વર્ષ 2022 માં શનિ આ રીતે બદલશે પોતાની રાશિ, 8 રાશિઓ પર રહેશે સૌથી વધારે પ્રભાવ.

0
1663

જાણો 2022 માં કઈ રાશિઓ પર શનિનો પ્રભાવ વધારે રહેશે અને કોણ તેનાથી બચીને રહેશે.

શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતા ગ્રહ છે. તેઓ કોઈપણ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, જેના કારણે તેમની અસર લાંબા સમય સુધી રાશિચક્ર પર રહે છે. શનિ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે શનિ એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય છે, ત્યારે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થાય છે, તો કેટલીક રાશિઓ પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ). શનિ એક સાથે પાંચ રાશિઓ પર સૌથી વધારે પ્રભાવ પાડે છે. ચાલો હવે જાણીએ કે શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે અને કઈ રાશિ પર શનિનો પ્રભાવ રહેશે.

શનિ અત્યારે મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. 24 જાન્યુઆરી 2020 થી શનિ આ રાશિમાં છે. શનિ મકર રાશિમાં હોવાથી તેમની અસર પાંચ રાશિઓ પર છે. ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ પર શનિની સાડાસાતી ચાલી રહી હોય ત્યારે તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. નોકરીમાં સંકટ અને કામમાં સતત અવરોધો આવે છે.

હવે વર્ષ 2022 માં શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 29 એપ્રિલ 2022 ના રોજ શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના ગોચરથી મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીની શરૂઆત થશે જ્યારે મકર રાશિના લોકો શનિની સાડાસાતીથી મુક્ત થશે. તેમજ મિથુન અને તુલા રાશિ પરથી શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) સમાપ્ત થશે.

ગ્રહો મોટાભાગે માર્ગીથી વક્રી અને વક્રીથી માર્ગી થતા રહે છે. અને 12 મી જુલાઈ 2022 ના રોજ શનિ ફરી એક વખત વક્રી ચાલ ચાલવા લાગશે. જેના કારણે ફરી મકર રાશિ પર શનિની સાડાસાતી આવી જશે. આવી સ્થિતિ 17 જાન્યુઆરી, 2023 સુધી રહેશે, ત્યારબાદ તે માર્ગી થઈને કુંભ રાશિમાં ગોચર કરવા લાગશે.

વર્ષ 2022 માં શનિની સૌથી વધુ અસર આઠ રાશિઓ પર જોવા મળશે.

29 એપ્રિલ, 2022 થી લઈને 12 જુલાઈ, 2022 સુધી – મકર, કુંભ, મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિનો પ્રભાવ રહેશે.

12 જુલાઇ, 2022 થી લઈને 17 જાન્યુઆરી, 2023 સુધી – મકર, કુંભ અને ધનુ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન અને તુલા રાશિ પર ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) નો પ્રભાવ રહેશે.

તો વર્ષ 2022 માં જે 8 રાશિઓ પર શનિનો પ્રભાવ રહેશે તે રાશિઓ ધનુ, મકર, કુંભ, મીન, મિથુન, તુલા, કર્ક અને વૃશ્ચિક છે.

વર્ષ 2022 માં મેષ, વૃષભ, સિંહ અને કન્યા આ 4 રાશિઓ પર શનિનો કોઈ પ્રભાવ નહિ રહે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.