સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડુ
આંખ ફળકિ ઉજાગરા થી રાતી
ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી.
છબીલો મારો સાંભળ્યો રે…
સાવ બાવરીયો…..
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
– સાભાર કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)