સવારામ બાપા પીપળી ગામમાં થઇ ગયા, તેમના સતગુરુ ફૂલગરજી મહારાજ હતા. તે જ્ઞાતિથી કુંભાર હતા.
એક દિવસ તે ભગત ભજન ગાતા હતા અને મેઘવાળ મંડળ શ્રોતાજનો તેમને સાંભળતા હતા. એવામાં પંડિતજી આવી મેઘવાળો મંડળને કહે છે કે, તમે શુદ્રના મુખે વાણી સાંભળો છો તો નર્કના અધિકારી થશો.
તે વખતે સવારામ બાપા આ પદ બોલ્યા,
પંડિત શુદ્ર તે કોઈ કહૈ, નિંદા અસ્તુતિ નિત્ય કરીને
તમે શ્રોતાજનો સુનાઈ….. ટેક
હાડ માસ ચામ રુદ્ર ને વિટા, મૂત્ર ભર્યો છે માહી,
એવા શરીરમાં આપ બિરાજો, તમે કેન કરો પંડિતાઇ,
તનનો માલ તપાસીને જોજો, સર્વેમાં સરખોચે ભાઈ,
શુદ્ર જાતિને છેટે કાઢીને તમે, પચે બોલો તો બડાઈ,
પાંચ તત્વ અને ત્રણ ગુણમાં, શુદ્ર તે કોણ કહાઈ,
ઉત્તમ મધ્યમ કર્મ રહ્યા છે, વર્ણાશ્રમ ની માઇ,
સંશય શુદ્ર મુવો નહિ મૂરખ, મોટો થયો તુજ માહી,
મહામાર્ગીયએ મારીને કાઢ્યો, આવી બેઠો છે અહીં,
એક બીજ અને એક આત્મા, એક ખાંણેથી સબ આઈ,
સતગુરુ ચરણે દાસ સવો કહે, બ્રાહ્મણ ક્ષત્રી ને કસાઈ.
સાભાર ડિટેક્ટિવ જેક (અમર કથાઓ ગ્રુપ)