વહુને આરામ અને સાસુને કામ કરતા જોઈ કમલાકાકી થઇ ગુસ્સે, પછી શું થયું જાણવા વાંચો આ લઘુ કથા

0
3604

પોતાની દેરાણીને ઘરમાં કામ કરતી જોઈને કમલા કાકી બોલ્યા…

વહુને આટલી આઝાદી મળવાનો હક નથી કમલા કાકી ઘરમાં આવતા જ શરૂ થઈ ગઈ.

આવી કેમ વાત કરો છો……

વહુ જ્યારે ઘરના બધાની સેવા કરે છે ત્યારે તે થાકી ગઈ છે એવું તે ક્યારેય કોઈને કહેતી નથી.

પરંતુ જો તે ક્યારેય પોતાની ખુશી માટે 4 લોકો પાસેથી કંઈક શીખવા જાય કે ફરવા જાય, તો તમે હજાર વખત ટોક્યા કરો છો.

જો મારી વહુ ઘરે ન હોય કે તે આરામ કરતી હોય તો હું જો વધારે કામ કરી લેઉ તો મારી પણ કસરત થઇ જાય.

તે પણ રાત-દિવસ કામ કરે છે, વહુ દરેક ઘરની કરોડરજ્જુ હોય છે, તેને ખુશ અને મજબૂત રાખવી જોઈએ.

તો પછી તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને આગળ વધતા કેમ રોકો છો?

આ સાંભળીને કમલા કાકી વિચારમાં પડી ગયા….. કદાચ મેં મારી વિચારસરણી બદલી હોત તો આજે મારી વહુ મારી સાથે રહેતે, કદાચ હું પણ વહુનો સાથ આપી શકતી તો આજે વૃદ્ધાવસ્થામાં આમ કોઈના આધાર વિના રહેવું ન પડત.