નવા વર્ષમાં શનિ કરવા જઈ રહ્યા છે ગોચર, આ 4 રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે શક્યતા.

0
1380

શનિદેવ 2022 માં કરશે આ 4 રાશિઓને માલામાલ, દરેક ક્ષેત્રમાં મળશે જોરદાર સફળતા.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે પણ શનિદેવ રાશિ બદલી નાખે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો પર પડે છે. શનિદેવ લગભગ 30 મહિના સુધી એક રાશિમાં રહે છે.

તમને જણાવી દઈએ કે, 29 મી એપ્રિલ 2022 ના રોજ શનિનું ગ્રહ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 2022 માં શનિનું ગોચર 4 રાશિવાળા લોકો માટે ખાસ કરીને શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે.

મેષ : 2022 માં તમારા પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. કારણ કે ખાસ વાત એ છે કે નવા વર્ષમાં ના તો તમારે શનિની સાડાસાતીનો સામનો કરવો પડશે અને ના તો શનિની કૃદૃષ્ટિનો સામનો કરવો પડશે. આ વર્ષે તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો.

આવકમાં વૃદ્ધિની પ્રચંડ શક્યતાઓ છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આ વર્ષે પ્રતિષ્ઠા અને સંપત્તિમાં ખુબ વધારો થશે. જે લોકો નોકરી બદલવા માંગે છે, તેમના માટે પણ સમય સારો રહેશે. સરકારી નોકરીની ઈચ્છાઓ પુરી થવાના પ્રબળ સંકેતો છે. જે લોકોને પોતાનો ધંધો છે તેમને પણ સારો નફો મળશે.

ધનુ : આ રાશિના લોકોને નવા વર્ષમાં શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. કારણ કે શનિ જેવા જ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કે ધનુ રાશિના લોકો પરથી સાડાસતીનો પ્રકોપ સમાપ્ત થઈ જશે અને તમારા સારા દિવસોની શરૂઆત થશે. અટકેલા કામ ઝડપથી પુરા થશે.

ઓફીસ પર કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારા કામની ખૂબ પ્રશંસા થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. આ વર્ષે તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળવાની છે. નવા સંબંધો બનશે, જેમાંથી લાભ મળવાની શકયતા રહેલી છે. વેપારમાં વિશેષ પ્રગતિ થવાની શકયતા છે.

મીન : આ રાશિના લોકો માટે નવું વર્ષ શુભ રહેશે. જો કે 29 એપ્રિલ, 2022 થી તમારા પર શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થશે. પરંતુ 12 મી જુલાઈ 2022 ના રોજ શનિ વક્રી અવસ્થામાં મકર રાશિમાં ફરીથી ગોચર કરશે તેથી તમને 17 મી જાન્યુઆરી 2023 સુધી શનિની દશામાંથી મુક્તિ મળશે. જેના કારણે નવા વર્ષમાં વધુ સમય માટે શનિની દૃષ્ટિ તમારા પર રહેશે નહીં.

તેથી આ વર્ષે તમે તમારી જાતને આર્થિક રીતે સમૃદ્ધ અનુભવશો. સરકારી નોકરી કરતા લોકો માટે પણ આ વર્ષ સારું રહેશે. ઘણા માધ્યમો દ્વારા નાણાં આવવાની અપેક્ષા છે.

વૃષભ : આ રાશિના લોકો માટે નવું વર્ષ પણ શુભ ફળ આપનારું રહેશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને શુક્ર મિત્ર છે. તેથી, શનિના ગોચરથી તમને વિશેષ લાભ મળશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે.

જેઓ નોકરી કરી રહ્યા છે, તેમને કારકિર્દીમાં જબરદસ્ત વૃદ્ધિ થશે, પગાર વધવાની પ્રબળ શક્યતાઓ છે. ઓફિસમાં બોસ તમારા કામની ખૂબ પ્રશંસા કરશે. તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષ શુભ સાબિત થશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.