પુરાણો અનુસાર જાણો શું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું રહસ્ય.

0
983

ગણેશ અને કાર્તિકેય સાથે જોડાયેલી છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા, જાણો કઈ રીતે મહાદેવ અહીં શિવલિંગના રૂપમાં સ્થાપિત થયા. ધાર્મિક અને પૌરાણીક દ્રષ્ટિએ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. સમસ્ત સિદ્ધીઓ આપવા વાળા મહાદેવની આરાધના માત્ર માણસ અને દેવતા જ નહિ પરંતુ વાનર, દૈત્ય, ગંધર્ભ, અસુર અને કિન્નર પણ કરે છે.

શિવ પુરણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવની 12 જ્યોતિર્લીંગોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલ છે. આ લેખમાં આપણે જાણીશું કે ખરેખર શું છે આ જ્યોતિર્લીંગની સ્થાપનાની કથા સાથે જ શું છે તેનું આટલું મહત્વ. આ લેખના માધ્યમથી આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મળે છે. આ જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના શૈલમ નામના સ્થળ પર આવેલું છે. આ જ્યોતિર્લિંગની સ્થાપનાના સંદર્ભમાં એક કથા પ્રચલિત છે, જે આ પ્રકારે છે. કહેવામાં આવે છે કે, એકવાર ગણેશ અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે પહેલા લગ્ન કરવા બાબતે ક્લેશ ઉત્પન્ન થયો. જેના નિવારણ માટે બંને જણા માતા પાર્વતી અને પિતા મહાદેવ પાસે પહોંચ્યા. ત્યારે ભગવાન શિવ અને પાર્વતીને કહ્યું કે, તમારા બંનેમાંથી જે પણ આ આખી ધરતીનો એક ચક્કર પૂરો કરીને પહેલા અહીં આવશે તેના લગ્ન પહેલા થશે.

આ વાત સાંભળીને કાર્તિકેય પોતાની સવારી મોર પર વિરાજમાન થઈને પૃથ્વીની પરિક્રમા (પ્રદક્ષિણા) કરવા માટે નીકળી પડ્યા. પણ તીવ્ર બુદ્ધિ ગણેશ થોડી વાર ત્યાં જ ઉભા રહ્યા અને વિચારવા લાગ્યા કે, મારુ મૂષક આટલી તેજ ગતિથી પ્રદક્ષિણા તો નહિ કરી શકે. ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના માતા પિતાને એક આસર પર વિરાજમાન થવા માટે કહ્યું, અને તેમની કુલ 7 વખત પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન હતી.

પોતાના પુત્રની આ ચતુર બુદ્ધિ અને માતૃ પિતૃ ભક્તિ જોઈને બંનેએ ગણેશના લગ્ન પહેલા કરાવી દીધા. પણ જયારે કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા તો આ દૃશ્ય જોઈને અત્યંત દુઃખી થયા, અને પોતાના માતા-પિતાના આશીર્વાદ લઈને તેમનાથી અલગ થઈને ક્રૌંચ પર્વત તરફ પ્રસ્થાન કરી ગયા. પુત્ર મોહમાં વ્યાકુળ માં પાર્વતીએ ભગવાન શિવને આગ્રહ કર્યો અને ક્રૌંચ પર્વત તરફ જવાનો નિર્ણય લીધો.

કાર્તિકેયએ જેવી જ ખબર પડી કે, તેમના માતા પિતા આવ્યા છે, તો તે ત્યાંથી 12 કોષ એટલે કે 36 કિલોમીટર દૂર જતા રહ્યા. કાર્તિકેયના જતા રહ્યા પછી ભગવાન શિવ તે ક્રૌંચ પર્વત પર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થઈ ગયા, જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના રૂપમાં ઓળખાય છે. મલ્લિકા માતા પાર્વતીને કહેવામાં આવે છે, જયારે અર્જુન ભગવાન શિવનું જ એક નામ છે. જે સંયુક્ત રૂપથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કહેવાય છે. તેનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં માતા સતીના શરીરના અવશેષ મળ્યા હતા, આથી અહીં શક્તિપીઠ પણ સ્થાપિત છે.

આ લેખમાં અમે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથાનો સર વિધિપૂર્વક જણાવ્યો છે. બીજા જ્યોતિર્લીગોની સ્થાપના સંબંધિત કથા આગળના લેખમાં વાચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.