વિજ્ઞાનને માનવું જોઈએ કે સનાતન ધર્મને? આધુનિક બનેલા માનવીના પ્રશ્નનોના જવાબ છે આ લેખમાં.

0
207

વિજ્ઞાનને માનવું જોઈએ કે સનાતન ધર્મને?

સનાતન ધર્મને કારણ કે તે અપરાવિદ્યા અને પરાવિદ્યાર્થી ભરપૂર છે સદાબહાર છે. સનાતન ધર્મમાં,

1) યોગ

2) ધ્યાન

3) સિદ્ધિ

4) આધ્યાત્મિકતા

5) ધાર્મિકતા છે.

6) શુદ્ધ આચરણશીલ જીવન જીવવાની પદ્ધતિ સનાતન ધર્મ શીખવે છે.

7) સનાતન ધર્મ કહે છે,

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः।

युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः।।6.8

8) સાત સુરની સમજ આપે છે. એટલે કે તેમાં ગીત છે સંગીત છે. ભજન, ભક્તિ કેવી રીતે કરવી તેની સમજ છે.

9) માનવીય બોલીનું ઘરેણું સંસ્કૃત ભાષામાં છન્દ, અલંકાર છે.

10) કઈ વ્યક્તિને કયું કાર્ય સોંપવાથી તે તેના કાર્યક્ષેત્ર નિપુણ બની શકે તેનું જ્ઞાન સનાતન ધર્મમાં છે.

11) પ્રકૃતિના અનુસંધાનમાં કેમ રહેવું તે સનાતન ધર્મ શીખવે છે.

12) સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર છે. અને બીજા અન્ય વિષ્યનું જેમકે ખગોળ, ભૂગોળનું જ્ઞાન આપેલ છે.

13) આયુર્વેદ છે જે તમે નિરોગી રહેતા શીખવે છે.

14) મંત્ર શક્તિ છે. જેમાં પ્રકૃતિ અને યંત્ર પર કાબુ કેમ મેળવવું તેની સમજ છે.

15) મોક્ષ છે સનાતન ધર્મમાં, જે તમને મુમુક્ષુ ભાવ આપે છે.

16) ઋષિ, મુનિ, મહર્ષિ, સંત-સાધુ, મહાન વિદ્વાન છે, મહાન યોદ્ધાઓ છે, મહારથીઓ છે.

17) કર્મ છે, પુરુષાર્થ છે.

18) આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે સનાતન ધર્મમાં.

19) નૃત્યના દેવતા નટરાજ છે સનાતન ધર્મમાં. માણસને ઉત્સાહમાં આવી કેવા પ્રકારના નૃત્ય કરવા જોઈએ તેનું જ્ઞાન છે સનાતન ધર્મમાં.

સનાતન ધર્મમાં ઘણું છે, કેટલું જેટલું કહું તેટલું ઓછું છે.

શું સનાતન ધર્મ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી છે કે નથી?

ના વિરોધી નથી. પણ દરેકનું કાર્યક્ષેત્ર અલગ છે બંનેના વિષય વસ્તુઓ અલગ છે.

“વિજ્ઞાન વિશે એટલું જ કહી શકાય કે વિજ્ઞાન નાનો એવો દીવો લઈને સૂરજને ગોતવા નિકળ્યો છે.”

અને શું તમે સનાતન ધર્મના શાસ્ત્રો ઉપર તમારા તર્કથી જ સાચે માં અંધવિશ્વાસ રાખી શકો કે નહિ? હા… તો કેમ? અને ના… તો પણ કેમ?

કેવી બાબતમાં અંધવિશ્વાસ?

શાસ્ત્રો તર્ક કરતા શીખવે છે નય કે અંધશ્રદ્ધા કરતા શીખવે છે.

દરેક પ્રશ્નનું સમાધાન હોય છે શાસ્ત્રોમાં. શાસ્ત્રો તમને અંધવિશ્વાસી બનાવે છે તો હા હું છું અંધવિશ્વાસી.

શું સનાતન ધર્મમાં અંધવિશ્વાસી બનવામાં તમને તમારું હિત લાગે છે? કે આધુનિક વિજ્ઞાનને માનવામાં?

આધુનિક વિજ્ઞાનનું ક્ષેત્ર હજુ નાનું છે જે હરિફરીને સનાતની જ બનવાનું છે ભવિષ્યમાં.

– ભગીરથ બેડવા