શનિદેવના આ મંદિરોના દર્શન માત્રથી દુર થઇ જાય છે શનિ દોષ, જાણો ચમત્કારી શનિ મંદિરો વિષે.

0
986

ભારતમાં આવેલા શનિદેવના આ મંદિરના એક વખત તો દર્શન કરવા જ જોઈએ, જાણો તેમની વિશેષતાઓ.

આજે આપણે શનિદેવના 5 ચમત્કારી મંદિર વિષે જાણીશું. આ મંદિરોના દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો આવે છે. ભક્તો પોતાની સમસ્યા લઈને આવે છે અને શનિદેવ પોતાના ભક્તોના દુઃખ દુર કરે છે. માન્યતા છે કે આ મંદિરોના દર્શન કરવાથી શનિ દોષ પણ દુર થાય છે.

શનિ શીંગણાપુર, મહારાષ્ટ્ર – મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં આવેલું શનિદેવનું આ મંદિર ચમત્કારોને કારણે ઘણું પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અહિયાં શનિદેવના દર્શન માત્રથી લોકોના તમામ દોષ દુર થઇ જાય છે. આ મદિરમાં શનિદેવની મૂર્તિ ખુલ્લા આકાશનિ નીચે સ્થાપિત કરવામાં આવી છે. આ ગામમાં લોકો પોતાના ઘરમાં તાળા નથી લગાવતા. એવું માનવામાં આવે છે કે, આ ગામનું રક્ષણ પોતે શનિદેવ કરે છે. આ મંદિરમાં જે કોઈ શનિદેવના દર્શન કરે છે તેમના તમામ દુઃખ દુર થઇ જાય છે.

શનિશ્ચરા મંદિર, ગ્વાલિયર – ગ્વાલિયરમાં આવેલા આ મંદિરને લઈને માન્યતા છે કે, હનુમાનજીએ લંકામાંથી શનિદેવનું પીંડ ફેંક્યું હતું જે અહિયાં આવીને પડ્યું હતું. ત્યાર પછી અહિયાં શનિદેવની સ્થાપના કરી દેવામાં આવી. મંદિરમાં શનિદેવની પૂજા પછી તેમને સરસીયાનું કે તલનું તેલ ચડાવવામાં આવે છે. ત્યાર પછી શનિદેવને ગળે લગાવીને પોતાના દુઃખો જણાવવામાં આવે છે. ત્યાર પછી વ્યક્તિને તમામ તકલીફો માંથી છુટકારો મળી જાય છે.

સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર, ગુજરાત – ગુજરાતના ભાવનગરના સારંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરની ખાસ વાત એ છે કે, અહિયાં હનુમાનજીની સાથે શનિદેવની મૂર્તિ પણ બિરાજિત છે. શનિદેવ આ મંદિરમાં સ્ત્રીના રૂપમાં વિરાજમાન છે અને તે હનુમાનજીના ચરણોમાં બેઠા છે.

માન્યતા છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ છે તો હનુમાનજીના દર્શન અને પૂજા કરીને તમામ દોષો માંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે શનિદેવના આ મંદિરના દર્શન એક વખત તો જરૂર કરવા જોઈએ. એમ કરવાથી શનિદેવ તરફથી મળતા કષ્ટો માંથી જીવનભર માટે મુક્તિ મળી જાય છે.

કોકિલાવન ધામ – યુપીના મથુરામાં આવેલા કોસીકલામાં કોકિલાવન નામનું શનિદેવનું આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. આ ચમત્કારીક મંદિરને લઈને માન્યતા છે કે, કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની વક્ર દૃષ્ટિ છે, તો તેણે અહિયાં શનિદેવના દર્શન માટે એક વખત જરૂર આવવું જોઈએ. દર્શન પછી પરિક્રમા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણએ પોતે અહિયાં શનિદેવને દર્શન આપ્યા છે. સાથેજ એ વરદાન આપ્યું હતું કે, અહિયાં આવીને પૂજા અને પરિક્રમા કરશે તેના તમામ શનિદોષ દુર થઇ જશે.

શનિ મંદિર ઇન્દોર – મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું શનિદેવનું આ મંદિરનું ઘણી રીતે મહત્વપૂર્ણ છે. જૂની વિસ્તારમાં બનેલા આ મંદિરમાં ભગવાન શનિનો 16 શૃંગાર કરવામાં આવે છે. કાળા પથ્થરોથી બનેલા આ મંદિરમાં ભગવાનને શાહી વસ્ત્ર પહેરાવવામાં આવે છે. ખુબ જ અલગ અંદાઝમાં તેમનો શૃંગાર કરવામાં આવે છે. કહેવાય છે કે મંદિરમાં શનિદેવના દર્શન પછી શનિ કષ્ટ માંથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જરૂરી હોય છે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.