જય ગિરનારી મહારાજ.
નેક ટેક ને ધરમની જ્યાં પાણે પાણે વાત,
આવા ગઢ ગિરનારની કંઈક વાતો એમાંની એક.
કચ્છના સંત દાદા મેકરણ જેદી કાવડ લઈ વસ્તી ચેતવવા (ભિક્ષા માંગવી) ગિરનાર આવ્યા,
ગિરનારી મહંતે કહ્યું,
દાદા અહીં અમારી ઝોળી ફરે છે આપ કાવડ લઈ ન નીકળતા. તમારા ખાનપાન નો પ્રબંધ અખાડામાં કરી આપવામાં આવશે.
દાદા : હમકો ખાના દેત તો પર કાવડ કા ક્યા?
મહંત : વહ તો કુછ ચેતન નહી ભૂખ લગે નહી તાય.
દાદા : દત્તાત્રેય સ્વામીને દિયે તો ચેતન હી કહાય.
મહંત : ચેતન હોય તો આપહી ઉઠી અલખ જગાય.
દાદા : મેકરણ કહે માત અબ જાઓ અલખ જગાય ચલો બસ્તી ચેતાયે કે પીછે યહાં પર આઓ.
આવા શબ્દો નીકળતા કહેવાય છે કે, કાવડ તે વખતે આપોઆપ એકલી ચાલવા લાગી.
મહંતે દાદાને વંદન કર્યા અને કહ્યું, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો.
તે દિવસથી સૌરાષ્ટ્રમાં દાદા મેકરણનું નામ કાવડીયા તરીકે ઘરે ઘરે ગવાય છે.
કચ્છના સંતો – ૧
– શ્રી દુલેરામ કારાણી.
(સાભાર રમેશ સોલંકી, અમર કથાઓ ગ્રુપ)