સતી સીતાજી રથમાં બેઠા હે… હો…
સતી સીતાજી રથમાં બેઠા
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
રડતે હૈયે સીતાજી બોલ્યા હે… હો…
રડતે હૈયે સીતાજી બોલ્યા
રડતે હૈયે સીતાજી બોલ્યા
શુ અપરાધ મારો હો
તન મનથી મેં રામને સેવ્યા
તન મનથી મેં રામને સેવ્યા
ધરમ સતીનો ધાર્યો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
સતી સીતાજી રથમાં બેઠા
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
નગરમાં બે નર નારીલ ડતા હે… હો…
નગરમાં બે નર નારીલ ડતા
નગરમાં બે નર નારીલ ડતા
ધોબી બોલ્યો ધૂતારો હો
રામે સીતાને પાછા રાખ્યા
રામે સીતાને પાછા રાખ્યા
એવો નથી હું રાખનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
સતી સીતાજી રથમાં બેઠા
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિમુનિના આશ્રમ જાતા
ઋષિમુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
મારા માટે રામે રાવણ મા રયો હે… હો…
મારા માટે રામે રાવણ મા રયો
મારા માટે રામે રાવણ મા રયો
બાંધ્યો સાગર ખારો
જો ભાખીની ખબર હોત તો
જો ભાખીની ખબર હોત તો
પ્રાણ તજત હું મારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
સતી સીતાજી રથમાં બેઠા
સતી સીતાજી રથમાં બેઠા
લક્ષ્મણ હાંકણ હારો
ઋષિ મુનિના આશ્રમ જાતા
ઋષિ મુનિના આશ્રમ જાતા
આવ્યો છે ગંગા કિનારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો
એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો
એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો.
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)