વૃશ્ચિકનું વાર્ષિક શનિ રાશિફળ : શનિ દેવની કૃપાથી આ વર્ષે કૌટુંબિક સુખ શાંતિમાં વધારો થશે.

0
1649

2022 માં નોકરી ધંધા વાળા લોકોને ઇન્ક્રીમેંટ અને બઢતી બંને મળી શકે છે, વાંચો વાર્ષિક રાશિફળ.

પુરાણો મુજબ ભગવાન શંકરે તેમના પરમ ભક્ત દધીચિ મુનીને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેનું નામ પિપ્પલાદ રાખ્યું, પણ જન્મ પહેલા જ તેના પિતા દધીચિ મુનીનું મૃત્યુ થઇ ગયું. યુવાન થયા પછી જયારે પિપ્પલાદે દેવતાઓ પાસે તેના પિતાના મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદ્રષ્ટિને તેનું કારણ ગણાવ્યું.

પિપ્પલાદ એ સાંભળીને ઘણા ગુસ્સે થયા અને તેમણે શનિદેવની ઉપર બ્રહ્મ દંડનો પ્રહાર કર્યો. શનિદેવ બ્રહ્મ દંડનો પ્રહાર સહન ન કરી શકે તેમ ના હતા એટલા માટે તે તેનાથી ડરીને ભાગવા લાગ્યા. ત્રણે લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મ દંડે શનિદેવનો પીછો ન છોડ્યો અને તેમની ઉપર આવવા લાગ્યું. બ્રહ્મ દંડ પગ ઉપર લાગવાથી શનિદેવ લંગડા થઇ ગયા, ત્રણ દેવતાઓએ પિપ્પલાદ મુનીને શનિદેવને ક્ષમા કરવા માટે કહ્યું.

દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયધીશ છે અને તે તો પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. દેવતાઓના આગ્રહ ઉપર પિપ્પલાદ મુનીએ શનિદેવને ક્ષમા કરી દીધા અને વચન આપ્યું કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમર સુધી પિપ્પલાદ મુનિના સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દુર થઇ જાય છે. આગળ જાણો વર્ષ 2022 માં શનિ ગ્રહ તુલા રાશિ ઉપર કેવી અસર કરશે.

વૃશ્ચિક રાશિ : વર્ષ 2022 માં શનિ તમારી રાશિમાં ત્રીજા સ્થાન ઉપર ચલાયમાન રહેશે. શનિની આ સ્થિતિ તમારા માટે ફાયદો પહોચાડવા વાળી રહેશે. તેનાથી તમને કૌટુંબિક સુખ શાંતિમાં વધારો થશે. પતિ પત્ની એક બીજાની ભાવનાઓને સમજશે. બિજનેસમાં સફળતા મળવવા માટે તમારે તનતોડ મહેનત આ વર્ષે કરવી પડશે. અટકેલા પૈસા આ વર્ષે તમને મળી શકે છે, પણ તેના માટે તમારે પ્રયત્ન કરવા પડશે. કુટુંબના કોઈ વડીલ સભ્યની તબિયતને લઈને ટેન્શન ઉભું થશે.

કોઈ મિત્રના માધ્યમથી બિજનેસમાં કોઈ મોટો ઓર્ડર તમને મળી શકે છે, તે તમારા જીવન માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. આર્થિક રીતે આ વર્ષ તમને ખુબ ફાયદો પહોચાડવા વાળું રહેશે. નોકરી ધંધા વાળા લોકોને પણ ઇન્ક્રીમેંટ અને બઢતી બંને મળી શકે છે. વર્ષના અંતમાં પરિચિત ખાસ મિત્ર સાથે જોડાયેલા કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.

ઉપાય – દર શનિવારે કાળા કુતરાને રોટલી ખવરાવો.