“સવા બશેરનું મારું દાતરડું” આ પ્રસિદ્ધ લોકગીત તમારી જૂની યાદો તાજી કરી દેશે.

0
3059

સવા બશેરનું મારું દાતરડું લોલ

ઘડ્યું ઓલા લાલિયા લુહારે

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ

હીરનો બંધિયો છે એનો હાથ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ

મેં રે વાઢ્યા છે દશ-વીશ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ

હું રે ઊભી’તી વનવાટ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ

વીરા મુને ભારો ચડાવ્ય રે

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ

મારે આવેલ માણું ઘઉં

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ

મેં રે જમાડ્યો મારો વીરો

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ

હીરનો બંધિયો છે એનો હાથ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

– સંકલન/ સંપાદન: હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)