આ એક નિયમ તોડવાને કારણે અર્જુનને એકલાએ જવું પડ્યું હતું 12 વર્ષના વનવાસ પર, જાણો તે નિયમ વિષે.
મહાભારતની કથામાં આવે છે કે અર્જુનને એક વખત એક નિયમ તોડવાને કારણે એકલા જ 12 વર્ષ વનવાસ જવું પડે છે. આવો જણીએ ખરેખર શું હતો તે નિયમ અને કેમ તોડ્યો હતો અર્જુને તે નિયમ?
અજ્ઞાનવાસ દરમિયાન પાંડવોના લગ્ન દ્રૌપદી સાથે થઇ જાય છે. અજ્ઞાતવાસ સમાપ્ત થયા પછી તે બધા પાછા ઇન્દ્રપ્રસ્થ પાછા ફરે છે. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય મેળવીને ધર્મરાજ યુધીષ્ઠીર તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. એક દિવસની વાત છે જયારે બધા પાંડવ રાજ્યસભામાં બેઠા હતા ત્યારે નારદ મુની ત્યાં આવ્યા.
પાંડવોએ નારદ મુનીનો આદર સત્કાર કર્યો, અને દ્રૌપદી પણ આવી અને નારદ મુનીના આશીર્વાદ લઈને જતી રહી. દ્રૌપદીના ગયા પછી નારદે પાંડવોને કહ્યું કે પાંડવો તમે પાંચ ભાઈઓ વચ્ચે દ્રૌપદી માત્ર એક પત્ની છે, એટલા માટે તમારે લોકોએ એવો નિયમ બનાવી લેવો જોઈએ. જેથી અંદરો અંદર કોઈ ઝગડા ન થાય. કેમ કે એક સ્ત્રીને લઈને ભાઈઓમાં ઝગડા મૃત્યુનું કારણ પણ બની જાય છે. એવું કહીને નારદમુનીએ તેમને એક કથા સંભળાવી.
પ્રાચીન સમયની વાત છે. સુન્દ અને ઉપસુન્દ બે અસુર ભાઈ હતા. બંને વિષે એવુ કહેવામાં આવે છે બંને બે શરીર એક જીવ હતા. તેમણે ત્રિલોક જીતવાની ઈચ્છાથી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરીને તપસ્યા શરુ કરી. કઠોર તપ પછી બ્રહ્માજી પ્રગટ થયા. બંને ભાઈઓએ અમર થવાનું વરદાન માગ્યું. ત્યારે બ્રહ્માએ કહ્યું તે અધિકાર તો માત્ર દેવતાઓને છે. તમે કાંઈક બીજું માગી લો.
ત્યારે બંનેએ કહ્યું કે અમને બંનેને વરદાન આપો કે અમે માત્ર એક બીજા દ્વારા મારવાથી જ મરીએ. બ્રહ્માજીએ બંને ને વરદાન આપી દીધું. બંને ભાઈઓએ વરદાન મેળવ્યા પછી ત્રણ લોકમાં આતંક મચાવી દીધો. તમામ દેવતા દુઃખી થઈને બ્રહ્માજીના શરણમાં ગયા. ત્યારે બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે એક એવી સુંદર સ્ત્રી બનાવવા માટે કહ્યું. જેને જોઈને દરેક પ્રાણી મોહિત થઇ જાય.
ત્યાર પછી એક દિવસ બંને ભાઈ એક પર્વત ઉપર ફરી રહ્યા હતા. ત્યારે ત્યાં ત્રિલોકમાં (વિશ્વકર્માની સુંદર રચના) કણેરના ફૂલ તોડવા લાગી. બંને ભાઈ તેની ઉપર મોહિત થઇ ગયા. બંનેમાં તેના કારણે યુદ્ધ થયું. સુન્દ અને ઉપસુન્દ બંને મરી ગયા. ત્યારે કહાની સાંભળ્યા પછી નારદ બોલ્યા : એટલા માટે હુ તમને લોકોને એ વાત કરી રહ્યો છું. ત્યારે પાંડવોએ તેમની પ્રેરણાથી એ પ્રતિજ્ઞા કરી એક નિયમિત સમય સુધી દરેક ભાઈ દ્રૌપદી પાસે રહેશે. એકાંતમાં જો કોઈ એક ભાઈ બીજા ભાઈને જોઈ લેશે, તો તેને બાર વર્ષ માટે વનવાસ થશે.
પાંડવ દ્રૌપદી પાસે નિયમાનુસાર રહેતા. એક દિવસની વાત છે લુટારાઓએ કોઈ બ્રાહ્મણની ગાય લુટી લીધી અને તેને લઈને ભાગવા લાગ્યા. બ્રાહ્મણ પાંડવો પાસે આવ્યા અને પોતાનું દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. બ્રાહ્મણે કહ્યું કે પાંડવ તમારા રાજ્યમાં મારી ગાય છીનવાઈ ગઈ છે. જો તમે તમારી પ્રજાના રક્ષણની વ્યવસ્થા નથી કરી શકતા, તો તમે નિઃસંદેહ પાપી છો.
પરંતુ પાંડવો સામે અડચણ એ હતી કે જે રૂમમાં રાજા યુધીષ્ઠીર દ્રૌપદી સાથે બેઠા હતા. તે રૂમમાં તેના અસ્ત્ર શસ્ત્ર હતા. એક તરફ કુટુંબના નિયમ અને બીજી તરફ બ્રાહ્મણનો દુઃખ ભરેલો અવાજ. ત્યારે અર્જુને સંકલ્પ લીધો કે મારે આ બ્રાહ્મણનું રક્ષણ કરવું છે પછી મારે તે પ્રાયશ્ચિત કેમ ન કરવું પડે?
ત્યાર પછી અર્જુન રાજા યુધીષ્ઠીરના રૂમમાં નિઃસંકોચ જતા રહ્યા. રાજા પાસે સંમતી લઈને ધનુષ ઉઠાવ્યું અને આવીને બ્રાહ્મણને કહ્યું બ્રાહ્મણ દેવતા થોડી વાર થોભો હું હમણાં તમારી ગાયો તમને પાછી અપાવી દઉ છું. અર્જુને બાણોના વરસાદથી લુટારાઓને મારીને ગાય બ્રાહ્મણને સોપી દીધી.
ત્યાર પછી અર્જુને આવીને યુધીષ્ઠીરને કહ્યું. મેં તમારા એકાંતગૃહમાં આવીને મારી પ્રતિજ્ઞા તોડી નાખી, એટલા માટે મને વનવાસ ઉપર જવાની આજ્ઞા આપો. યુધિષ્ઠિરે કહ્યું તું મારાથી નાનો છો અને નાના ભાઈ જો તેની સ્ત્રી સાથે એકાંતમાં બેઠા હોય તો મોટા ભાઈ દ્વારા તેનો એકાંત ભંગ કરવો ગુનો છે. પરંતુ જયારે નાનો ભાઈ મોટા ભાઈના એકાંતનો ભંગ કરે તો તે ક્ષમાને પાત્ર છે. અર્જુને કહ્યું તમે જ કહો છો ધર્મના પાલનમાં બહાના ન કરવા જોઈએ. ત્યાર પછી અર્જુને વનવાસની દીક્ષા લીધી અને વનવાસ જવા નીકળી ગયા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.