કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે.
જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,
હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.
છે કાલિદાસ ને, ભોજના ખંડેરો
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે,
છે કૃષ્ણની વાંસળીના એ કટકા
હોઠે જો માંડો સૂર-સરિતા નીકળે
સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.
દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો
હજી ધુંણા તપના તપતા નીકળે
‘દાદ’ આમ તો છે નગર સાવ અજાણ્યુ
તોય કો’ક ખૂણે ઓળખીતા અચુક નીકળે.
– કવિ દાદ
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)