સતીનો પંજો મુકવાની પ્રથા લગભગ તેરસો પેહલાની છે. રજપુતનુ વેલડા ફરતો સાતસો માણસો ગઢ ચણાઈ છે વેલડુ ઘેરાઇ જાય છે. એવા ટાણે રજપુતાણી બોલી, રાજપુત હુ ઓરડો ઊજાળવા નથી આવી, આપણે તો કુળ ઊજાળવાનુ છે, સરગાપરની શેરિંયૌ ઊજાળવાની છે. અને નહારસિહ સાતસો માણસોની સામે તર વાર લઇ ભાયડો એકલો ઊતર્યો.
ત્રીજા પહોર ધિંગાંણુ પત્યુ. વેલની માલીપાથી બાઈ ઊતરી. નહારસિહની તર વાર લઇ હાકલ દિધી…. છે કોઇ ચારણ? અને સેનામાથી એક ચારણ આયો અને બોલ્યો, હા બા ચારણ છુ, હુકમ કરો……….
ત્યારે તું ભાઇ મારો જમણો હાથ મારે સાસરે પહોચાડ અને ડાબો હાથ મારા પિયર પહોચાડ. આમ ચારણને હાથકા પી ધ રી દિધા અને બાપને કેજે દિકરી આવી હતી અને સાસરાને કેહજે વહુ આવી હતી….
બાઇ સતી થઈ એની સામે વાધો નથી પણ આવુ કરવાનુ કારણ શું? હાથ મોકલવાનુ કારણ શું?
ચારણ સાસરી પક્ષને સમજાવે છે કે, સસરાને હાથ મોકલવાનુ કારણ કે વહુ રૂપનુ પુતળુ હતુ તે મારા દિકરાનેમ રાવી નાખ્યો. ઇ હાથ જોશે તો ખબર્ય પડછે કે એ એકલુ રૂપનુ પુતળું નહોતી, પણ રણરંગની પુતળી નોતી પણ મે દાને જં ગની પુતળી હતી. એના પંજાના પીહા ઊપરથી ખબર્ય પડશે કે તર વાર, બ રછી, ભા લુ જમૈયો આ સંધુયે વાપરી ચુકી છે. શિ કારની માલીપા પારંગત હતી મેદાનમા પાંચસો ને ઢાળી રણશય્યા કરે એવી.
ડાબો હાથ પિયરમા બાપને શુ કામ મોકલ્યો કે, દિકરી પાધરે પાધરી નથી ગઇ પણ પિયુડા હારૈ પર્યાણ કરી સાથે સરગે સિધાવી. એટલે ડાબો પિયરને …જમણો કંકણવાળો હાથ સાસરે મોકલ્યો
આ વાતને તેરસો વરસ થયા. ઇ કર્માદેવી સાચુ નામ તે પછી પાળીયા બધે થયા અને ઇ વખતથી પાળીયામા સતિંયુના હાથ નંખાય છે.
જય સતી મા.
– વિરમદેવસિહ પઢેરીયા
(સાભાર રામ કાથી દરબાર, અમર કથાઓ ગ્રુપ)