શા માટે સાસુ અને વહુ વચ્ચે ઝઘડા થાય છે, સાસુ વહુ વચ્ચે કેમ નથી બનતું, જાણો તેના મુખ્ય કારણો.

0
2438

સાસુ વહુનું નામ મનમાં વિચારતા જ પહેલા યાદ આવે છે લડાઈ અને ઝગડા. હવે વિચારવા જેવી બાબત એ છે કે આખરે શા માટે થાય છે તેમના લડાઈ ઝગડા? કારણ જોવા જઈએ તો ઘણા છે, પણ જે ખુબ મુખ્ય ગણી શકાય એવા કારણ 7 છે જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

1) જનરેશન ગેપ : એક સાસુ આટલા વર્ષોથી ઘર સંભાળતી હતી, જ્યારે હવે વહુ ઘર સંભાળવા આવી છે. ચોક્કસ પણે સમયમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. પહેલાના જમાનામાં જે કહી દીધું તે વહુએ આંખો બંધ કરીને કરવું પડતું હતું. પણ હવે સમય બદલાયો છે. છોકરીઓ ભણેલી ગણેલી પણ છે અને જોબ પણ કરે છે, તેથી વિચારસરણીમાં ઘણો ફેર આવ્યો છે. આજની વહુઓ થોડી ઓપન માઈન્ડેડ હોય છે, જ્યારે સાસુ વધુ ઓપન માઇન્ડેન્ડ નથી.

તો આવી સ્થિતિમાં, 50/50 બંનેએ નમવું જોઈએ. પુત્રવધૂએ પણ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ કારણ કે હવે તે લગ્ન કરીને સાસરે આવી છે. તેણીએ પણ ચોક્કસ હદમાં રહેવું જોઈએ. સાસુએ પણ બદલાતા સમય સાથે થોડું બદલાવું જોઈએ.

2) રીતિ રિવાજ – પરંપરાઓ : દરેક ઘરમાં અમુક રીત-રિવાજો હોય છે. સાસુ આટલા વર્ષોથી એ માનતા આવ્યા હોય છે, અને તેઓ ઇચ્છે છે કે તેમની વહુ પણ આ પાળે. જો તેઓ તે પરંપરા બાબતે સમજાવે અને વહુ તે અપનાવે તો ઘણી સારી બાબત કહેવાય, અને જો ના અપનાવે તો આ બાબતને મુદ્દો ના બનાવવો જોઈએ. ઘણી વખત વ્રત કરવા પડે છે અને વહુ ઓફિસે પણ જાય છે. એવામાં શક્ય ન હોય, તો બળજબરી ના કરવી જોઈએ.

પુત્રવધૂએ પણ આ રિવાજો અપનાવે નહિ તો ઓછામાં ઓછું આ રિવાજોની ટીકા તો ના જ કરાવી જોઈએ, તેનાથી શ્રદ્ધા અને સાસુની ભાવનાને ચોક્કસ પણે આઘાત પહોંચે છે.

3) રહેણીકરણી – સંસ્કૃતિ : દરેક પરિવારની પોતાની રહેણીકરણી, પોતાની સંસ્કૃતિ હોય છે, તે ખાવા-પીવાની કે પહેરવેશની પણ હોય છે. ક્યારેક વાતો પણ અંતર બનાવી દે છે. ખાવા-પીવાની બાબત પણ ઘણી વાર સમસ્યા બની જાય છે. દીકરો પોતાની પત્નીને કહે છે કે માં બનાવે તે ભોજનનો કોઈ જવાબ નથી. અને તમારા ભોજનમાં એવો સ્વાદ નથી.

એ સમયે વહુ પણ બોલે છે કે અમારે ત્યાં આવું ખાવામાં નથી આવતું. અહીં તો બાફેલું ખાવાનું ખાવામાં આવે છે, અમારે ત્યાં તો ખુબ મસાલા વાળું ખાવાનું ખાવામાં આવે છે. તો સમય લાગે છે. ટોક્યા વગર નવી જગ્યાએ રીત રિવાજ શિવખવામાં થોડો સમય લાગે છે.

એટલા માટે જેવું બને તેવું, તેની પ્રશંસા કરવી જોઈએ અને શીખતાં રહેવું જોઈએ. કેટલીક વાર વાતને સંભાળી લેવી જોઈએ. જેમ કે ડાયનિંગ ટેબલ ઉપર સસરા પણ કેટલીક વાર એમ કહીને સંભાળી શકે છે કે આજે જેવું ખાવાનું બન્યું છે એવું મારી માં પણ બનાવતી હતી. પુત્રએ પણ વધારે રોક ટોક કરવી જોઈએ નહિ. એવામાં વાત જો વધારવી જ હોય તો રાઈનો પહાડ બનાવતા પણ વાર નથી લાગતી. પરંતુ સમજદારી સાથે કામ લેવું જોઈએ. કોઈ વાતને ત્યાં જ પુરી કરવી એ આપણા હાથની વાત છે.

અને દાખલા તરીકે સાડીની વાત લઈએ કે અમારા પરિવારમાં કોઈ સલવાર સૂટ પહેરતું નથી, સાડી જ પહેરાવી પડશે અને લાજ પણ કાઢવી પડશે. હવે આવી વાત વહુ નહિ માને તો ઝગડો થશે, એવામાં સાસુએ પણ થોડું બદલાવું પડશે. કોઈવાંધો નહિ ઘરકામ કરવામાં સલવાર સૂટ પહેરી શકે પણ કોઈના લગ્ન-સમારંભમાં જવાનું થાય તો ત્યાં સાડી પહેરી લેજે. એકબીજાની ભાવનાની કદર કરવી જોઈએ.

4) પિયર : ઘણા ઘરોમાં પિયરયું પણ મોટો મુદ્દો બની જાય છે. વહુ લાંબો સમય ફોનમાં જ લાગેલી રહે છે. પોતાની મમ્મી કે ભાભી સાથે જ વાત કરતી રહે છે. અથવા વહુની માં વધુ પડતી દખલગિરી કરતી રહે છે. ત્યાં વળી સાસુ પણ બધી વાતો પોતાની દીકરીને ફોન કરીને જણાવતી રહે છે. આજે વહુએ આ કહ્યું, આજે આવું થયું, તેવું થયું વગેરે વગેરે. એવામાં સાસુ અને વહુ બંનેએ પોતપોતાની સીમામાં રહેવું જોઈએ. વાતવાતમાં ફોન કરીને બધી વાતો જણાવવાની આદતથી દૂર રહેવું જોઈએ.

5) પુત્ર : ઘણીવાર સાસુ કહે છે કે મારો દીકરો મારા હાથમાંથી નીકળી ગયો છે, તે મારું સાંભળતો જ નથી. જ્યારે વહુ કહે છે કે તે તેની માતાનું જ આખો સમય સાંભળે છે અને મારું સાંભળતો નથી. બંને પોતાનો અધિકાર જતાવે છે. બાળપણમાં માતાએ પુત્રની સંભાળ રાખી હતી. બધા કામ માં ને પૂછીને કરતો હતો અને આજે એવું જ કાંઈ વહુને પણ લાગે છે. મારા પતિ છે તેમણે મારી વાત સંભળાવી જોઈએ. પરંતુ જયારે પણ આવી બાબત આવે તારું મારુ કરવાની જગ્યાએ તેમનો આદર કરવો જોઈએ અને એક પુત્ર અને એક પતિ હોવાને કારણે તેમની ભાવનાઓનો આદર કરવો જોઈએ.

માતા એ પણ સમજવું જોઈએ કે પુત્ર અને વહુની બાબતમાં વારંવાર ઇન્ટરફેર ના કરવું જોઈએ. વહુ અને પુત્રએ આખી જિંદગી સાથે પસાર કરવાની છે તો તેમના સંબંધ મજબૂત બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ.

6) સરખામણી : વાત વાતમાં સરખામણી પણ સંબંધોમાં કડવાશ ભરી દે છે. સાસુ પોતાની વહુની, પોતાની દીકરી કે અન્ય વહુની સાથે સરખામણી કરશે. ત્યાં વળી વહુ પોતાના પિયર તો આમ છે ને તેમ છે. હવે તમે એક જ ઘરમાં રહો છો તમારે એ ઘરને સારું કેવી રીતે બનાવવું તેના ઉપર કામ કરવું જોઈએ. સરખામણી કરીને એકબીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. જો સાસુ વહુની નિંદા કરે છે તો એક રીતે તે પોતાની નિંદા કરી રહી છે. કારણ કે હવે તે બે નહિ એક પરિવાર છે. તેની નિંદા કરવી એટલે પોતાની નિંદા કરવી.

7) પોતાપણાની ભાવનાનો આભાવ : વહુ અને સાસુ કોઈ પણ બાબતમાં “શા માટે હું નમું” એ વાત ઉપર અડી જાય છે. પોતાપણાનો જે ભાવ આપણામાં આવવો જોઈએ તે આવતો નથી. મેં શરૂઆતમાં કહ્યું હતું કે સાસુ-વહુનું નામ લેતા જ મનમાં ઝઘડાનું દ્રશ્ય આવે છે. આપણા મનમાં પ્રેમ અને વિશ્વાસ કેમ નથી. એ કદાચ એટલા માટે કે જ્યારે પુત્રવધૂ લગ્ન કરીને સાસરે જાય છે, ત્યારે નકારાત્મકતા પણ પોતાની સાથે લઈ જાય છે કે કોણ જાણે સાસુ કેવી મળશે?

ત્યાં વળી સાસુ પણ વિચારે છે કે મોર્ડન વહુના નખરા પણ હશે. તો તેને બદલવા પડશે. એક વહુએ સાસુમા પોતાની માં અને સાસુએ વહુમાં પોતાની દીકરી શોધવી પડશે. નાની નાની વાતો ઉપર ધ્યાન આપ્યા વગર પોતાના સંસારને સાચવવો પડશે. નાના મોટા ઝગડા પોતાના પ્રેમ અને વ્યવહારુ કુશળતાથી સરળતાથી દૂર કરી શકાય છે.

બસ ખુશ રહો.. જુઓ આખી જીંદગી સાથે રહેવાનું છે… સાથે ખુશ રહેશો તો સમય સારો પસાર થશે નહીંતર…