અહીં દર્શન માત્રથી એક – બે નહિ પણ સાત જન્મોના પાપોથી મળે છે મુક્તિ. આમ તો દેશમાં ઘણા સ્થળો ઉપર દેવી મંદિર છે, તેમાંથી ઘણામાં સમય સમયે ચમત્કાર પણ જોવા મળે છે. પરંતુ દેવી મંદિરોમાં સૌથી મોટું 51 શક્તિ પીઠ માનવામાં આવે છે. તે દેવી માં ને ગબ્બર વાળી માતાના નામથી પણ બોલાવવામાં આવે છે કારણ એ છે કે તેનો આવાસ ખાસ કરીને પહાડો ઉપર જ માનવામાં આવે છે. તેથી આજે અમે તમને પહાડોમાં સ્થિત એક એવા દેવી મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.
દેવી માં ના આ શક્તિપીઠના સંબંધમાં માન્યતા છે કે અહિયાં દર્શન માત્રથી એક, બે કે ત્રણ નહિ પરંતુ સાત જન્મોના પાપો માંથી મુક્તિ મળી જાય છે. ઘણી વખત જયારે સત્તકર્મ કરવા છતાં પણ આપણે અનાયાસે જ દુઃખ તકલીફ સહન કરી રહ્યા હોઈએ છીએ અને આપણેને લાગે છે કે આ જન્મમાં તો બધા સારા કાર્ય કર્યા છે. આ કદાચ પાછલા જન્મના કોઈ પાપ છે. તેથી ઘણા જાણકાર બીજા લોકો દેવી માં ના આ શક્તિપીઠના દર્શનની સલાહ આપે છે.
માન્યતા છે કે માં ની કૃપાથી વર્તમાન જ નથી સુધરતું પરંતુ ભૂતકાળ અને પાછલા જન્મના તમામ પાપ પણ માફ થઇ જાય છે. અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ, તે એટલા માટે પણ વિશેષ છે કેમ કે આ 51 શક્તિપીઠો માંથી એક છે. તો આવો જાણીએ આ મંદિર વિષે કે તે ક્યા સ્થાપિત છે? અને આ મંદિર સાથે જોડાયેલા થોડા વધુ રહસ્ય?
51 શક્તિપીઠ માંથી એક જે મંદિરનું અમે વર્ણન કરી રહ્યા છીએ તે છે દેવભૂમિ ઉત્તરાખંડના ટીહરી જનપદમાં આવેલું છે. તે સુરકટ પર્વત ઉપર છે. તે પર્વત માળા સમુદ્રતટથી 9995 ફૂટની ઉંચાઈ ઉપર આવેલું છે. પર્વત ઉપર સ્થાપિત મંદિરનું નામ સુરકંડા દેવી છે. મંદિરમાં દેવી કાળીની મૂર્તિ સ્થાપિત છે. મંદિરમાં પૂરી થતી મનોકામનાઓ લઈને કેદારનાથ અને સ્કંદ પુરાણમાં એક કથા મળે છે. તે મુજબ આ સ્થાન ઉપર પ્રાર્થના કરીને દેવરાજ ઇન્દ્રએ તેનું ગુમાવેલું રાજ્ય પાછુ મેળવ્યું હતું.
પૌરાણીક કથાઓ મુજબ રાજા દક્ષની પુત્રી સતીએ ભોલેનાથને તેના વરના રૂપમાં પસંદ કર્યા હતા. પરંતુ તેની આ પસંદગી રાજા દક્ષને સ્વીકાર ન હતી. એક વખત રાજા દક્ષે એક વૈદિક યજ્ઞનું આયોજન કર્યું. તેમાં બધાને આમંત્રિત કર્યા પરંતુ શિવજીને આમંત્રણ ન મોકલ્યું. ભોલેનાથના અથાગ સમજાવવા છતાં પણ દેવી સતી તેના પિતા દક્ષના યજ્ઞમાં સામેલ થવા ગઈ. ત્યાં ભગવાન શિવ માટે કરવામાં આવેલી તમામ દ્વારા કરવામાં આવેલી અપનામ જનક ટીકાથી તે ઘણી દુઃખી થઇ ગઈ. પરિણામ સ્વરૂપે તેમણે યજ્ઞ કુંડમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.
ભગવાન શિવને જયારે દેવી સતીના મૃત્યુના મળ્યા તો તે ઘણા દુઃખી અને નારાજ થઇ ગયા અને સતી માતાના પાર્થિવ દેહને ખંભા ઉપર રાખી હિમાલય તરત નીકળી ગયા. ભગવાન શિવનો ગુસ્સો અને દુઃખ દુર કરવા માટે અને સૃષ્ટિને ભગવાન શિવના તાંડવથી બચાવવા માટે શ્રીહરિએ તેનું સુદર્શન ચક્ર સતીના નશ્વર દેહને ધીમે ધીમે કાપવા માટે મોકલ્યું. સતીના શરીરના 51 ભાગ થયા અને તે ભાગ જ્યાં પડ્યા ત્યાં પવિત્ર શક્તિપીઠની સ્થાપના થઇ. જે સ્થાન ઉપર માતા સતીનું માથું પડ્યું તે સીરકંડા કહેવાયું જે વર્તમાનમાં સુરકંડા નામથી પ્રસિદ્ધ છે.
મંદિરમાં લાડુ, પેંડા અને માખણ-સાકરનો પ્રસાદ તો તમે ઘણો ગ્રહણ કર્યો હશે. પરંતુ સુરકંડા દેવી માં અલગ જ પ્રકારનો પ્રસાદ મળે છે. અહિયાં પ્રસાદના રૂપમાં ભક્તોને રોંસલીના પાંદડા આપવામાં આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. માન્યતાઓ મુજબ આ પાંદડા જે પણ સ્થાન ઉપર રાખવામાં આવ્યા ત્યાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે. સ્થાનિક નિવાસી તે દેવવૃક્ષ મને છે. એ કારણ છે કે આ વૃક્ષના લાકડાનો ઉપયોગ પૂજા ઉપરાંત કોઈ બીજા કાર્ય એટલે કે બિલ્ડીંગો કે બીજા ધંધાકીય સ્થળો ઉપર નથી કરવામાં આવતું.
સિદ્દવપીઠમાં સુરકંડા મંદિરના દ્વાર આખું વર્ષ ખુલ્લા રહે છે. દેવીના આ દરબારથી બદ્રીનાથ, કેદારનાથ, તુંગનાથ, ચોખંબા, ગૌરીશંકર અને નીલકંઠ સહીત બીજી ઘણી પર્વતમાળા જોવા મળે છે. મંદિરના પુજારી જણાવે છે કે આ મંદિરમાં જે પણ ભક્ત સાચા મનથી દર્શન કરે છે. તેના સાત જન્મોના પાપ દુર થઇ જાય છે. તે મુજબ આમ તો દેવીના દર્શન ક્યારે પણ કરી શકાય છે. પરંતુ ગંગા દશેરા અને નવરાત્રી બે એવા પર્વ છે જયારે માં ના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે દેવીના દર્શન માત્રથી જ શ્રદ્ધાળુઓના તમામ દુઃખ દુર થઇ જાય છે. એ કારણ છે કે આ મંદિરના દર્શન કરવા દેશના ખૂણે ખૂણા માંથી શ્રદ્ધાળુઓ આવે છે.
આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.