શનિદેવની છે કુલ 8 પત્નીઓ, તેમના નામના જાપ કરવાથી દુર થાય છે જીવનના દરેક કષ્ટ.

0
935

શું તમે જાણો છો શનિદેવની 8 પત્નીઓના નામ? તેમના નામથી શનિદેવના ગુસ્સાને આવી રીતે કરો શાંત.

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે. તે આપણને આપણા કર્મોના આધારે સુખ કે દુઃખ આપે છે. કહેવાય છે કે, શનિદેવનો ગુસ્સો ઘણો ખતરનાક હોય છે. જો તે કોઈ વ્યક્તિથી નારાજ થઇ જાય તો તેના જીવનમાં દુ:ખોના પહાડો આવી જાય છે. આ સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખુબ મુશ્કેલ બની જાય છે. પણ જો તમે શનિદેવની 8 પત્નીઓના નામના જાપ કરો છો તો તેમના ગુસ્સાને શાંત કરી શકો છો.

શનિદેવને છે 8 પત્નીઓ : ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે શનિદેવને કુલ 8 પત્નીઓ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જયારે પણ શનિદેવ ગુસ્સે થાય છે તો તેમની પત્નીઓના નામનો જાપ કરીને તેમને શાંત કરી શકાય છે. એટલું જ નહિ શનિદેવની પત્નીઓના નામનો જાપ કરવાથી શનિદેવ એટલા પ્રસન્ન થઇ જાય છે કે, ભક્તના જીવનના તમામ કષ્ટ પણ દુર કરી શકે છે. જો તમારી કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં છે કે તમારી ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે, તો પણ શનિદેવની પત્નીઓના નામ લઈને એ સ્થિતિ માંથી નીકળી શકાય છે.

શનિદેવની પત્નીઓના નામ : તમારા માંથી ઘણા ઓછા લોકોએ જ શનિદેવની પત્નીઓ વિષે સાંભળ્યું હશે. જો સાંભળ્યું હશે તો પણ તેમના નામ ભાગ્યે જ કોઈને ખબર હશે. તેથી આજે અમે તમને તેમની આઠેય પત્નીઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ. આ નામ છે ધ્વજીની, ધામીની, કલહપ્રિયા, કંકાલી, તુરંગી, કંટકી, મહિષી અને અજા.

આ મંત્રથી જપો શનિદેવની પત્નીઓના નામ : શનિદેવની પત્નીઓના નામ એક મંત્રમાં સમાયેલા છે. આ મંત્ર તમે શનિવારના દિવસે શનિદેવ સામે બેસીને જપો. તેને જપવાથી તમારી ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. સાથે જ શનિદેવનો ગુસ્સો શાંત થશે. આ મંત્ર છે-

ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाऽथ तुरंगी महिषी अजा।।

शनेर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्। दुःखानि नाशयेन्नित्यं सौभाग्यमेधते सुखम।।

શનિવારના દિવસે ધ્યાનમાં રાખો આ બાબતો : આ મંત્રના જાપ ઉપરાંત શનિવારના રોજ કાંઈક વિશેષ વસ્તુનું ધ્યાન પણ રાખો. જેમ કે આ દિવસે શનિદેવની મૂર્તિ ઉપર કાળા તલ અને સરસીયાનું તેલ ચડાવો. શનિવારે લોખંડ કે લોખંડમાંથી બનેલી વસ્તુ, તેલ વગેરે ન ખરીદશો. મોટા વડીલનું સન્માન કરો અને કોઈને અપશબ્દ ન કહો. શનિવારે ગરીબ અને નિસહાય લોકોની મદદ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિવારના રોજ વ્રત રાખો : શનિવારના દિવસે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ વ્રત જયારે પણ શરુ કરો તો પહેલા સૂર્યોદય પહેલા ઉઠીને વ્રત રાખવાનો સંકલ્પ લો. માન્યતા છે કે શનિવારના રોજ વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પુરી થાય છે. આ વ્રતથી તમે ન માત્ર શનિદેવના ગુસ્સાથી સુરક્ષિત રહો છો, પણ રાહુ, કેતુની ખરાબ અસર પણ તમારી ઉપર નથી પડતી. આ વ્રતથી સંતાન સુખ મળે છે. ઘરમાં ખુશાલી આવે છે.

આ વ્રતનો વધુ લાભ લેવા માટે તમારે સૂર્યોદય વખતે શનિ પૂજા કરવી જોઈએ. વ્રત દરમિયાન સિગરેટ, તમાકુ, ગુટકા, પાન મસાલા જેવી વસ્તુ ન ખાવી જોઈએ. આ દિવસે કાળી વસ્તુનું દાન કરવું પણ શુભ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.