સાસુ વહુની વાતો સાંભળી 4 વર્ષની બાળકી બોલી, બાળક પણ ઓનલાઈન મંગાવી લો, વાંચો ચોંકાવનારી સ્ટોરી

0
1113

“ઓનલાઈન”

રમાએ પોતાની બહેનપણી રાધિકા સાથે વાત કર્યા પછી હજી તો ફોન મુક્યો જ હતો કે તેની સાસુ અને તેની દીકરી ટીનાએ રૂમમાં પ્રવેશ કર્યો.

સાસુએ કહ્યું, વહુ! વ્યસ્ત છે કે?

ના મમ્મી, પેલી રાધિકા સાથે આજે ઘણા સમય પછી વાત કરી રહી હતી. બોલો શું કામ છે?

સાસુએ કહ્યું, ઓનલાઈન કંઈક ઓર્ડર કરવા જઈ રહી હતી, વિચાર્યું જો તારે પણ કોઈ વસ્તુ ઓર્ડર કરવી હોય તો સાથે જ ઓર્ડર કરી દઈએ.

અને આ એ જ રાધિકા છે, જેના વિશે તે જણાવ્યું હતું?

હા મમ્મી, એજ રાધિકા છે.

તે કેમ છે? બધું બરાબર છે ને? કોઈ નવા સમાચાર?

ના મમ્મી, હમણાં તો કાંઈ નથી. તે બહુ દુઃખ હતી.

સાસુએ કહ્યું, લગ્નને 5 વર્ષ થયા પણ હજી સુધી કોઈ બાળક નથી, એટલે દુઃખી હશે. તે સ્વાભાવિક પણ છે. રાહુલ (રાધિકાના પતિ) અને સાસરિયાઓ બધા બરાબર છે ને?

હા, મમ્મી એ લોકો પણ બાળક માટે પ્રયત્ન કરે છે, સારવાર, પૂજા પાઠ બધું જ ચાલે છે પણ……

સાસુએ કહ્યું કાંઈ નહીં, સમયનો પ્રવાહ ક્યારે કઈ બાજુ વહે એ કોઈ નથી જણાતું.

તમે સાચું કહ્યું મમ્મી.

4 વર્ષની ટીના જે હંમેશા ઘરમાં ઓનલાઈનની વાતો સાંભળ્યા કરતી હતી, ઓનલાઈન રમ્યા કરતી, તે દાદી અને મમ્મીની વાતો સાંભળી રહી હતી.

તે બોલી, મમ્મી! બેબી ઓનલાઈન મંગાવી લો. રાધિકા આંટી ખુશ થઈ જશે. જેમ અમે રમકડું મેળવીને થઈએ છીએ એમ.

તેની નિર્દોષ વાતો સાંભળીને રમાએ કહ્યું, દીકરા! બાળક ઓનલાઈન આવી શકતું નથી.

પણ શા માટે? તમે હંમેશા કહો છોને જે પણ જોઈએ ઓનલાઈન મંગાવી લો. બધું મળે છે, તો બાળક શા માટે નહિ?

ટીનાની મમ્મી અને દાદી પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો, અથવા પોતાનામાં જવાબ શોધી રહી હતી.

લેખક – માધુરી શુક્લા.