શું મહાભારતના શકુની મામાના પાસા હકીકતમાં તેમની વાત સાંભળતા હતા, જાણો તેનું રહસ્ય શું હતું

0
1038

શકુની મામાના પાસામાં એવું તે શું જાદુ હતું કે તે ક્યારેય હારતા ન હતા, અહીં જાણો તેના વિષે.

મહાભારતનું મુખ્ય પાત્ર જેના કારણે આખું મહાભારત થયું, તે હતા મામા શકુની. શકુની ગાંધાર રાજ્યના રાજા અને ગાંધારીનો ભાઈ હતા. એવું કહેવાય છે કે ભાઈએ બહેનના ઘરે વધુ ન રહેવું જોઈએ, પરંતુ પાંચમા વેદ મહાભારત અનુસાર, શકુનિ એવા પહેલા ભાઈ હતા જેઓ તેમની બહેન ગાંધારીના સાસરિયાના ઘરે સૌથી વધુ રહેતા હતા.

ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા. આ કારણે શકુની તેમના સાળા અને કૌરવોના મામા હતા, જેમણે એક સુખી કુટુંબને મહાભારતનું રણક્ષેત્ર બનાવી દીધું. તેમના આ કામને કારણે અનેક યુગો વીતી ગયા પછી આજે પણ લોકોના મામા ગમે તેટલા સારા કેમ ન હોય પણ ઘણા લોકો તેમને શકુની જ કહે છે.

કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા મહાભારતના સૌથી મહાન રચયિતા શકુનીના પાસા હતા, જેમણે પાંડવો પાસેથી બધું જ છીનવી લીધું હતું, અને તેને ફરીથી મેળવવા માટે પાંડવોને કૌરવો સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. એવામાં સવાલ એ થાય છે કે છેવટે, શકુનીના પાસામાં એવી કઈ જાદુઈ શક્તિ હતી? જેણે ક્યારેય શકુનીને હારવા ન દીધા. તેમના પાસા ફક્ત તેમનું જ સાંભળતા અને તેઓ જે કહેતા તે અંક આવતા. આવો જાણીએ શકુનીના પાસા પાછળ છુપાયેલા રહસ્ય વિષે.

હકીકતમાં, તે શકુનીના મામા જ હતા જેમણે પાંડવો સામે દુર્યોધનના કાન ભંભેર્યા અને તેમના હૃદયમાં તેમના માટે તિરસ્કાર ભરી દીધો. પછી તેમણે ચોપાટની રમતમાં હરાવીને પાંડવો પાસેથી રાજ્ય સહિત દ્રૌપદીને પણ જીતી લીધી. આ કારણોસર કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું, જેથી પાંડવો કૌરવો પાસેથી બધું પાછું લઈ શકે. જોકે મહાભારતના એક તથ્ય અનુસાર શકુનિ જાણતા હતા કે, આ યુદ્ધમાં કુરુ વંશનો વિનાશ નિશ્ચિત છે, તેમ છતાં તેમણે મહાભારતનું યુદ્ધ શા માટે રચ્યું? શા માટે તેમણે પોતાની બહેન ગાંધારીના સમગ્ર વંશનો નાશ કર્યો?

સૌથી પહેલા શકુની મામાના ચરિત્રની વાત કરીએ તો શકુની હંમેશા ક્રૂર અને ચાલાક ન હતા, તે એક સારા પુત્ર અને જવાબદાર ભાઈ હતા. જે પોતાની બહેનના લગ્ન કરાવવા વિષે વિચારતા હતા, પણ તે ક્યારેય ઈચ્છતા ન હતા કે તેમની બહેન ગાંધારીના લગ્ન અંધ ધૃતરાષ્ટ્ર સાથે થાય. ભીષ્મના દબાણને કારણે તેમણે આ વાત સ્વીકારી લીધી અને ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરાવ્યા. આનો બદલો લેવા માટે શકુનીએ આ કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે. (અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

શકુનીએ જે પાસાથી આ યુદ્ધ જીત્યું તેની વાર્તા પણ ઘણી વિચિત્ર છે. એવું કહેવાય છે કે ગાંધારીએ લગ્ન પછી ધૃતરાષ્ટ્રને કંઈક એવું કહ્યું, જેના કારણે ધૃતરાષ્ટ્રે ગાંધાર રાજ્ય પર હુ-મ-લો કર્યો અને ગાંધારીના સમગ્ર પરિવારને બંદી બનાવી લીધો. દરેકને એટલો જ ખોરાક આપવામાં આવતો હતો કે તેઓ ધીમે ધીમે મ-રુ-ત્યુપામે, તેથી દરેક વ્યક્તિએ એવી વ્યક્તિને બચાવવાનું વિચાર્યું જે આ કૌરવોનો નાશ કરી શકે અને તેમની સાથે થયેલા અન્યાયનો બદલો લઈ શકે.

પછી બધાએ શકુનીને બચાવવાનું નક્કી કર્યું અને તેને પોતાનું ભોજન આપવાનું શરૂ કર્યું. કારાવાસમાંથી બહાર નીકળ્યા પછી શકુની પોતાનું ધ્યેય ભૂલી ન જાય તેથી તેમનો એક પગ ભાંગી નાખ્યો હતો. આ કારણથી શકુની લંગડાતા લંગડાતા ચાલતા હતા.

હવે પાસાનું રહસ્ય જણાવીએ. હકીકતમાં શકુનીના પાસા તેમના પિતાના હાડકામાંથી બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે જ્યારે બધા કારાવાસમાં હતા ત્યારે તેમના પિતાએ શકુનીનો ચોપાટ પ્રત્યેનો રસ જોઈને કહ્યું હતું કે, તમે મારી આંગળીઓથી પાસા બનાવજે. તેમાં મારી પીડા અને રોષ હશે જે તને ક્યારેય ચોપાટમાં હારવા નહીં દે. આ જ કારણ હતું કે શકુની ક્યારેય હાર્યા નહીં અને તેમણે પાંડવો પાસેથી બધું જ છીનવી લીધું.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.