‘સાહ્યબા સડક્યું બંધાવ’ – શ્રેષ્ઠ ગુજરાતી લોકગીતમાંથી એક જેની સામે બોલીવુડના ગીતો ફિક્કા લાગે.

0
665

સાહ્યબા સડક્યું બંધાવ, એ… વાગડ જાવું

વાગડ જાવું, મારે ભુજ શે’ર જાવું

વાગડ જાતાં મુને તડકા રે લાગે

સાહ્યબા ઝાડ રોપાવ, એ… વાગડ જાવું

વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે

સાહ્યબા વાવ્યું બંધાવ, એ… વાગડ જાવું

વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને ભૂખલડી લાગે

સાહ્યબા કંદોઈ બેસાડ, એ… વાગડ જાવું

વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું

વાગડ જાવું મારે ભુજ શે’ર જાવું

સાહ્યબા સડક્યું બંધાવ, એ… વાગડ જાવું

– સંકલન/સંપાદન : હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)