પાડોશીને સુખ-શાંતિથી રહેતા જોઈને મહિલાને થઈ ઈર્ષ્યા, પછી જે થયું તે અરે રે… વાંચો આખો પ્રસંગ.

0
548

પત્નીએ પતિને કહ્યું – જોઈને આવો આપણા પાડોશી શાંતિથી કેમ રહે છે? પતિ જોવા ગયો તો તેના હોશ ઉડી ગયા.

“ઘરમાં શાંતિ કેમ રહે?”

બે પરિવાર એકબીજાના આડોશી પાડોશી હતા. તેમાંથી એક પરિવાર વારંવાર દરેક સમયે ઝગડતા રહેતા જયારે બીજો પરિવાર શાંતિથી અને મૈત્રી સાથે રહેતો હતા.

એક દિવસ, ઝઘડાખોર પરિવારની પત્નીએ શાંત પરિવારની ઈર્ષા અનુભવતા પોતાના પતિને કહ્યું, “આપણા પાડોશીને ત્યાં જાઓ… અને જુઓ કે આટલી સારી રીતે રહેવા માટે તેઓ શું કરી રહ્યા છે?”

પતિ ત્યાં ગયો અને બારી પાસે સંતાઈને ચુપચાપ જોવા લાગ્યો.

તેણે જોયું કે તે ઘરની મહિલા પોતું મારી રહી છે. એવામાં અચાનક રસોડામાંથી કંઈક આવાજ આવવાથી તે રસોડામાં ચાલી ગઈ. ત્યાં તેનો પતિ પણ એક રૂમ તરફ ભાગ્યો. કદાચ તેને કોઈ કામ યાદ આવી ગયું હશે. તેનું ધ્યાન ના હોવાને કારણે નીચે રહેલી પાણીની ડોલને ઠેસ વાગી તેને કારણે ડોલનું બધું પાણી નીચે ઢોળાઈ ગયું અને ફેલાઈ ગયું.

તેની પત્ની રસોડામાંથી પાછી આવી અને પોતાના પતિને બોલી : “માફ કરજો… આ મારી ભૂલ હતી કે મેં રસ્તામાંથી ડોલને ખસેડી નહીં.”

પતિએ જવાબ આપ્યો : “અરે વ્હાલી નહીં… તું શું કામ માફી માંગે છે જયારે ભુલ તો મારી છે. કારણ કે મેં એના ઉપર ધ્યાન આપ્યું નહીં.”

બંને એ એકબીજા સામે જોયું અને હસવા લાગ્યા.

ઝઘડાખોર પરિવારનો જે પતિ સંતાયેલો હતો તે પાછો ઘરે આવ્યો. તેની પત્નીએ એ લોકોનો શાંતિથી ખુશ રહેવાનું કારણ પૂછ્યું.

પતિએ જવાબ આપ્યો : “તેમનામાં અને આપણામાં બસ એક જ તફાવત છે કે આપણે હંમેશા પોતે સાચા હોવાનો પ્રયત્ન કરીએ છીએ. એકબીજાને ભૂલ માટે જવાબદાર ગણીએ છીએ. જયારે તેઓ દરેક બાબત માટે પોતે જવાબદાર બને છે અને પોતાની ભૂલ માનવા માટે તૈયાર રહે છે. તે એકબીજાને ચકાસવાની જગ્યાએ સમજવાની કોસીસ કરે છે.”

તો મારા મિત્રો… એક હસતા રમતા અને શાંતિવાળા સંબંધ માટે જરૂરી છે કે આપણે પોતાનો અહંકારને સાઈડમાં મૂકીએ અને પોતાના ભાગની વ્યક્તિગત જવાબદારીને ધ્યાનમાં રાખીએ. એકબીજાને ખોટા સાબિત કરવામાં બંનેનું નુકશાન થાય છે. અને પોતાના સંબંધ પણ ખરાબ થઈ જાય છે.

મિત્રો પરિવારમાં બીજાની જીત પણ પોતાની જીત હોય છે. જો આપણે બોલાચાલી કરીને બીજા સભ્યને નીચા પાડી દઈએ, તે તેની નહીં પણ આપણી હાર છે. એટલા માટે પરિવારને તોડતા નહીં પણ જોડાતા શીખો, એવું કરવાથી તમે એક હસતા રમતા અને શાંતિવાળા પરિવારનો ભાગ બની જશો.

“થોડી ચિંતા અને થોડી કદર, ક્યારેક ક્યારેક ખબર અંતર, આવી નાની નાની બાબતોની થાય છે મોટી અસર.”