જાણો કૈલાશ પર્વતના એવા 11 રહસ્યો જેના વિષે કદાચ તમે જાણતા નહિ હોય.

0
1714

કૈલાશ પર્વત સાથે જોડાયેલા આ ચકિત કરી દેતા રહસ્ય, જેનાથી આજે પણ ઘણા બધા લોકો છે અજાણ. કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કૈલાશ પર્વત ઉપર ભોલેનાથ પોતાના કુટુંબ સાથે નિવાસ કરે છે. શિવપુરણ, સ્કંદ પુરાણ અને મત્સ્ય પુરાણમાં કૈલાશનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે, કૈલાશ પર્વતની ઉપર સ્વર્ગ અને નીચે મૃત્યુ લોક છે. આ પર્વત પાસે જ કુબેરની નગરી પણ છે. અહિયાંથી ગંગા નદીની ઉત્પત્તિ થઇ છે. આ પર્વત હિંદુઓનું પવિત્ર સ્થાન છે.

આજે અમે તમને શંકર ભગવાનના નિવાસ સ્થાન એટલે કૈલાશ પર્વત સાથે જોડાયેલા કેટલાક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે પહેલા નહિ સાંભળ્યા હોય. આમાંથી કેટલાક રહસ્યોનું કારણ જાણવા માટે નિષ્ણાંતોએ ઘણી બધી શોધ પણ કરી છે, પરંતુ આજ સુધી કોઈને તેમાં સફળતા નથી મળી શકી. તો આવો જાણીએ, કૈલાશ પર્વત સાથે જોડાયેલા આ રહસ્યો વિષે.

પહેલું રહસ્ય : કૈલાશ પર્વતને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે. આમ તો ધરતીની એક તરફ ઉત્તર ધ્રુવ છે, તો બીજી તરફ દક્ષિણી ધ્રુવ અને બંને ધ્રુવ વચ્ચે આ પર્વત આવેલો છે. જેના કારણે જ તેને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે.

બીજું રહસ્ય : કૈલાશ પર્વત માનસરોવર પાસે આવેલું છે. તે સ્થળ હિંદુઓ ઉપરાંત બીજા ધર્મના લોકોના જીવનમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. કૈલાશ પર્વત દુનિયાના 4 મુખ્ય ધર્મો હિંદુ, જૈન, બોદ્ધ અને શીખ ધર્મનું ધાર્મિક કેન્દ્ર છે, અને દર વર્ષે આ ધર્મના લોકો આ સ્થળ ઉપર જરૂર જાય છે.

ત્રીજું રહસ્ય : કૈલાશ પર્વતને અલૌકિક શક્તિનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ પર્વત ઉપર ઘણી શોધ થઇ છે, અને રશિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધ મુજબ આ પર્વત એક્સીસ મુંડી સ્થાન ઉપર છે. જ્યાં અલૌકિક શક્તિનો પ્રવાહ હોય છે અને તમે આ શક્તિઓ સાથે સંપર્ક કરી શકો છો. આમ તો એક્સીસ મુંડીને હિંદીમાં દુનિયાની નાભી કે આકાશીય ધ્રુવ અને ભૌગોલીક ધ્રુવનું કેન્દ્ર કહેવામાં આવે છે. આ આકાશ અને પૃથ્વી વચ્ચે સંબંધનું એક બિંદુ છે, જ્યાં દશે દિશાઓ મળી જાય છે.

ચોથું રહસ્ય : શાસ્ત્રો મુજબ અહિયાંથી મહાવિષ્ણુના કર કમલોમાંથી નીકળીને ગંગા કૈલાશ પર્વતની ટોચ ઉપર પડે છે અને શિવજી ગંગાને તેમની જટામાં ધારણ કરી ગંગાને ધરતી પર મોકલે છે.

પાંચમું રહસ્ય : કૈલાશ પર્વત એક વિશાળકાય પીરામીડ પણ છે, અને આ પર્વતની સંરચના કમ્પાસના 4 દીક બિંદુઓ સમાન છે, અને એકાંત સ્થાન ઉપર આવેલું છે. જેના કારણે તેને એક વિશાળકાય પીરામીડ પણ કહેવામાં આવે છે, જે 100 નાના પીરામીડોનું કેન્દ્ર છે.

છઠ્ઠું રહસ્ય : તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આ પર્વત ઉપર ચડાઈ નથી કરી શક્યા. 11 મી સદીમાં એક તિબેટી બોદ્ધ યોગી મિલારેપાએ તેની ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. આ રીતે રશિયાના પણ ઘણા લોકોએ આ પર્વત સર કરવા પ્રયત્ન કર્યા પરંતુ કોઈ સફળ ન થયા.

સાતમું રહસ્ય : આ સ્થળ ઉપર બે તળાવ છે, તેમાંથી એક માનસરોવર છે. માનસરોવરનું પાણી એકદમ શુદ્ધ છે. આ તળાવનો આકાર સૂર્ય સમાન છે. જ્યારે બીજું તળાવ રાક્ષસ નામનું છે, જે દુનિયાના ખારા પાણીના ઊંચાઈ પર આવેલા તળાવોમાંથી એક છે. તેનો આકાર ચંદ્ર સમાન છે. તે બંને તળાવો સૂર્ય અને ચંદ્ર બળ દર્શાવે છે. જેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે છે. આ સ્થાનને જયારે તમે દક્ષીણમાંથી જુઓ છો તો એક સ્વસ્તિક ચિન્હ જેવું દેખાય છે. જે હિંદુ ધર્મમાં ઘણું પવિત્ર માનવામાં આવે છે.

આઠમું રહસ્ય : શાસ્ત્રો મુજબ કૈલાશની ચારે દિશાઓ જાનવરોના મુખ જેવી દેખાય છે. આ મુખોમાંથી જ નદીઓનો ઉદ્દગમ થાય છે. પૂર્વમાં અશ્વમુખ છે, પશ્ચિમમાં હાથીનું મુખ છે, ઉત્તરમાં સિંહનું મુખ છે, દક્ષીણમાં મોરનું મુખ છે. તેમાંથી 4 નદીઓનો ઉદ્દગમ થયો છે, જેમાં બ્રહ્મપુત્ર, સિંધુ, સતલજ અને કરનાલીનો સમાવેશ થાય છે. આ નદીઓમાંથી ગંગા, સરસ્વતી નદીઓ પણ નીકળે છે.

નવમું રહસ્ય : કહેવામાં આવે છે કે, કૈલાશ પર્વત અને તેની આસપાસ માત્ર પુણ્યાત્માઓ જ રહી શકે છે. તે કારણ છે કે અહિયાંના વાતાવરણમાં માત્ર આધ્યાત્મિક લોકો જ રહી શકે છે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે, આ સ્થળ ઉપર યતી માનવ રહે છે. ઘણા વૈજ્ઞાનિકો તેને નિંડરથલ માનવ માને છે. વિશ્વભરમાં લગભગ 30 થી વધુ વૈજ્ઞાનિકોએ દાવા કર્યા છે કે, હિમાલયના બરફવાળા વિસ્તારમાં હિમ માનવ રહેલા છે. આ સ્થળ ઉપર દુનિયાનું સૌથી દુર્લભ મૃગ કસ્તુરી મૃગ મળી આવે છે.

દસમું રહસ્ય : આજે પણ કૈલાશ પર્વત ઉપર લોકોને ડમરું અને ઓમનો અવાજ સંભળાય છે. કહેવામાં આવે છે કે, કૈલાશ પર્વત કે માનસરોવર તળાવ પાસે સતત અવાજ સંભળાય છે. જે ડમરું કે ઓમના ધ્વની જેવો હોય છે. આમ તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ અવાજ બરફ ઓગળવાને કારણે આવે છે.

અગ્યારનું રહસ્ય : ઘણી વખત કૈલાશ પર્વત ઉપર 7 પ્રકારની લાઈટ પણ નીકળે છે. જે આકાશમાં ચમકતી જોવા મળે છે. આ લાઈટ વિષે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચુંબકીય બળને કારણે આ લાઈટો નીકળે છે.

દર વર્ષે ભારતમાંથી ઘણા લોકો કૈલાશ પર્વત જાય છે. કૈલાશ પર્વતની યાત્રા ઘણી જ મુશ્કેલીઓથી ભરેલી હોય છે. જે 18 દિવસની હોય છે. આ સ્થળ ઉપર જઈને લોકો કૈલાશ પર્વતના દર્શન કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.