મકર રાશિમાં બિરાજમાન છે શનિ, જાણો આ રાશિના લોકોને ક્યારે મળશે શનિની સાડાસાતીથી મુક્તિ.

0
1941

જો તમારા પર છે શનિની સાડાસાતી તો ભૂલથી પણ ન કરવા આ કામો, જાણો તેનાથી બચવાના ઉપાય.

શનિ હાલમાં પોતાની રાશિ મકર રાશિમાં બિરાજમાન છે. હાલમાં મકર રાશિના લોકો પર શનિની સાડાસાતીનું બીજું ચરણ ચાલી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સાડાસાતીના ત્રણ ચરણમાંથી આ ચરણ સૌથી કષ્ટદાયક માનવામાં આવે છે.

જો કે, મકર રાશિના લોકો પર તેની એટલી ખરાબ અસર નથી પડતી. કારણ કે શનિદેવ આ રાશિના સ્વામી ગ્રહ છે. જેના કારણે આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. જાણો મકર રાશિના લોકોએ શનિની સાડાસાતીથી છુટકારો મેળવવા માટે હજી કેટલી રાહ જોવી પડશે.

મકર રાશિના લોકોને ક્યારે મળશે શનિની સાડાસાતીથી મુક્તિ? જ્યોતિષીઓ અનુસાર મકર રાશિના લોકોને 29 માર્ચ, 2025 ના રોજ શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મેષ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. બીજી તરફ કુંભ રાશિના લોકો પર તેનું છેલ્લું ચરણ શરૂ થશે.

29 મી એપ્રિલ 2022 ના રોજ શનિનું રાશિ પરિવર્તન પણ થવાનું છે. આ દરમિયાન શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના પ્રવેશથી ધનુ રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. તેમજ તેનું પ્રથમ ચરણ મીન રાશિ પર શરૂ થઈ જશે.

શનિની સાડાસાતી દરમિયાન શું સાવચેતી રાખવી? ​ આ સમયગાળામાં કોઈ ખોટું કામ ન કરવું. વાદ-વિવાદમાં ફસાવું નહીં. કારણ કે શનિની સાડાસાતીના સમયમાં કોર્ટકચેરીના ચક્કર લગાવવાના ચાન્સ છે. આ સાથે કોઈ પણ મહિલાનું અપમાન ન કરો. વાહન સાવધાનીથી ચલાવો. મુસાફરી દરમિયાન સાવધાની રાખો. મા સ અને ડા રૂનું સેવન બિલકુલ ન કરો. વૃદ્ધોનું અપમાન ન કરો. શનિવાર અને મંગળવારે કાળા કપડા અથવા ચામડાના સામાન ખરીદવાનું ટાળો. જોખમી કામ કરવાથી બચો.

શનિ સાડાસાતીના ઉપાય : દર શનિવારે ભગવાન શનિની પૂજા કરો. હનુમાન ચાલીસા વાંચો. મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરતા કરતા ભગવાન શિવની પૂજા કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. શનિવારના દિવસે ભગવાન શનિને સરસવ અથવા તલનું તેલ અર્પણ કરો. શનિ સ્તોત્રનો પાઠ કરો. કાળી કીડીઓને ખાંડ ખવડાવો. દરરોજ શનિ કવચમનો જાપ કરો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.