મુંગા મંતર થઈ ઉભા છે ઝાડવા
ક્યાંય કલરવ નથી હવે ઘેઘૂર ઘટનામાં
કોઈ પંખી સંતાયેલુ ક્યાં મળે
એકલવાયું સીમ શેઢે ફરકે છે ફફડે છે કોણ
વાડ વેલે ભરાઇ ને પડીયો છે દી આખા નો કણસાટ
લીલી ઝાર ને બાજરા ના મોલમાય
મુઝારો ભરી પડીયો છે
ઓલ્યુ બટાવડુય બોલે તો કયા લગ
ખદબદતા ગારામાં બેક બંગલા મીટ માંડીને ઉભા છે
ને ખીજડેય લટકતા સુગરી ના માળે વાયરો વીંઝાય છે
ને અટાણે હુ શેઢાની પાગથારે
ઢેફા ની માંડી ચુવ ઉકાળી ને લાલઘૂમ ચા
અડાળી મા ભરી ભરી પી રહીયો છૂ
પણ પેલા જેવો કે ફ હવે નથી ચડતો.
– સાભાર દેવશી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ)