શા માટે લોકો પોતાના ઘરમાં શનિદેવની મૂર્તિ કે ફોટા નથી રાખતા, અહીં જાણો તેનું કારણ.
શનિદેવને ખૂબ જ ક્રૂર દેવતા માનવામાં આવે છે. તે કર્મો પ્રમાણે ફળ આપે છે તેથી તેને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવની કૃપા વ્યક્તિને વિશેષ બનાવે છે. તેથી શનિ ભક્તોની કોઈ અછત નથી અને શનિવાર સહિતના ખાસ પ્રસંગોએ શનિ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે.
પરંતુ તમે ક્યારેય એ વિચાર્યું છે કે, અન્ય દેવતાઓની જેમ શનિદેવની મૂર્તિ કે ફોટો ઘરમાં કેમ નથી રાખવામાં આવતા. જ્યારે સામાન્ય રીતે ઘરોમાં રાધા-કૃષ્ણ, શિવ પરિવાર, ગણેશજી અને ભગવાન રામ અને બીજા ઘણાબધા દેવી-દેવતાઓની મૂર્તિઓ અથવા ફોટા હોય છે. આ સાથે ઘરમાં દરરોજ તેમની પૂજા પણ કરવામાં આવે છે.
તે એક શાપ છે : પૌરાણિક માન્યતા અનુસાર, શનિદેવને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તે જેની પર નજર નાખશે તેનું અશુભ થશે. તેથી લોકો શનિદેવની મૂર્તિ કે ફોટો ઘરમાં નથી રાખતા, જેથી તેઓ તેમની નજરથી દૂર રહે. એટલું જ નહીં એવી પણ માન્યતા છે કે, શનિદેવની પૂજા કરતી વખતે પણ ક્યારેય તેમની મૂર્તિની બરાબર સામે ઊભા રહીને તેમના દર્શન ન કરવા જોઈએ. પણ શનિદેવના દર્શન હંમેશા મૂર્તિની જમણી કે ડાબી બાજુએ ઉભા રહીને જ કરવા જોઈએ.
આવી મૂર્તિની પૂજા કરવી શ્રેષ્ઠ છે : શનિદેવની દૃષ્ટિથી બચવા માટે શનિદેવની મૂર્તિને બદલે તેમના શિલા સ્વરૂપના દર્શન કરવા જોઈએ. આ સિવાય પીપળાના વૃક્ષની પૂજા કરવી, સરસવના તેલનો દીવો કરવો અથવા શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું એ પણ શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ગરીબ, અસહાય લોકોની મદદ અને સેવા કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.