સત્તાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ : જ્યારે એક પાડાના કારણે તૂટી ગઈ ક ત લ ખાનાની ત્રણ કર વટ

0
1387

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન-સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે, એ વાંચતા-સાંભળતા તો ઘડીક થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવથી પણ એક ડગલું આગળ જીવી ગયા. પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે ક્યાં? આજે અહીં સતાધારના આપા ગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કે

પાડે દેખાડ્યું પ્રગટ સતાધારનું સાચ,

અનેક જુગ ઊલટી જતા ઉની નાવે આંચ.

આજના યુગનો માણસ તો ઘડીક વિચાર મા પડી જાય કે એવું તો વળી શું હતું કે એક સામાન્ય પાડાએ વળી કઈ શક્તિ બતાવીને ગુજરાતમાં જેણે પોતાનું નામ રોશન કરી પાડાપીર તરીકે પૂજાયો.

સત્તાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ: જયપ્રકાશભાઈ પટેલનું થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવાવાળુ કોઈ વધ્યું નહીં, તેથી એ ગામના એકવ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના ક ત લ ખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો.

જ્યારે એ પાડો મુંબઈના ક ત લ ખાને પહોંચે છે, ત્યારે મુંબઈના ક ત લ ખાનાનો માલિક ખૂબજ અચરજ પામે છે,કારણકે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કર વટ મુકાય છે. જ્યાં પેલી કર વટ મુકાઈ છે અને પાડાથી થોડી દૂર રહે છે, ત્યાં અચાનક જ એ કર વટના કટકા થઈ જાય છે.

માલિકને એમ કે, તે કર વટના મશીનમાં કંઈક ખામી હશે, પછીબીજી કર વટ સજાવી, બીજી કર વટત જ્યાં મુકાઈ છે તો તેના પણ કટકા થઈ જાય છે, થોડીવાર પછી માલિકે ત્રીજી કર વટ મુકાવી પણ આ સમયે તો કર વટ એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ પાડાને કંઇ જ નુકશાન ના થયું.

ક ત લ ખાનાનાં બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે, એ રાત્રે ક ત લ ખાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત ઓલિયો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે એને તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો. ક ત લ ખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે.

ક ત લ ખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતી. હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સતાધાર લાવવામાં આવે છે. જોતજોતામાં આ ચમત્કારિક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સતાધાર પંથકમાં ફેલાઈ જાય છે.

તે દિવસ પછી આ ચમત્કારીક પાડો , પાડાપીર તરીકે સતાધાર ના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર, તારીખ 21/7/93 ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જયારે કોઈ પશુ ના શોકમાં આજુબાજુ નો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય.

આજે પણ આ પાડાપીર ની પ્રતિમા સતાધાર મુકામે આવેલી છે અને શ્રધ્ધાળુ ઓ તેની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડાપીર તરીકે પૂજાય છે.

કદાચ સોરઠ ના પાણીમાં અને અંહીના સંતોના સહવાસમાં એટલી તાકાત છે કે અબોલ પશુઓ પણ પીર થઈને પૂજાય છે.

સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)