શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનો થશે ઉદ્ધાર, થશે નાણાકીય લાભ, શનિની દશાથી મળશે મુક્તિ.

0
1255

શનિદેવની કૃપાથી આ 3 રાશિના લોકોને દુઃખ-દર્દથી મળશે રાહત, શું તમારી રાશિ પણ છે આમાંથી એક.

શનિદેવની કૃપાથી ત્રણ રાશિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. વર્ષ 2022 માં શનિદેવનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે. હાલમાં મિથુન, તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહ્યો છે જ્યારે ધનુ, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે.

શનિનું રાશિ પરિવર્તન 2022 : હિન્દુ કેલેન્ડર મુજબ, 29 એપ્રિલ, 2022 ના રોજ શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિના ગોચરના કારણે તમામ 12 રાશિઓ પર અસર કરશે. ત્રણ રાશિના લોકોને શનિના રાશિ પરિવર્તનથી વિશેષ લાભ મળવાના છે.

મિથુન : શનિના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોને શનિના અઢી વર્ષના પ્રકોપથી મુક્તિ મળશે. શનિના અઢી વર્ષના પ્રકોપની સમાપ્તિ થતાં જ આ રાશિ સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ જશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. નાણાંકીય લાભની સ્થિતિ રહેશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે.

તુલા : તુલા રાશિના લોકો પર શનિનો અઢી વર્ષનો પ્રકોપ ચાલી રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને શનિના અઢી વર્ષના પ્રકોપ મુક્તિ મળશે. અઢી વર્ષનો પ્રકોપ ખતમ થતાં જ તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. શનિનું રાશિ પરિવર્તન પૈસાની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે.

ધનુ : ધનુ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. 29 મી એપ્રિલ 2022 ના રોજ શનિના ગોચર સાથે તમને શનિની દશાથી મુક્તિ મળશે. આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં આવનારા અવરોધોથી મુક્તિ મળશે. નવા લોકો સાથે મુલાકાત થવાની શક્યતા છે, જે તમારી કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી લાઈવ હિન્દુતાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.