જાણો શું છે સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ અને તેનાથી કેવું ફળ મળે છે?
ૐ નમો ભગવતે વાસુદેવાય – એટલે ૐ એક પ્રકારનો લૌકિક અવાજ છે, તથા નમો જેને આપણે નમન કરીએ છીએ, ભગવતે જે ઘણા જ શક્તિશાળી હોવા છતાં પણ દયાળુ છે, વાસુદેવાય જે સંસારના તમામ જીવોમાં પ્રાણનો સંચાર કરે છે, હું તે ઈશ્વરને વારંવાર પ્રણામ કરું છું તથા તેમના મહિમાને સાંભળું છું.
ભગવાન વિષ્ણુની કથા સત્યનારાયણ સંપૂર્ણ રીતે સત્યના માર્ગ પર ચાલનારી કથા છે, જે પણ વ્યક્તિ આ કથાનું પોતાના ઘર-પરિવારમાં આયોજન કરીને આ કથાને સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે, તથા તેના નિયમોનું પાલન કરે છે, તેમના ઉપર હંમેશા લક્ષ્મી પતિ નારાયણની કૃપા બની રહે છે. સત્ય નારાયણની કથા વ્યક્તિના સંપૂર્ણ પાપોનો નાશ કરવા વાળી હોય છે. સત્ય નારાયણની કથા ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, એશ્વર્ય વગેરેની નિરંતર વૃદ્ધિ કરવા વાળી અને ભક્તોની બધી મનોકામનાઓની પુરી કરનારી છે.
આ સંસારમાં જે પણ વ્યક્તિ સત્ય નારાયણ વ્રત કથાના પાઠ કરે છે અથવા કરાવે છે, તથા પોતાની શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરી લે છે પછી તેમણે પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. સત્ય નારાયણ કથાની માન્યતા છે, કોઈ પણ વ્યક્તિ કેટલો પણ ગરીબ કેમ ન હોય, તે સંપૂર્ણ વિધિ-વિધાન અને નિયમ પૂર્વક સત્યનારાયણ કથાને વાંચે અથવા સાંભળે છે તો તેમની જન્મો-જન્મની દરિદ્રતા દૂર થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર સત્ય નારાયણની કથા કરવા અથવા કરાવવા માટે પૂનમની તિથિ વિશેષ શુભદાયક માનવામાં આવે છે, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને સત્યનારાયણ કથા બંનેનું ઘણું મોટું મહત્વ હોય છે. પૂનમના દિવસે સત્ય નારાયણ વ્રત કથા તથા ભગવાન વિષ્ણુના પૂજનથી જીવનના બધા ખરાબ કર્મોથી છુટકારો મળી જાય છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક રૂપથી ઘણો પરેશાન છે, તેના ઘરમાં હંમેશા ધનની અછત બની રહે છે, તો તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ. જેથી ભગવાન વિષ્ણુ તેમના દુઃખોને દૂર કરી શકે. જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી હોય અને જે લોકોના પરણિત જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી બની રહે છે, તેમણે પણ આ વ્રતનું પાલન જરૂર કરવું જોઈએ.
સત્ય નારાયણની કથા વિધિ :
સર્વ પ્રથમ પૂજાના સ્થળ અને પૂજાની સામગ્રી પર ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધ કરી લો. હવે જે જગ્યા પર ભગવાનને બેસાડશો ત્યાં કંકુથી રંગોળી બનાવી દો. ત્યારબાદ બાજઠ મૂકીને તેના પર પીળું વસ્ત્ર પાથરો તથા તેના ચારેય ખૂણા પર કેળાના ઝાડની ડાળી (પાન સહીત) નાડાછડીથી બાંધીને મંડપ તૈયાર કરો. આ બધું થઈ ગયા પછી શ્રીસત્યનારાયણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિની સામે બાજઠ પર ચોખાથી એક સ્વસ્તિક બનાવો અને પછી કળશની સ્થાપના કરો. ત્યારબાદ દીવો પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરો કે મારી પૂજાનું ફળ મનોકામના અનુસાર મળે.
આ બધું થયા પછી કથાનો પાઠ શરૂ કરો તથા કથા પુરી થયા પછી ભગવાન સત્ય નારાયણની આરતી ઉતારો તથા પીળા લાડુનો ભેગા ધરાવો. આ પ્રસાદ તે દરેક લોકોને આપો જે પૂજામાં શામેલ થયા છે તથા પોતાના મહોલ્લામાં પણ આ પવિત્ર સત્ય નારાયણ કથાનો પ્રસાદ આપો. કથા પુરી થયા પછી જે બ્રાહ્મણ દ્વારા તમે આ કથાનું શ્રવણ કર્યું તેમને ભોજન કરાવો તથા પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા પણ ભેટ આપો.
સત્યનારાયણ વ્રત કથાનો પ્રસાદ : સત્ય નારાયણની કથામાં ભગવાન સત્યનારાયણનો પ્રસાદ કેવો હોવો જોઈએ તે ઘણું જ મહત્વ ધરાવે છે. સત્ય નારાયણ કથાના પ્રસાદમાં શુદ્ધ દેશી ઘી ની પંજરી જે ઘરે બનાવવામાં આવે છે, તેનો ભોગ અવશ્ય ધરાવો તથા સાથે જ કેળા અને બેસનના લાડુને શામેલ કરો અને આ પ્રસાદ બધાને આપો.
આ માહિતી એસ્ટ્રો સાયન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.