શનિના અસ્ત થવાથી આ 4 રાશિ વાળાને રહેવું પડશે સાંભળીને, સહન કરવી પડશે મુશ્કેલીઓ.

0
1192

આ રાશિઓના લોકો માટે શનિનું અસ્ત થવું પીડાદાયક સાબિત થશે, 32 દિવસ ખુબ સાવચેત રહેવું પડશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તન અને અસ્ત થવાની વિશેષ અસર તમામ રાશિના લોકો ઉપર જરૂર પડે છે. આ ગ્રહોમાં શનિદેવનું વિશેષ મહત્વ છે. તેને ન્યાયધીશ પણ કહેવામાં આવે છે એટલે મનુષ્યને તેમના સારા ખરાબ કર્મોનું ફળ શનિદેવ જ આપે છે.

આ વખતે શનિદેવ 22 જાન્યુઆરીના રોજ અસ્ત થશે ત્યાર પછી 22 ફેબ્રુઆરી 2022 ના રોજ ઉદય થઇ જશે. શનિના 32 દિવસ સુધી અસ્ત રહેવાને કારણે તેની અસર દરેક રાશિઓ ઉપર પડશે. અને આ કારણો દર 32 દિવસ માટે કેટલીક રાશિઓના લોકોને પીડા અને તકલીફો વેઠવી પડશે. તે રાશિઓ નીચે મુજબ છે.

કર્ક રાશિ : શનિના અસ્ત થવાથી કર્ક રાશિના લોકોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. નોકરી કરવા વાળાને તણાવ મળી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે માથાકૂટ થવાથી તમારું મન નોકરીમાં નહિ લાગે. ધન હાની થવાની પણ સંભાવના છે અને કોઈ બેદરકારીને કારણે તમારે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

મિથુન રાશિ : આ રાશિના લોકો માટે શનિનું અસ્ત થવું પીડાદાયક સાબિત થશે. કાર્યોમાં સતત નિષ્ફળતા મળવાથી તમારું મન દુઃખી રહી શકે છે. આ સમયે મિથુન રાશિના લોકો ઉપર શનિનો અઢી વર્ષનો પ્રકોપ (ઢૈય્યા) શરુ છે. તમને આરોગ્ય સંબંધી તકલીફો જોવા મળી શકશે. વધુ પડતું ધન ખર્ચ થવાને કારણે તમે તમારા જીવનસાથી સાથે ઝગડા કરી શકો છો. કોઈને નાણા ઉધાર આપવાથી તમારું મન બેચેન રહી શકે છે. નોકરીમાં પરેશાનીઓ આવી શકે છે અને બિઝનેસ કરવા વાળા લોકો માટે આવનારા 32 દિવસ સારા નહિ રહે.

કન્યા રાશિ : 32 દિવસ સુધી શનિના અસ્ત થવાને કારણે કન્યા રાશિના લોકો ઉપર તેની નકારાત્મક અસર જોવા મળશે. કોઈ પણ કામમાં મન નહિ લાગે. આરોગ્ય સંબંધી તકલીફો રહેશે. તમારે સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. પિતા સાથે ઝગડા થવાથી તમારું મન ઘરમાં નહિ લાગે જેથી કોઈ પણ કામમાં તમારું મન સારી રીતે નહિ લાગે.

તુલા રાશિ : તુલા રાશિના લોકો ઉપર પણ શનિના અસ્ત થવાની ખરાબ અસર પડશે. ઝગડા વધવાથી તમારી ચિંતા વધી શકે છે. તમે કોઈ કાયદાની બાબતમાં ફસાઈ શકો છો. જેથી તમારે માનસિક તકલીફો પણ ઉભી થઇ શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે માથાકૂટ ઉભી થવાની સંભાવના છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.