શકુનીના કેટલા પુત્રો હતા અને તેમણે કુરુક્ષેત્રમાં કોનો સાથ આપ્યો હતો, જાણો અજાણી વાતો.

0
734

મહાભારત એ હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથમાં એવા ઘણા પાત્રો છે જેમના વિશે લોકો બહુ ઓછું જાણે છે. શકુની પણ મહાભારતનું આવું જ એક પાત્ર છે. શકુની દુર્યોધનની માતા ગાંધારીના ભાઈ એટલે કે કૌરવોના મામા હતા.

શકુની મહાભારતના સૌથી મોટા ખલનાયક હતા. કૌરવોને પાંડવો સામે ઉશ્કેરવાનું કામ શકુનીએ કર્યું હતું એમ કહેએ તો તે અતિશયોક્તિ નહીં ગણાય. દુર્યોધનની કુટિલ નીતિઓ પાછળ શકુનીનો હાથ હતો. શકુનિએ કપટથી પાંડવોને જુ-ગા-ર-માં હરાવ્યા હતા. જેના કારણે પાંડવોએ વનવાસ ભોગવવો પડ્યો હતો. શકુની સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શકુની સાથે જોડાયેલી કેટલીક વધુ રસપ્રદ વાતો નીચે મુજબ છે.

શકુની ગાંધારના રાજા હતા : મહાભારત મુજબ શકુનીના પિતાનું નામ રાજા સુબલ અને માતાનું નામ સુદર્મા હતું. રાજા સુબલ ગાંધાર (હાલનું અફઘાનિસ્તાન) ના રાજા હતા. તેમના મ-રુ-ત્યુ પછી, શકુની ગાંધારના રાજા બન્યા, પણ પોતાની બહેન ગાંધારીના લગ્ન પછી, તે મોટાભાગનો સમય હસ્તિનાપુરમાં રહ્યા. એવું પણ માનવામાં આવે છે કે શકુની ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્નની વિરુદ્ધ હતા. પણ ભીષ્મ સામે તે કંઈ કરી શક્યા નહિ. આનો બદલો લેવા તે હસ્તિનાપુર આવ્યા અને કુરુક્ષેત્ર યુદ્ધનું મુખ્ય કારણ બન્યા.

શકુનીને 3 પુત્રો હતા : મહાભારત અનુસાર શકુનીની પત્નીનું નામ આરશી હતું. તેમને 3 પુત્રો હતા ઉલુક, વૃકાસુર અને વૃપ્રચિટ્ટી. આ ત્રણેએ કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોને સાથ આપ્યો હતો. યુદ્ધની શરૂઆત પહેલા કૌરવો તરફથી પાંડવોને ડરાવવા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઉલુકે આ સંદેશ પાંડવોને સંભળાવ્યો હતો. ઉલુકનો વ-ધ સહદેવે કર્યો હતો. વૃકાસુરનો વ-ધ નકુલે કર્યો હતો, જ્યારે વૃપ્રચિટ્ટી યુદ્ધમાં બચી ગયો હતો અને ગાંધારનો રાજા બન્યો હતો.

યુદ્ધના છેલ્લા દિવસે શકુનો વ-ધ થયો હતો : મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. યુદ્ધના છેલ્લા દિવસે સહદેવ અને શકુની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરંતુ તે પહેલા સહદેવે ઉલુકનો વ-ધકર્યો હતો, આ જોઈ શકુની યુદ્ધ છોડીને ભાગવા લાગ્યા. સહદેવ તેમની પાછળ ગયા અને શકુનીને પકડ્યા. ઘાયલ હોવા છતાં શકુનીએ સહદેવ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અને અંતે સહદેવ દ્વારા તેમનો વ-ધ થયો.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.