આ તિથિએ જન્મેલા લોકો ઉપર શનિદેવની વિશેષ દૃષ્ટિ રહે છે, ખંતથી લખે છે સફળતાની ગાથા .

0
788

જે લોકોનો જન્મ આ ત્રણ તારીખો પર થયો હોય છે તેમના પર શનિદેવની વિશેષ કૃપા રહે છે, મળે છે આ લાભ.

અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા એટલે કે 1 થી 9 સુધીની સંખ્યાને એક એક ગ્રહ સાથે જોડવામાં આવી છે. મૂળાંક 8 નો સ્વામી ગ્રહ શનિ હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 હોય છે.

8 મૂળાંકવાળા લોકો કેવા હોય છે?

એવું માનવામાં આવે છે કે મૂળાંક 8 ના લોકો ખૂબ જ રહસ્યમય વ્યક્તિત્વના હોય છે. આ લોકોને સમજવું ખૂબ મુશ્કેલ હોય છે. તેઓ ક્યારે, ક્યાં અને શું કરશે એ બાબતમાં તેમની માનસિક સ્થિતિ જાણવી ખૂબ મુશ્કેલ હોય છે. ઘણી વખત લોકો તેમના વ્યક્તિત્વ વિશે જાણતા નથી. લાંબા સમય સુધી તેમની સાથે રહેનાર વ્યક્તિ જ તેમનું મહત્વ સમજી શકે છે. આવા લોકો જે પણ કરવાનું નક્કી કરે છે, તે સંપૂર્ણ બળ અને ધગસ સાથે કરે છે. તેમને કોઈ પણ કામ અધૂરું છોડવાનું બિલકુલ પસંદ નથી.

મૂળાંક 8 વાળાની કારકિર્દી :

શનિ આ મૂળાંકનો સ્વામી ગ્રહ હોવાને કારણે, તેમની ઊંચાઈ ઓછી અને શ્યામ રંગ હોય છે. તેમની ચાલવાની, ઉઠવાની અને બેસવાની રીત અલગ હોય છે. આમાંના મોટાભાગના લોકોના વાળ વાંકડિયા હોય છે. ચાલવું હોય કે કોઈ પણ કામ કરવું, તેમની ગતિ ઘણી ધીમી હોય છે. કામ પ્રત્યેનો તેમનો જુસ્સો અને સમયની પાબંદી આ લોકોના પ્રિય બનાવે છે.

તેમના વિચારો જવાબદારી ભર્યા, શુદ્ધ અને ગંભીર હોય છે. તેમની અંદર છુપાયેલ નિર્ભયતા, જુસ્સો અને નિખાલસતા તેમને સમાજમાં ઘણું સન્માન અપાવે છે. જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હોય છે, તેથી તેઓ ખૂબ ધીરજ અને મનથી કામ કરે છે.

ઉચ્ચ મહત્વકાંક્ષાઓને કારણે કેટલાક લોકોનો સ્વભાવ ખૂબ જ કઠોર અને જિદ્દી બની જાય છે. તેમની નાણાકીય સ્થિતિ સારી હોય છે, કારણ કે મૂળાંક 8 વાળા લોકોમાં પૈસા ભેગા કરવાની સારી આવડત ધરાવતા હોય છે. તેઓ નકામા ખર્ચ બિલકુલ કરતા નથી, જે પણ ખર્ચ કરે છે તે ખૂબ જ સમજી વિચારીને કરે છે. આ જ કારણ છે કે તેઓ પુષ્કળ પૈસા ભેગા કરે છે અને ધનવાન બને છે.

તેમના માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ જ શુભ હોય છે. તેમના માટે કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખ શુભ હોય છે, અને આ તારીખોમાં નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ, આ તારીખો પ્રગતિના દ્વાર ખોલે છે. તેમણે રવિવાર અને મંગળવારે કોઈ પણ કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. રંગોની વાત કરીએ તો ઘેરો બદામી, કાળો અને વાદળી રંગ અનુકૂળ છે કારણ કે આ રંગો શનિદેવના પણ છે. શનિદેવ આ અંકના સ્વામી છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.