તમે શબરીના એઠા બોરની સ્ટોરી તો સાંભળી હશે, પરંતુ તેમના આ ચમત્કાર વિશે તમે કદાચ જાણતા નહિ હોવ

0
626

ભગવાન રામની વિશિષ્ટ ભક્ત શબરીનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે. રામાયણમાં, ભગવાન રામને પ્રેમથી એઠા બોર ખવડાવવાની તેમની વાર્તા ખૂબ પ્રખ્યાત છે. જેમાં શબરી ભગવાનને મીઠા બોર ખવડાવતા પહેલા દરેક બોરને ચાખીને જુએ છે, જેથી ભગવાન માત્ર મીઠા બોર જ ખાય. રામાયણમાં તેમની સાથે જોડાયેલી બીજી વાર્તા વર્ણવવામાં આવી છે.

ઋષિના ઉપદેશોએ જીવન બદલી નાખ્યું : મહર્ષિ માતંગ પંપા સરોવરના કિનારે તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા, ‘પવિત્ર જીવન વિના કોઈ પણ વ્યક્તિ શુદ્ધ પરમાત્માને પામી શકતું નથી. જીવો પર દયા કરો અને ભગવાન રામનું ધ્યાન કરો, આ ધર્મ છે. ધર્મ હંમેશા જાતિ અને કુળના અવરોધોથી મુક્ત હોય છે.

શબરી પણ એક ઝાડની આડ માંથી આ ઉપદેશ સાંભળી રહી હતી, આ સાંભળીને તેમની આંખમાં આંસુ આવી ગયા. તે મહર્ષિના ચરણરજ લાગેલ જમીન પર એવી રીતે આળોટવા લાગી કે જાણે તેને કોઈ અમૂલ્ય ખજાનો મળ્યો હોય. બાળપણથી જ તેમનું મન વ્યગ્ર હતું.

યુવાન થયા ત્યારે તેમના લગ્ન એક કુશળ શિ-કા-રી સાથે કરાવી દીધા હતા. પણ પશુ-પક્ષીઓનું લો-હી જોઈ શબરીનું મન વ્યથિત થઈ જતું હતું. રાત્રિના એકાંતમાં તે આ વિશે વિચારી રહ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે જ તેમને એક રસ્તો સુઝયો. તે મધ્યરાત્રિએ જ ઘરની બહાર નીકળી ગયા અને બે દિવસ સુધી સતત દોડ્યા પછી તે પંપા સરોવરને કિનારે પહોંચી ગયા, જ્યાં માતંગ ઋષિ તેમના શિષ્યો પર જ્ઞાન વર્ષા વરસાવી રહ્યા હતા. ઋષિના શબ્દો સાંભળીને તેમણે અનહદ આનંદ અનુભવ્યો અને થોડા અંતરે ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા.

રોજ પરોપકારના કાર્યો કરતા : શબરી ખૂબ જ સરળ હૃદયના અને પરોપકારી હતા. તે નિયમિતપણે ઋષિઓની ઝૂંપડીઓનો રસ્તો સાફ કરતા, પાણીનો છંટકાવ કરતા અને દરવાજા પર હવન માટે સુગંધિત ફૂલો અને સૂકા લાકડા એકત્રિત કરતા, જેથી ઋષિઓ તેમની પૂજા-વિધિ સારી રીતે કરી શકે. સવારે આ બધું જોઈને ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એકવાર શિષ્યોએ આખી રાત ચોકી કરી ત્યારે તેમને ખબર પડી કે આ કામ શબરી કરી રહ્યા છે. પછી તે શબરીને માતંગ ઋષિની સામે લઇ ગયા.

શબરીનો પરિચય જાણીને ઋષિએ કહ્યું, ‘શબરી ભગવાનની ભક્ત છે.’ તેમણે શબરીને કહ્યું, ‘તું મારી ઝૂંપડી પાસે જ રહી જા, હું ઝૂંપડી બનાવડાવી દઉં છું.’ આ સાંભળીને શબરી સ્તબ્ધ થઈ ગયા, તેમની આંખમાંથી આંસુ વહી ગયા.

સરોવરનું પાણી લો-હી જેવું લાલ થઈ ગયું : માતંગ ઋષિના આ નિર્ણયથી અન્ય ઋષિઓ ગુસ્સે થયા. પંપા સરોવરથી સ્નાન કરીને આવતા સમયે એક ઋષિએ શબરીને ઠપકો આપ્યો અને કહ્યું, ‘અધર્મી, મને સ્પર્શ કરીને અપવિત્ર બનાવી દીધો. હવે મારે ફરીથી સ્નાન કરવું પડશે.’ જ્યારે તેઓ તળાવ પાસે પહોંચ્યા ત્યારે પાણીમાં કીડાઓ પડ્યા હતા અને તેનો રંગ લો-હી જેવો લાલ થઈ ગયો હતો.

જ્યારે માતંગ ઋષિનો અંતિમ સમય આવ્યો, ત્યારે શબરી ખુબ રડી રહી હતી અને કહ્યું, ‘ઋષિવર હું તમારા વિના રહી શકીશ નહીં.’ ઋષિએ તેમને સમજાવ્યું, ‘દીકરી, મારો સમય પૂરો થયો, તું અહીં રાહ જો, દશરથ નંદન રામ આવશે, ત્યારે તારી સાધના પૂર્ણ થશે.’

તે દંડકારણ્યમાં પોતાની ઝૂંપડીની બહાર શ્રી રામની રાહ જોવા લાગી. રામ આવ્યા એટલે સીધા શબરીની ઝૂંપડીમાં ગયા. શ્રી રામને જોઈને શબરી તેમના પગે પડી ગયા અને પોતાની સુધબુધ ગુમાવી દીધી. જ્યારે શ્રી રામે તેમને પ્રેમથી ઉભા કર્યા ત્યારે શબરીએ કહ્યું, ‘ભગવાન, મેં તમારા માટે મીઠા બોર ભેગા કર્યા છે.’ ભગવાન તેમના એઠા બોર ખાધા પછી પ્રસન્ન થયા. આ દ્રશ્ય જોઈને માતંગ ઋષિ પર ક્રોધિત થયેલ સાધુ પસ્તાવા લાગ્યા.

શબરીના સ્પર્શ થતાં જ પાણી ચોખ્ખું થઈ ગયું :

જ્યારે ઋષિએ લક્ષ્મણજીને પંપા સરોવરના પાણી વિશે કહ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘માતંગ ઋષિ પર ક્રોધિત થવાથી, શબરીનું અપમાન કરવા અને ખોટા અભિમાનને કારણે આવું બન્યું છે.’ શબરી દ્વારા પાણીનો સ્પર્શ કરવાથી તે પાણી ચોખ્ખું થઈ જશે. ભગવાનની આજ્ઞાથી શબરીએ સરોવરનો સ્પર્શ કર્યો ત્યારે તે પહેલા જેવું જ પવિત્ર થઈ ગયું.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.