પણ કરશે, તેથી જીવનમાં સૌથી પહેલા તમારી જાતને બદલો, પછી તમે જોશો કે સામેની વ્યક્તિ આપોઆપ બદલાઈ રહી છે.