જાણો શાકંભરી દેવી સિદ્ધપીઠનો મહિમા, જ્યાં દેવી માં કરે છે ભક્તોના દુઃખ દૂર.

0
377

અહિંયા દેવી માં ના દર્શન માત્રથી તમામ દુઃખ થઇ જાય છે દુર, દરરોજ દુર દુરથી લોકો દર્શન કરવા આવે છે.

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં શહેરથી લગભગ 45 કી.મી. દુર બેહત તાલુકામાં પહાડોની તળેટીમાં આવેલ માં શાકંભરી દેવી શક્તિપીઠનું ઘણું મહત્વ છે. પ્રાકૃતિક સોંદર્યની વચ્ચે પહાડોની તળેટીમાં આવેલા માં શાકંભરી દેવી સિદ્ધપીઠમાં લાખો લોકો આવે છે. માન્યતા છે કે, અહીં દેવી માં ના દર્શન માત્રથી માણસના તમામ દુઃખ દુર થઇ જાય છે. કહેવામાં આવે છે કે જયારે દુગમાસુર નામના રાક્ષસથી ત્રણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, ત્યારે દેવતાઓના આહ્વાન ઉપર માં શાકંભરી દેવી પ્રગટ થયા હતા.

ત્યાર પછી શાકંભરી દેવીનું દાનવો સાથે ભી-ષણ યુદ્ધ થયું, જેમાં માં એ રાક્ષસોનો અંત કરી દીધો. પણ તે યુદ્ધને કારણે પૃથ્વી ઉપરથી હરિયાળી સમાપ્ત થઇ ગઈ હતી. દેવતાઓની પ્રાર્થના ઉપર માં ભગવતીએ કંદમૂળ અને શાકભાજી ઉત્પન કર્યા, જેથી માનવ જાતીને પોષણ મળી શકે. એટલા માટે માં ભગવતીને અહિયાં શાકંભરી દેવીના નામથી પૂજવામાં આવે છે.

લાગે છે ભક્તોની ભીડ : માં શાકંભરી દેવીના દર્શન માટે દુર દુરથી ભક્તો આવે છે. દેવી માં ના દરબારમાં સવારથી જ ભક્તોની ભીડ એકઠી થવાનું શરુ થઇ જાય છે. ભક્તો લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહીને માં ના જય જયકાર લગાવે છે અને માં ના દર્શનની રાહ જુવે છે.

ઘણા શ્રદ્ધાળુઓ જમીન ઉપર આળોટીને (સુતા સુતા) પોતાની યાત્રા પૂરી કરે છે. માન્યતા છે કે માં શાકંભરી દેવીના દર્શન પહેલા મંદિરથી લગભગ 1 કી.મી. પહેલા આવેલા ભૂરા દેવ મંદિરમાં દર્શન કરવા જરૂરી છે. ત્યાર પછી જ માં ના દર્શન માટે આગળ જઈ શકાય છે.

નવરાત્રીમાં અહિયાં પૂજા આરાધનાનું વિશેષ મહત્વ : અહિયાં આવતા ભક્તોનું કહેવું છે કે, માં શાકંભરી દેવીના દર્શન કર્યા પછી મનને ઘણી શાંતિ મળે છે. પહાડોની વચ્ચે બનેલા માં ના મંદિરની અદ્દભુત છટા જોવા જેવી હોય છે. ઉપરથી જોવાથી મંદિર અને તેની આસપાસનુ દ્રશ્ય મનને મોહી લેવા વાળું હોય છે.

બજારમાં પ્રસાદની દુકાન શણગારેલી હોય છે. માં શાકંભરી દેવીના દરબારમાં આમ તો આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. પણ નવરાત્રીમાં અહિયાં પૂજા આરાધનાનું વિશેષ મહત્વ છે. એ કારણ છે કે નવરાત્રીમાં અહિયાં લાખો લોકોની ભીડ ઉમટે છે. ભગવાન શિવની શક્તિ – માં જગદંબાના અનેક રૂપોમાંથી એક રૂપ માં શાકંભરી દેવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.