“સતગુરુજી મારાં ચરણોમાં લેજો” – દરરોજ કરવી પ્રભુને આ પ્રાથના.

0
462

સદગુરુની દયા વિના સપને મળે નહીં સતસંગ, કૃપા હોય જો ગુરુદેવની તો ચડે ભક્તિ નો રંગ

ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારો સમજણ ના સોટા અમને દેજો સતગુરુજી મારાં ચરણોમાં લેજો..

કાયાનાં દેવળ અમને લાગે છે કાચાં દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી મારાં ચરણોમાં લેજો…

આવનજાવનની બાવાજી ગલીયું છે વાંકી સમરણની સુધ દાતા દેજો સતગુરુજી મારાં ચરણોમાં લેજો…

મ રણતીથીનો બાવાજી મહીમાં છે મોટો અવસર વેળાએ આડાં રેજો સતગુરૂજી મારાં ચરણોમાં લેજો…

કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે બ્રદને સંભારી બેલે રેજો સતગુરુજી મારાં ચરણોમાં લેજો…

છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી નવખંડમાં લાજે તમારો નેજો સતગુરૂજી મારાં ચરણોમાં લેજો…

સવો કહે સ્વામી અમમાં સર્વે છે ખામી અવગુણ નવ જોશો અંતરજામી સતગુરુજી મારાં ચરણોમાં લેજો…

ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારો સમજણ ના સોટા અમને દેજો સતગુરુજી મારાં ચરણોમાં લેજો…

ૐતૂહી

– સાભાર રેખા જાદવ (અમર કથાઓ ગ્રુપ)