શનિ જયંતિ પર બની રહ્યા છે 2 શુભ સંયોગ, આ દિવસે આ કામ કરવાથી તમને થશે જોરદાર લાભ.

0
631

આ વર્ષે સોમવતી અમાસ અને શનિ જયંતિ આવી રહી છે એક સાથે, તેમજ આ 2 વિશેષ યોગ પણ બની રહ્યા છે, જાણો તેનું મહત્વ.

વૈશાખ માસની અમાસની તિથિએ શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ પર બે વિશેષ યોગ પણ બની રહ્યા છે. શનિ જયંતિની સાથે આ દિવસે સોમવતી અમાસ (સોમવતી અમાવસ્યા) પણ છે. આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે. આ દિવસે નદીઓમાં સ્નાન કરીને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શનિદેવનો જન્મ વૈશાખ અમાસના દિવસે થયો હતો, તેથી દર વર્ષે વૈશાખ અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. શનિ જયંતિ 30 મે, સોમવારે ઉજવવામાં આવશે.

શુભ યોગ કયા છે?

આ વખતે શનિ જયંતિ સોમવતી અમાસ સાથે આવી રહી છે. આ ઉપરાંત આ દિવસે બે શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે સુકર્મા યોગની રચના થઈ રહી છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગમાં ભગવાન શનિની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે, કારણ કે સર્વાર્થ સિદ્ધિ યોગ કાર્યમાં સફળતા અપાવનારો યોગ છે.

ક્યારે બનશે શુભ યોગ?

આ વખતે શનિ જયંતિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:12 વાગ્યાથી શરૂ થઈને 31 મે મંગળવારની સવારે 5:24 વાગ્યા સુધી રહેશે. જો તમે શનિ જયંતિ પર શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ મુહૂર્તમાં પૂજા કરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે.

આ ઉપરાંત સવારથી 11:39 વાગ્યા સુધી સુકર્મા યોગ પણ રહેશે. આ યોગ શુભ અને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય પૂજાનો શુભ સમય સવારે 11:51 થી 12:46 સુધીનો રહેશે.

પૂજા વિધિ :

શાસ્ત્રો અનુસાર શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરી સ્વચ્છ કપડાં પહેરી લો. શનિદેવની મૂર્તિને તેલ, ફૂલની માળા અને પ્રસાદ ચઢાવો. તેમના ચરણોમાં કાળી અડદ અને તલ અર્પણ કરો. આ પછી તેલનો દીવો પ્રગટાવીને શનિ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે વ્રત કરવાથી શનિદેવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે.

કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. સામાન્ય રીતે શનિદેવને લઈને લોકોમાં ડર જોવા મળે છે. એવી ઘણી માન્યતાઓ છે કે, શનિદેવ જ લોકોને નુકસાન પહોંચાડે છે. પરંતુ સત્ય આનાથી ઘણું અલગ છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર તેની સજા નક્કી કરે છે. શનિની સાડાસાત અને ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) વ્યક્તિને તેના કાર્યોના આધારે જ ફળ આપે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.