શનિ ગ્રહ એક મહિનાથી વધુ સમય સુધી રહેશે અસ્ત, જાણો તેનાથી કઈ રાશિવાળાને થશે લાભ.

0
2622

22 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં અસ્ત રહેશે શનિ, આ 5 રાશિ વાળાને મળશે રાહત.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયધીશ કહેવામાં આવે છે એટલે ન્યાય કરવા વાળા ગ્રહ. આ સમયે શનિ ગ્રહ મકર રાશિમાં છે. જ્યોતિષીઓ મુજબ 22 જાન્યુઆરીના રોજ શનિ ગ્રહ અસ્ત થઇ જશે. એ પછી આ ગ્રહ 22 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 10:13 વાગે પુનઃ ઉદય થઇ જશે. આમ તો શનિના અસ્ત થવાની તારીખોને લઈને જ્યોતિષમાં મતભેદ છે.

જ્યોતિષીઓ મુજબ, શનિ ગ્રહ 22 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. શનિ અસ્ત થવાથી તે લોકોને થોડી રાહત મળશે જેમના પર શનિની સાડાસાતી ચાલી રહી છે. વર્તમાનમાં શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે એટલા માટે ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી ચાલી રહી છે. એટલા માટે શનિ અસ્ત થવાને કારણે આ રાશિના લોકોને રાહત મળશે.

શનિ અસ્ત થવાની આવી થશે અસર :

શનિ અસ્ત થવાથી ધનુ, મકર, કુંભ, મિથુન અને તુલા રાશિના લોકોને શનિની પીડામાંથી રાહત મળશે. કાર્યોમાં ગતિ મળશે. અટકેલા કામ પુરા થવાની સ્થિતિમાં આવશે.

જે લોકોની જન્મકુંડળીમાં શનિ ચોથા, આઠમાં, બારમાં ગૃહમાં દુષિત થઈને બેઠા છે તેમને શનિના દુષ્પ્રભાવો માંથી રાહત મળશે.

જે લોકોની કુંડળીમાં શનિ મારકેશ છે તે લોકોને આ 32 દિવસના સમયગાળામાં રાહત મળશે.

શનિ ખરાબ હોય ત્યારે કોઈ પણ કાર્ય સરળતાથી નથી થતા અને દોડધામ રહે છે. પણ આ સમય દરમિયાન દોડધામ ઓછી થશે.

જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે તે લોકોને આ 32 દિવસમાં ઘણી રાહત મળશે. તકલીફો પણ થોડી ઓછી થઇ શકે છે.

આ ઉપાય કરો.

(1) શનિની પીડાને શાંત કરવા માટે રોજ શનિ ચાલીસાના પાઠ કરો.

(2) કાળા મોતીની માળા ગળામાં ધારણ કરો.

(3) હનુમાનજીના રોજ દર્શન કરો.

(4) કાચા દૂધમાં શુદ્ધ પાણી અને કાળા તલ નાખીને પીપળાના ઝાડમાં અર્પણ કરો.

(5) શનિની અશુભ અસરથી બચવા માટે હનુમાનજીની પૂજા કરો.

(6) શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં સરસીયાના તેલના દીવા પ્રગટાવો.

(7) જરૂરિયાતમંદ લોકોમાં ભોજન અને કપડાનું દાન કરો.

(8) તેલ, તલ, કાળા કપડા, અડદ અને ચામડા માંથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ.

(9) શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવો.

(10) શનિદેવની પૂજા કરતા કરતા ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: મંત્રના જાપ કરો.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.