આ રાશિઓના લોકો પર 2022 માં શનિના ગોચરની થશે સારી અસર, કોઈને મળશે નોકરી તો કોઈને જીવનસાથી.

0
837

શનિ 2022 માં 30 વર્ષ પછી પોતાની સ્વરાશિ કુંભમાં કરશે પ્રવેશ, જાણો આ ગોચર કઈ રાશિવાળા માટે રહેશે શુભ.

શનિ 29 એપ્રિલ 2022 માં પોતાની સ્વરાશિ કુંભમાં 30 વર્ષ પછી પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ મુજબ શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલવા વાળા ગ્રહ માનવામાં આવે છે. તેમને એક રાશિ માંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે.

મોટાભાગે શનિને ખરાબ ફળ આપવા વાળા ગ્રહ માનવામાં આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું જરાપણ નથી. કેમ કે શનિ જયારે કુંડળીમાં મજબુત સ્થિતિમાં બિરાજમાન થાય છે તો વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે. જાણો 2022 માં શનિનું ગોચર કઈ રાશિ વાળા માટે શુભ રહેવાની શક્યતા છે.

વૃષભ રાશિ : શનિનું કુંભ રાશિમાં ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની શક્યતા રહેશે. તમારા ધંધાકીય જીવનમાં કેટલીક સારી તકો પ્રાપ્ત થશે. મનપસંદ નોકરી મળવાની શક્યતા જોવા મળી રહી છે. કાર્યક્ષેત્રમાં તમારા સંબંધ તમારા સાથી કર્મચારીઓ સાથે સારા રહેશે. અટકેલા કામ પુરા થવાની શક્યતા જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તમારા દરેક કામમાં સફળતાની પ્રબળ શક્યતા રહેશે.

મિથુન રાશિ : તમારા માટે પણ શનિનું ગોચર લાભદાયક સાબિત થશે. તમને તમારા દરેક કામમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેશે. આવકમાં સારો એવો વધારો થઇ શકે છે. નોકરીની સારી તક પ્રાપ્ત થવાની શક્યતા રહેશે. વેપારીઓ ઉપર પણ શનિના ગોચરની સારી અસર પડશે. બિઝનેસમાં ધન સંબંધી તકલીફોનો સામનો નહી કરવો પડે. અટકેલા કામ ઝડપથી પુરા થશે.

સિંહ રાશિ : આ રાશિના લોકો ઉપર પણ શનિના ગોચરની શુભ અસર પડશે. સિંહ રાશિના જે લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને તેમની મહેનતનું સકારાત્મક ફળ પ્રાપ્ત થવાની શક્યતા રહેશે. તે લોકો જે કોઈ જીવનસાથીની શોધમાં છે, તેમને આ સમયગાળામાં ભાગ્યનો સાથ મળવાની શક્યતા રહેશે. સીનીયર અધિકારીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.