નર્મદા કિનારાનું એક દ્રશ્ય જોયું અને ઓસ્ટ્રેલિયાના આ એન્જિનિયરનું જીવન પરિવર્તન થયું.

0
672

વિઝા આપનાર એ પૂછ્યું, આપ કહા તક ભારત મેં રહેના ચાહતે હો, બાબાએ કહ્યું, મરતે દમ તક…..

નર્મદા કિનારે આવેલા ઓમકારેશ્વર નજીક, આશ્રમ બનાવીને કાયમ માટે વસી ગયા. જન્મ ઓસ્ટ્રેલિયા, મિકેનિકલ એન્જિનિયરિંગ નું ભણતર પૂરું કરી વર્ષ 1984 માં 21 વર્ષની ઉંમરે ભારત ભ્રમણ કરવા નીકળી પડ્યા.

હિમાલય અને બીજી ઘણી બધી યાત્રાઓ કરી ગાંધીજી ના આશ્રમ સાબરમતી આવ્યા, ત્યાં તેમને ઓમકારેશ્વરનું એક ચિત્ર જોયું આશ્રમમાં કામ કરતા એક માણસને પૂછ્યું કે, આ પહાડ ક્યાં આવ્યો આ નદીનું નામ શું.

યે કોનસી જગા હૈ….?

તે જગ્યા તેમને એટલી ગમી ગઈ કે, ઓમકારેશ્વર નજીક કાયમ માટે રહેવાનું નક્કી કરી લીધું. 1984 મા ઓમકારેશ્વર એક પછાત વિસ્તાર હતો, પણ નર્મદા કિનારે અનેક ગુફાઓ અને નાના મોટા આશ્રમ હતા, તેઓ આખો દિવસ ગુફાઓમાં રહેતા સાધુઓ સાથે સત્સંગ કરતા.

શરૂઆતમાં આ યુવાન એન્જીનીયર એક્સ વિઝા મળેલો જે તેમને 17 વર્ષ સુધી ભારતમાં રહેવાની પરમિશન આપતો હતો. અને પછી 2008 માં તેમને કાયમ માટે ભારતીય નાગરિકતા લઈ લીધી.

આ સમય દરમિયાન આ આ વિદેશી એ નર્મદા પરિક્રમા કરી બધા જ નિયમો સાથે એક સાધુ સંત કરે તેમ. 3 વર્ષ 13 મહિના અને તેર દિવસમાં પરિક્રમા પૂરી થઈ, ખુલ્લા પગે તેમને તે ૩૩૦૦ કિલોમીટરની યાત્રા હસતા હસતા પુરી કરી.

મારી નર્મદા દર્શન યાત્રા દરમિયાન હું ઓમકારેશ્વરમાં, નર્મદા તટ પર આવેલા બંગાલી બાબાના આશ્રમમાં રોકાયો હતો, તેમની વાત ફરી ક્યારેક કરીશું. સવાર થતાં ચાલવાની શરૂઆત કરી નર્મદાજીના કિનારે પહાડો અને જંગલના માર્ગે ચાલતા ચાલતા ઘોર જંગલની વચ્ચે એક આધુનિક ઢબે બનેલો ભવ્ય આશ્રમ જોયો.

તે મોની બાબા નો આશ્રમ હતો. આશ્રમમાં ત્રણ જેટલા યુવાન સાધુ હતા તેમને મને એ રોકાઈ જવા કીધું મેં ના પાડી તો બાલભોગ લઈને નિકરજો તેમ જણાવ્યું, ત્યાં પાંચ થી છ બીજા પરિક્રમા વાસી રોકાયેલા હતા, તેમાં મહારાષ્ટ્રથી આવેલા બે યુવાનો હતા, તે યુવાનો મોટી સાઈઝનો આધુનિક કેમેરો લઈ પરિક્રમા વાસીઓનું શૂટિંગ કરવા નીકળ્યા હતા, તે કેમેરો ફિલ્મોનું શૂટિંગ કરે તે ટાઈપ ન હતો, તેની બધી જ એસેસરી નું વજન કરીએ તો 20 કિલો થી પણ વધારે હતું એક, માણસને સામાન ઊંચકવા માટે જ રાખેલો.

મોની બાબા આશ્રમ થી તે બંને યુવાનો મારી સાથે ચાલતા હતા શૂટિંગ કરનાર ભાઈએ પુના ઇન્સ્ટિટયૂટ થી ડિરેક્ટર નો કોર્સ કરી ને આવેલા, તે બંને મહારાષ્ટ્રીયન હતા. અમે ત્રણેય જણ જંગલનો આનંદ લેતા લેતા ફોરેન બાબા આશ્રમ પહોંચ્યા, આજ નામથી ત્યાં બધા ઓળખતા, અને આ ફોરેન બાબા એટલે ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવા એન્જિનિયર, જે હવે સંન્યાસ લઈને, નર્મદા શંકર નામથી જાણીતા હતા.

આશ્રમ બનાવવા માટે બાબાએ મોટી એવી જગ્યા ખરીદી હતી, જેમાં જાત-જાતના ફૂલો ઔષધિઓ અને શાકભાજી, જાતજાતના અનાજ થોડી થોડી માત્રામાં હતા. અમે ત્રણે આશ્રમના ગેટ આગળ ઊભા રહી જોરથી નર્મદે…. હર…. નર્મદે.. હર…. ની બૂમ પાડી કે તરત આશ્રમની રૂમમાં બેઠેલા મોટી સાઇઝના બે જર્મન શેફર જોરજોરથી ભસતા સામે આવી અમારું સ્વાગત કર્યું.

પાછળ પાછળ બાબાજી આવ્યા અને અમને નર્મદે હર કરી અંદર આવવા જણાવ્યું, તે બંને જર્મન શેફર કુતરાને ગેટ ની અંદર બાંધીને આવ્યા, અમને આસન અને પાણી આપી તેઓ ઘણા ખુશ થતાં થતાં અમારા માટે કોફી બનાવવા ગયા. તે કોફી દાણાને પીસીને બનાવી હોય તેવી દૂરથી સુગંધ આવતી.

બાબાજી કોફી લઈને આવ્યા. અમે કોફી પીતા હતા ત્યારે તેઓ વારંવાર પુછતા, મેર કોફી કેસા લગા…. મેર કોફી કેસે લગા. હવે, આ બાબાજી એ કોફી તો ઘણા ખુશ થતાં થતાં બનાવેલી પણ મને તો એક કડવી લાગતી હતી, તેમાં દૂધ ઓછું અને પાણી વધારે અને ખાંડ પણ ઓછી. આ લોકો આવી જ પિતા હશે તેમ સમજીને અમે પી લીધી.

આટલા વર્ષો ભારતમાં રહ્યા હોવાથી બાબાજી ને હિન્દી ગણિ સારી રીતે આવડી ગઈ હતી, નર્મદા પરિક્રમા વિશે બાબાજી નું નોલેજ અદભૂત હતું, જાણે તેમની વાતો આપણી સાંભળ્યા જ કરીએ. બાબાજી હિન્દી ફિલ્મોના પણ શોખીન હતા, તેમને કાગજ કે ફૂલ, દો બીઘા જમીન, શોલે, મધર ઇન્ડિયા, જેવી ફિલ્મો જોઈ હતી તેના વિષે ચર્ચા કરી ત્રણ કલાક સુધી બાબાજી સાથે સત્સંગ થયો.

પછી આશ્રમમાં આવેલા એક હોલ જેવી જગ્યામાં લઈ જઈ તેમના જૂના પાડેલા ફોટોગ્રાફ્સ અને પુસ્તકો બતાવ્યા. એક જર્મન મહિલાએ નર્મદા પરિક્રમા કરી, અંગ્રેજીમાં પુસ્તક લખ્યું હતું તે બતાવ્યું. આઠ વાગ્યાની આસપાસ બાબાજી અમારા માટે ભોજન બનાવવા ગયા, ઇસ્કોન મંદિરમાં મળે તેવી સાદી અને ઢીલી વધારે મગની દાળના નાખેલી ખીચડી બનાવી હતી.

જમ્યા પછી પેલા ડિરેક્ટર ભાઈએ શ્રી નર્મદાશંકરજી નુ ઇન્ટરવ્યૂ લેવા કેમેરો ગોઠવી દીધો, એક કલાક સુધી બાબાજી કેમેરા સામે જોઈ નર્મદા પરિક્રમા વિશે માહિતી આપતા હતા. ઈન્ટરવ્યૂ પૂરો કર્યા પછી બાબાજી અમને સુવા માટે રૂમ બતાવી, કોઈ વસ્તુની જરૂર હોય તો, જણાવવા કહ્યું.

નર્મદે હર.

– રાણા રણવીર સિંહ, રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)