યુવકે ‘સમયનો અભાવ’ કહીને ગણેશજીની પૂજા છોડી દીધી અને મૂતિ તોડી નાખી, પછી તેની થઈ એવી હાલત કે …

0
378

“ગણેશ પૂજા”

માહિષ્મતિ નગરીમાં ભિક્ષા-વૃત્તિથી નિર્વાહ કરતો એક બ્રાહ્મણ રહેતો હતો. એણે પોતાના પુત્રનું નામ વિનાયકદત્ત રાખ્યું હતું, પણ લોકો આ ગરીબ છોકરાને ‘બીન્નું’ કહીને બોલાવતા હતા. નિર્ધન હોવાના કારણે બાળક બીન્નું કિશોરાવસ્થાથી જ ગોવાળોનો નોકર બની વાછરડાં-વાછરડીઓ ચરાવવા જતો હતો.

આ જ વનમાં મુદ્દગલ નામના વિદ્વાન મુનિ રહેતા હતા. બાળક બીન્નું પર એમની કૃપા-દૃષ્ટિ થઈ. મુનિએ એને શિક્ષણ આપવાની શરૂઆત કરી. થોડા દિવસોમાં બીન્નું ઘણું શીખી ગયો.

બીન્નુંની મા ગણેશજીની ભક્ત હતી. બીન્નું પણ માતા સાથે ગણેશ-મંદિરમાં જતો અને પૂજા કરતો. શેરીના લોકો હવે એને ગણપતિનો ભક્ત જાણી બીન્નું ભગત કહેવા લાગ્યા. શિક્ષણની વૃદ્ધિ સાથે બીન્નુંની આકાંક્ષા પણ વધવા લાગી. હવે એ રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશજીથી પોતાની આજીવિકા માટે ઉચ્ચ રાજપદની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યો.

એક દિવસ એ પોતાના ગુરુજી સાથે માહિષ્મતીના રાજા નીલધ્વજના દરબારમાં ગયો. રાજા એની સાથેની વાતચીતથી પ્રસન્ન થયો અને એણે એને એક ઉચ્ચ પદ પર નિયુક્ત કરી દીધો. બીન્નુંના દિવસો પલટાઈ ગયા. હવે એ બીન્નું શ્રી વિનાયકદત્તના નામથી સંબોધિત થવા લાગ્યો.

મા બીન્નુંની આ ઉન્નતિનું કારણ ગણેશ ભગવાનની કૃપા માનતી અને વિનાયકદત્ત એને પોતાની યોગ્યતાનું ફળ સમજતો. હવે ગણેશ-પૂજા પણ એને જંજાળ લાગવા લાગી. ‘સમયનો અભાવ’ આમ કહી એણે ગણેશજીની પૂજા છોડી દીધી. મંદિરે જવાનું બંધ કર્યું, ક્યારેક ગણેશ-પર્વ પર મહંતની વિનંતીથી જતો. જેમ જેમ એનું ઐશ્વર્ય વધતું ગયું તેમ તેમ એની ધાર્મિક શ્રદ્ધા ઓછી થતી ગઈ.

અંતે એક દિવસ એવો આવ્યો કે સત્તા અને ધનના મદમાં આવી એ ભગવાનને ભૂલી ગયો. હવે એને પોતાની માતાની ગણેશ-પૂજા પણ વ્યર્થ વહેમ લાગવા માંડી. પોતાના ઘરમાં કોઈ પૂજા, પ્રાર્થના કરી પોતાના વિનોદમાં ખલેલ કરે એ એને પસંદ ન હતું, પણ શું કરે, મા માનતી ન હતી. કહેતી હતી જે પૂજા દ્વારા હું આજે સુખના દિવસો જોઈ રહી છું અને હું શી રીતે છોડી દઉં!

એક દિવસ પૂજામાં બેઠેલી માતાને વિનાયકે કહ્યું : ‘મા, મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું બનાવી આપ.’

મા બોલી : ‘ભાઈ, પૂજા કરું છું. કોઈ સેવકને કહે કે બજારમાંથી કંઈ લઈ આવે.’

માતાનો જવાબ પુત્રને પોતાના અપમાન જેવો લાગ્યો. ક્રોધથી એણે સંયમ ગુમાવ્યો, ત્રાડ્યો, ‘જ્યારે જુઓ ત્યારે બસ પૂજા.. પૂજા! અન્ય કામ જ નથી તારે!’

એ હાંફવા લાગ્યો; પૂજા તને શું આપશે? હાથી-ઘોડા આપશે?’

મા બોલી : ‘આપશે, કેમ નહીં આપે. આજે તું જે કંઈ છે, એ આ પૂજાનો પ્રતાપ છે. નહીં તો આપણે પાપી ક્યા પદને યોગ્ય છીએ?’

ક્રોધના આવેશમાં વિનાયકે લા-ત-મા-રીને ગણેશજીની મૂર્તિને તોડી નાખી. ટુકડાઓ ઉપાડી એ બોલ્યો, ‘જો હું આ મૂર્તિના ટુકડાઓને બહાર ફેંકું છું. જોઉં છું કે ગણેશ મારું શું બગાડી લેવાના છે. સાવધાન, હવે પછી મારા ઘરમાં મૂર્તિ ન જોઈએ, પૂજા ન જોઈએ. આ ઘર મારું છે, તારું નથી. મારા ઘરમાં પૂજાના ઢોંગ નહીં ચાલે!’

પુત્રનું ભવિષ્ય હવે અંધકારમય થઈ જશે એવી આશંકાથી સ્તબ્ધ બનેલી મા મનોમન પ્રાર્થના કરવા લાગી, …હે ગણેશ ભગવાન, આપ અખંડ છો. કોઈના તોડવાથી તમે તૂટી શકતા નથી. તમે સર્વવ્યાપક હોવાથી ફેંકી દેવાથી ફેંકાઈ જવાના નથી.

પ્રભુ… વિનાયક… સિદ્ધિ…. વિનાયકે… હે સર્વ સુખોના દાતા અમને ક્ષમા કરો. તમારું અપમાન કરનાર મૂર્ખ છે, પાપી છે પણ મારો પુત્ર છે. બીન્નુંએ તમારું જ નહીં, પોતાની માતાનું પણ અપમાન કર્યું છે, છતાં એ કૃપાને પાત્ર છે. એનું અનિષ્ટ થવાથી મને દુઃખ થશે પ્રભુ. મીરા અપરાધી પુત્રને ક્ષમા કરો કે જેથી એ છે સકુશળ ઘેર પાછો આવે. જ્યાં સુધી એ સકુશળ ઘેર પાછો નહીં આવે ત્યાં સુધી હું અન્ન-જળનો ત્યાગ કરી એના કુકર્મને માટે ક્ષમાયાચન કરતી રહીશ.

આ તરફ વિનાયકદર રાજસભામાં ગયો તો ત્યાં રાજા ન હતો. રાજા પોતાની મહારાણી સાથે અંતઃપુરમાં ચાલ્યો ગયો હતો. વિનાયકને રાજાનું અગત્યનું કામ હતું, એથી એણે ચારે તરફ નજર દોડાવી. સભા ભરાય ત્યારે મહારાણી જે પડદાની પાછળ બેસતી હતી એ દ્વાર પર એક પડદાથી ઢંકાયેલ રથ તૈયાર હતો અને સારથી રથમાં સૂતો હતો.

વિનાયકે વિચાર્યું – અંતઃપુરમાં પહોંચવાનું સાધન મળી ગયું છે. એ ચૂપચાપ રથમાં બેસી ગયો. એવામાં વિનાયકે સારથીને કહ્યું, ‘અરે ભાઈ, મહારાણી તો મહારાજા સાથે રથમાં ગઈ. હવે તું વ્યર્થ કોની પ્રતીક્ષા કરે છે? અંતઃપુરમાં રથ લઈ જા, ત્યાં રથની જરૂરત હશે.’

આ સાંભળી સારથી એને અંતઃપુરમાં લઈ ગયો અને બોલ્યો કે – હું આવી ગયો છું, ત્યારે વિનાયક અંતઃપુરમાં દાખલ થઈ ગયો.

ગાલીચા પાસે પગરખાં પડેલા જોઈ એણે પણ પોતાના પગરખાં કાઢી નાખ્યા. ત્યાં જ એની નજર સૂતેલા મહારાજા પર પડી. એમને જગાડવાનું સાહસ તો એ ન કરી શક્યો પણ પાસે બેસતાં જ એને પોતાની મૂર્ખાઈનું ભાન થયું. એને વિચાર્યું – અંતઃપુરમાં તો રાણીઓ રહે છે. અંતઃપુરમાં પ્રવેશ કરવો એ પાપ છે. કહેવત છે કે સૂર્યનારાયણ પણ અંતઃપુરનાં દર્શન કરી શકતાં નથી. માની લીધું કે હું રાજાનો માનીતો છું પણ આખરે તો એ રાજા છે, જો બગડે તો મારો જીવ લઈ શકે છે.

આ વિચારથી એ ગભરાયો અને ભાગ્યો, પણ ભયના કારણે પોતાના પગરખાંને બદલે એણે રાજાના પગરખાં પહેરી લીધા, પરંતુ ચોકીદારોની નજરથી એ શી રીતે બચી શકે. દરવાજા સુધી પહોંચતામાં એ પકડાઈ ગયો. જ્યાં પુરુષોને જવાની સર્વથા મનાઈ છે, ત્યાં આ બાહ્મણ કઈ રીતે ઘૂસી ગયો. ચોકીદારો એને પોતાના નાયક પાસે લઈ ગયા.

બીજી બાજુ રાજાની આંખ ખૂલી ત્યારે એણે રાણીને પૂછ્યું, ‘નવા જડાઉ પગરખાં પહેરવા માટે જ્યોતિષને મુહૂર્ત પૂછ્યું હતું. એણે શું કહ્યું?’. રાણી બોલી : ‘એ જુતા છે ક્યાં? જરા હું તો જોઉં?’

રાણીના ઈશારે દાસી જુતા લેવા ગઈ પણ એને જોવા ન મળ્યા. બધાં શોધવા લાગ્યા. રાજા ગુસ્સે થઈ ગયો.
‘બધાં કામમાં વિલંબ થાય છે! તું સમજતી જ નથી. હવે જુતા નથી જડતા. હટો, જરા મને જોવા દો. શું જુતાને ચોર ઉઠાવી ગયો.’ રાજા જ્યારે ગાલીચા પાસે ગયો ત્યારે પોતાના જુતાને સ્થાને બીજા કોઈના જુતા જોયા. રાણી સામે જોઈ એ ક્રોધપૂર્વક બોલ્યો; ‘અંતઃપુરમાં, કે જ્યાં પક્ષી પણ નથી આવી શકતું ત્યાં એક પુરુષ કઈ રીતે આવ્યો?’

થથરતી રાણીએ કહ્યું : ‘મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર હું શી રીતે આપું? ચોકીદારોને પૂછો.’ એવામાં એક દાસીએ આવીને કહ્યું કે, ચોર પકડાઈ ગયો છે. રાજા ક્રોધ ભરાયેલ તો હતો જ એણે આજ્ઞા આપી, ‘એને અહીં લઈ આવો.’ ચોકીદારો જ્યારે વિનાયકને પકડીને લાવ્યા ત્યારે એને જોઈ રાજાનો ક્રોધ બમણો થઈ ગયો.

‘ભિક્ષા માગનાર બ્રાહ્મણના છોકરા! એ ગોવાળોના નોકર! તારું આ સાહસ? તને મેં શું નથી આપ્યું! તું રાજપરિવારને કલંકિત કરવા તૈયાર થઈ ગયો? નરાધમ! તું એ શાસ્ત્ર પણ ભૂલી ગયો કે, રાજપત્ની, ગુરુપત્ની હંમેશા માતા સમાન ગણાય છે. આ પગરખાં ચોરવા તું અંતઃપુરમાં આવ્યો. તારી સઘળી સંપત્તિ જપ્ત કરવામાં આવે છે અને તને પ્રાણ-દંડની સજા કરવામાં આવે છે. નાયક! આ બહ્મરાક્ષસનું મોટું કાળું કરી એને ગધેડે બેસાડી નગરમાં ફેરવો અને ‘જુતાચોર – જુતાચોર’ એવો ઢંઢેરો પીટાવો. લોકોને કહો કે એને પથ્થરો મા-રે. પછી એને ફાં-સી-એ લ-ટ-કા-વી દો.’

સૈનિકો વિનાયકનું મોટું કાળું કરી, ગધેડે બેસાડી નગરમાં ફેરવવા લાગ્યા અને ‘જુતાચોર’ના નારા લગાવવા લાગ્યા. લોકો વિનાયકને લાતો અને પથ્થરો મારવા લાગ્યો.

વિનાયક વિચારવા લાગ્યો… શું ઐશ્વર્ય આવું ક્ષણભંગુર છે કે એક જ ક્ષણમાં નાશ પામે! એના મોહમાં પડી હું તો ધનને શાશ્વત માનતો હતો. હા, મદમાં છકી જઈ હું ભગવાનની ભૂલી બેઠો હતો. હે ગણેશ ભગવાન! મેં તો તમારું ઘોર અપમાન કર્યું છે, પણ હું તો મદાંધ બની ગયો હતો. ક્ષમા કરો દેવ, મને ક્ષમા કરો અને મને ઉગારી લો.’

બીજી તરફ આ જુલુસ જ્યોતિષિની ઘેર પહોંચ્યું ત્યારે રાજ-જ્યોતિષએ બહાર નીકળી પૂછ્યું, “અરે નાઈ, શી વાત છે? હું પણ જરા સાંભળું.”

કોટવાલે નમ્રતાથી કહ્યું, ‘મહારાજે નવા પગરખાં બનાવરાવ્યા હતા. એ આપને પહેરવા માટે મુહૂર્ત પૂછવાના હતા, પણ એ દરમિયાન આ દુષ્ટ પગરખાં ચોરી લીધા. હવે મહારાજની આજ્ઞાથી એની આ દશા થઈ રહી છે.’

જ્યોતિષીને પગરખાં અને મુહૂર્તની વાત સાંભળી પ્રાતઃકાળની વાત યાદ આવી… રાજાએ મુહૂર્ત શીધ્ર બદલાવવા માટે કહ્યું હતું. મેં વધારે પડતી ભાંગ પી લીધી હતી. રાજા સ્વભાવે ક્રોધી છે. ક્રોધમાં આવી એ ગાળો પણ બોલે, દંડ પણ દે. રાજાને પૂછનાર કોણ? હે ભગવાન, હવે તો તમે જ રક્ષાનાં ઉપાય બતાવો. ભગવાને કૃપા કરી આ અપરાધીને મારા બચાવ માટે તો મોકલ્યો છે. બનાવટી ક્રોધ કરી એણે કોટવાલને કહ્યું;

‘રાજાના કલ્યાણ માટે પગરખાં ઉઠાવી આવવા મેં જ એને મોકલ્યો હતો. બિચારાને મહારાજ પર ઉપકાર કરવાનું આવું ફળ મળે છે. અજ્ઞાનવશ જે થઈ ગયું એ થઈ ગયું. હવે જો કોઈ એને-મા-ર-શે તો મારનાર જ મ-રીજશે. એને મારી પાસે લાવો. હું પોતે એને રાજા પાસે લઈ જાઉં છું.’

વિનાયક વિચારવા લાગ્યો… ગણેશ ભગવાને જ મારી પ્રાર્થના સાંભળી અને જ્યોતિષી જ સ્વયં ગણેશજી સ્વરૂપ છે. હવે મને કોઈ ભય નથી.

આ સરઘસ જ્યારે રાજા પાસે પહોંચ્યું ત્યારે રાજાએ જ્યોતિષીને પૂછ્યું; ‘તમને મુહૂર્ત કાઢવાનો સમય મળ્યો? હવે કામ કરવા માટે તમે ઘરડા થઈ ગયા લાગો છો!’

જ્યોતિષીએ કહ્યું: ‘અન્નદાતા, મુહૂર્ત તો એ જ સમયે કાઢી લીધું હતું, પરંતુ મેં મારી વિદ્યાથી જાણી લીધું કે આપ ઊંઘી રહ્યા છો. હું તો મુશ્કેલીમાં મુકાઈ ગયો. આજે એ રત્નજડિત પગરખાં પહેરવાનો યોગ નથી. યોગ અતિશય ખરાબ છે. આજે જે કોઈ એ પગરખાં પહેરે એનું સર્વસ્વ છીનવાઈ જાય. પ્રાણ ચાલ્યા જવાનો ભય પણ છે. પહેરનારનું મોટું કાળું બની જાય અને ગધેડે બેસાડી એની ફજેતી થાય. મેં મંત્રબળથી વિનાયકને પ્રેરણા આપી કે, જા અને મહારાજાને બચાવી લેવા એના રત્નજડિત જુતા ચોરી લાવ.’

આ સત્ય વાત છે. પોતાની ઓળખ માટે એણે પોતાના પગરખાં અંતઃપુરમાં છોડી દીધા. તમારા પર ઉતરનારો દૈવી-કોપ એને પોતાના પર લઈ લીધો અને આપના જુતા પણ પહેરી લીધા. મેં કહ્યું એમ વિનાયકની દશા જુતા પહેરવાથી શી થઈ એ તમે પ્રત્યક્ષ જોઈ શકો છો.’

આ સાંભળી રાજા મનમાં પ્રસન્ન થયો. પોતાની બલા વિનાયકે પોતાની માથે લઈ લીધી. ‘વિનાયક! તારું કશું બગડ્યું નથી. તારે અપમાન અને મા-રસહન કરવો એ પણ મારા માટે જ. તને તારા પદ પર પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તારી સંપત્તિ તને પાછી આપવામાં આવે છે અને પ્રાણ-દંડની આજ્ઞા રદ કરવામાં આવે છે.’

(પુરાણોની પ્રેરક કથાઓ, ચન્દ્રમૌલિ વિદ્યાલંકાર)