“મા પડ! મારા આધાર, ચોસલા કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે!”
દેવડા ઠાકોરને પુત્ર પામવાની ખુબ જ ઈચ્છા હતી અને પુત્રીનો જન્મ થતા ઠાકોરના જ્યોતિષે એવી સલાહ આપી કે પુત્રીના પગલા અશુભ છે અને તેને જંગલમાં છોડી દેવી જોઈએ. આ સલાહ માનીને ઠાકોરે તેને જન્મની સાથે જ જંગલમાં ત્યજી દીધી.
આ પુત્રી મજેવડી ગામના એક પ્રજાપતિ ને મળી અને તે નિસંતાન હોવાથી તેણે આ દીકરીને ઉછેરવાનું નક્કી કર્યું અને તેને રાણક નામ પણ આપ્યું. સમય જતા રાણક ઉમરલાયક થઇ અને જુનાગઢના રાજા રા’ ખેંગાર સાથે તેની મુલાકાત થાય છે અને તે પ્રેમમાં પરિણામે છે.
આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા તેમના માટે એક સારી કન્યાની શોધમાં હોય છે અને આ કામ માટે પોતાના ગામના બારોટને જુદા જુદા દેશોમાં મોકલે છે. બારોટની મુલાકાત રાણક સાથે થાય છે અને બારોટ રાણકના પિતા પ્રજાપતિને મળીને સિદ્ધરાજ માટે રાણકના વિવાહની વાત કરે છે.
સિદ્ધરાજ અને રા’ ખેંગાર એકબીજાના દુશ્મન હોય છે. રાણક પોતાના અને રા’ખેંગારના પ્રેમની વાત પોતાના પિતાને કરે છે પરંતુ તેના પિતાએ બારોટને લગ્ન માટે વચન આપી દીધું હોય છે તેથી રાણકને સિદ્ધરાજ સાથે લગ્ન કરવા તૈયાર થવું પડે છે.
રાખેંગારને આ વાતની જાણ થતા તે તર વાર લઈને આવે છે અને રાણકને પોતાની સાથે લઇ જાય છે અને તેની સાથે લગ્ન કરી લે છે. આ વાતની સિદ્ધરાજને જાણ થતા તે અપમાનિત અનુભવે છે અને બદલો લેવા તત્પર બને છે.
સિદ્ધરાજનો ભત્રીજો પોતાને પાટણની રાજગાદી ન મળતી હોવાથી સિદ્ધરાજ સાથે દગો કરીને રા’ ખેંગાર સાથે ભળી જાય છે. ઘણા વર્ષો સુધી સિદ્ધરાજ જુનાગઢ પરહુ મલો કરે છે પરંતુ તેનો પરાજય થાય છે. અંતે ૧૨ વર્ષ પછી સિદ્ધરાજ પોતાના ભત્રીજાને ગાદીની લાલચ આપીને છળકપટથી જુનાગઢ પરહુ મલો કરે છે અને રા’ ખેંગારને પરાજિત કરે છે અને તેમનો અને તેમના બંને પુત્રોનો અંત લાવે છે. તે રાણકદેવીને પોતાની રાણી બનવા ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ રાણકદેવી તેને શ્રાપ આપે છે અને રા’ ખેંગારની પાછળ સતી થઇ જાય છે.
જુનાગઢના રાજા રા’ ખેંગારયુ ધમાં જયારે ઢળી પડે છે ત્યારે રાણકદેવી ગીરનાર પર્વતને કહે છે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો?
હે ગીરનાર તારો ઘણી રા’ખેંગાર ઢળી પડ્યા છે અને તું હજુ અડીખમ ઉભો છે? એવી લોકવાયકા છે કે આ વે ણ સાંભળીને ગીરનારના પથ્થરો આપોઆપ પાડવા માંડે છે.
અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર’. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે.
રાણકદેવી એક મહાન સતી હતા. તેઓ એક સમયના જૂનાગઢ નગરના રાજા રા’ખેંગારનાં રાણી હતા. રાણકદેવીનાં વેણથી ખોટું લાગવાને કારણે ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા હતા.
સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને પોતાની સાથે લઇ જઇ શક્યા નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજને તેણે કહ્યું, ’મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભ સ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.’
સ્ત્રીનાં ‘સતિ’ થવાની સાથે પુરુષના ‘સતા’ થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી! અગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : “ જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં!
જય માતાજી.
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)