શા માટે શિવજીના માથા પર ચંદ્ર દેખાય છે? પૌરાણિક કથા દ્વારા જાણો તેનું કારણ.

0
655

શિવજીએ પોતાના માથા પર ચંદ્રને ધારણ કેમ કર્યો? આવો જાણીએ મહાયોગી શિવજીના આ શણગારનું રહસ્ય. શિવનું રૂપ સૌથી અલગ છે. ભસ્મ ધારણ કરવા વાળા શિવ, લાંબી જટાઓમાં ગંગાનો વાસ, નાગોથી સજેલા ભગવાન શિવજીની દરેક છબીમાં દરેક મૂર્તિમાં તેમની જટાઓમાં ચંદ્ર જોવા મળે છે. કેમ ત્રિપુરારી શંકરે પોતાના શીશ ઉપર ચંદ્રને ધારણ કર્યો છે? આવો જાણીએ મહા યોગી શિવજીના આ શૃંગારની પાછળનું રહસ્ય.

મહાયોગીના મનને રાખે છે શાંત : શિવ આ જગતના સૌથી મોટા યોગી, તપસ્વી અને તાંત્રિક છે. બધા દેવી દેવતાઓમાં ભગવાન શિવ જ એકમાત્ર એવા છે. જે કૈલાશ પર્વત ઉપર તેમના ધ્યાનમાં બેસી રહે છે. ધ્યાન અને સાધના કરવા વાળા માટે મનનું શાંત રહેવું ઘણું જરૂરી છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ મનના કારક ચંદ્ર દેવતા (ચંદ્ર) છે. એટલે કે શિવજી તેના મનને સાધનામાં એકાગ્રહ રાખવા માટે ચંદ્રને ધારણ કરેલા છે.

ચંદ્રને ધારણ કરવાની પૌરાણીક કથા : દક્ષ પ્રજાપતિએ તેની 27 કન્યાઓના લગ્ન ચંદ્ર સાથે કરી દીધા પણ ચંદ્રને માત્ર રોહિણીનું સોંદર્ય ગમતું હતું. બીજી બધી પુત્રીઓએ એ વાત જયારે દક્ષને જણાવી તો દક્ષે ચંદ્રને યક્ષ થવાનો શ્રાપ આપી દીધો. ચંદ્ર દેવતાનું શરીર પ્રતિદિવસ ક્ષીણ થવા લાગ્યું. ત્યારે તેમણે પોતાના રક્ષણ માટે ભગવાન શિવની આકરી તપસ્યા કરી. તેની તપસ્યા સ્થળ ગુજરાતનું સોમનાથ જ્યોતિલિંગ રહ્યું. શિવે અંતમાં ચંદ્રને દર્શન આપ્યા અને પ્રસન્ન થઇને ચંદ્રને અમરત્વનુ વરદાન પ્રદાન કર્યું અને તેને પોતાના શીશ ઉપર સ્થાન આપ્યું. દક્ષની બધી કન્યાઓ નક્ષત્ર બની ગઈ અને ચંદ્ર દરરોજ એક એક પાસે જવા લાગ્યા.

નીલકંઠને રાહત આપે છે ચંદ્ર : શિવજીના શીશ ઉપર ચંદ્રને ધારણ કરવા પાછળ એક બીજું રહસ્ય છે. જે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથનની કથાના માધ્યમથી આવે છે. આ સાગર મંથનમાં જયારે હળાહળ વિષ નીકળ્યું તો તેને મહાદેવે તેના કંઠમાં ધારણ કરી લીધું. શિવજીનું શરીર વિષની અસરથી અત્યંત ગરમ થવા લાગ્યું. શિવજીના શરીરને શીતળતા મળે તે કારણે જ તેમણે ચંદ્રને ધારણ કર્યા.

આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.