જલ્દી જ આ રાશિવાળાને મળશે શનિની સાડાસાતીથી છુટકારો, જાણો ક્યારે થશે શનિનું રાશિ પરિવર્તન.
શનિ દેવની સાડા સાત વર્ષ સુધી ચાલતી દશાને શનિની સાડાસાતી કહે છે (Shani Sade Sati). આ દશાનું નામ સાંભળતા જ લોકો ગભરાવા લાગે છે, કેમ કે મોટાભાગના લોકો તેને ખરાબ જ માને છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું જરાપણ નથી. શનિની દશા સારા પરિણામ પણ આપે છે.
જો તમારી કુંડળીમાં શનિ મજબુત સ્થિતિમાં બિરાજમાન છે, તો શનિની સાડાસાતીના સમયે વ્યક્તિ ખુબ પ્રગતી કરે છે. પણ જો શનિ નબળી સ્થિતિમાં છે, તો વ્યક્તિએ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શનિ હવે ટૂંક સમયમાં જ રાશિ બદલવાના છે તો આવો જાણીએ કે કઈ રાશિ વાળાને શનિની સાડાસાતી માંથી મુક્તિ મળી જશે.
29 એપ્રિલ 2022 માં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ રાશિમાં શનિના આવતા જ ધનુ રાશિ વાળાને શનિની સાડાસાતી માંથી મુક્તિ મળી જશે. આ રાશિ ઉપર શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં શનિ દેવ વ્યક્તિને પોતાની ભૂલ સુધારવાની તક આપે છે અને કોઈને કોઈ લાભ પહોંચાડે છે. ધનુ રાશિ ઉપરથી શનિની સાડાસાતી દુર થતા જ આ રાશિના લોકોના સારા દિવસ શરુ થઇ જશે. જે કામ શનિની દશાને કારણે અટકેલા હતા તે ફરીથી સુધરવા લાગશે. પ્રગતીની તકો ઉભી થશે. માનસિક તકલીફો ઓછી થશે.
શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ ગુરુની રાશિ મીન ઉપર સાડાસાતી શરુ થઇ જશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિ વાળા માટે શનિની દશા એટલી ખરાબ નથી હોતી. મીન રાશિ ઉપરાંત 2022 માં મકર અને કુંભ રાશિ વાળા ઉપર પણ શનિની સાડાસાતી રહેશે. જેમાં મકર વાળા ઉપર તેનો છેલ્લો તબક્કો તો કુંભ ઉપર બીજો તબક્કો શરુ થશે.
ડિસ્ક્લેમર : અહિયાં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. અહિયાં એ જણાવવું જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લેતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.
આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.