ભારતમાં આ જગ્યાએ છે કૌરવોના મામા શકુનીનું મંદિર, અહિયાં લોકોના આવવાનું કારણ જાણીને ચોંકી જશો.

0
424

આપણે ત્યાં દુર્યોધન, શકુનીથી લઈને પૂતના સુધીના દુષ્ટ પ્રકૃતિવાળાના મંદિર આવેલા છે, જાણો કયું મંદિર ક્યાં આવેલું છે.

ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અહિયાં દરેક જગ્યાએ કોઈને કોઈ દેવી દેવતાના મંદિર મળી આવે છે. અહિયાંના કેટલાક મંદિર તો અતિ પ્રાચીન છે અને કેટલાક તેની વિશેષતા માટે ઓળખાય છે. કેટલાક મંદિરો સાથે જ્યોતિષીય પક્ષ પણ જોડાયેલા છે.

આપણા દેશમાં કેટલાક મંદિરો એવા પણ છે જે આશ્ચર્યનું કેન્દ્ર છે, કેમ કે આ મંદિરો કોઈ દેવી દેવતાના નથી પણ રાક્ષસો કે રાક્ષસ પ્રવૃત્તિના લોકોના છે. તેમ છતાં પણ લોકો અહિયાં શ્રદ્ધાથી માથું મનાવે છે અને પરંપરાનું પાલન પણ કરે છે. આજે અમે તમને કેટલાક એવા જ મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

શકુનીનું મંદિર (Shakuni Temple, Kerala) : મહાભારત થવાના મુખ્ય કારણો માંથી એક શકુનીને કોણ નથી ઓળખતું. તે ગાંધાર દેશના રાજા અને કૌરવોના મામા હતા. આજે પણ શકુનીને એક ખલનાયક તરીકે જોવામાં આવે છે. પણ કેરળના કોલ્લમ જીલ્લામાં તેમનું મંદિર બનેલું છે. આ મંદિરમાં લોકો તાંત્રિક ક્રિયાઓ માટે આવે છે.

દુર્યોધન મંદિર (Duryodhana Temple, Kerala) : કેરળના કોલ્લમ જીલ્લામાં દુર્યોધનનું મંદિર પણ આવેલું છે. આ મંદિર શકુનીના મંદિરથી થોડે જ દુર આવેલું છે. કુરુ વંશમાં જન્મ લેવા વાળા દુર્યોધનમાં રાક્ષસી વૃત્તિ હતી, તેમ છતાં પણ અહીં તેની પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં પણ દુર્યોધનનું એક મંદિર છે.

પૂતના મંદિર (Putna Mandir, Gokul) : શ્રીમદ્દ ભાગવત મુજબ, પૂતના એક રાક્ષસી હતી. જયારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં જન્મ લીધો હતો, ત્યારે કંસે તેમને મા-ર-વા-મા-ટે પૂતનાને મોકલી હતી. પૂતનાએ માં ના રૂપમાં કૃષ્ણને દૂધ પિવરાવવાના બહાને ઝે-ર-પી-વ-રા-વ-વા-નો પ્રયત્ન કર્યો હતો, પણ શ્રીકૃષ્ણએ તેનો વ-ધ-ક-રી દીધો. ગોકુળમાં આજે પણ પૂતનાનું એક મંદિર બનેલું છે. આ મંદિરમાં પૂતનાની સુતેલી મૂર્તિ છે, જેની છાતી ઉપર બાળકૃષ્ણ બેસીને દૂધ પિતા જોવા મળે છે.

હિડિંબા મંદિર (Hidimba Temple, Manali) : મહાભારત મુજબ હિડિંબા મહાશક્તિશાળી ભીમની પત્ની હતી અને તે એક રાક્ષસી હતી. જો કે તેણીએ રાક્ષસી હોવા છતાં પણ ધર્મનો સાથ આપ્યો હતો. ઘટોત્કચ હિડિંબાનો જ પુત્ર હતો. હિમાચલના મનાલીમાં હિડિંબાનું એક મંદિર બનેલું છે અને ત્યાં નિયમિત રીતે તેમની પૂજા કરવામાં આવે છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.