જાણો કેમ શિંગણાપુર ગામમાં કોઈ પણ ઘર કે દુકાનને નથી દરવાજો, શા માટે તે હંમેશા રહે છે ખુલ્લું.
મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં આવેલું છે શીંગણાપુર ગામ, જેને શની શીંગણાપુરના નામથી ઓળખવામાં આવે છે. આ ગામ હિંદુ ધર્મના વિખ્યાત શની દેવને કારણે જ પ્રસિદ્ધ છે, કેમ કે આ ગામમાં શની દેવનું ચમત્કારી મંદિર આવેલું છે. તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ આ ગામના કોઈ પણ ઘર કે દુકાનમાં દરવાજા નથી. કહે છે કે છેલ્લા થોડા સમયમાં આ ગામ ની આ ખાસિયતથી દેશ-દુનિયામાં ઘણું પ્રસિદ્ધ થયું હતું.
સૌથી મોટી વાત છે અહિયાં કોઈ ઘરમાં દરવાજા કેમ નથી હોતા? આવો હવે તમને શીંગણાપુર મંદિરની કહાની જણાવીએ જેથી શીંગણાપુર ગામના શની દેવનો આટલો મહિમા વધી ગયો.
કહે છે કે એક વખત આ ગામમાં ઘણું પુર આવી ગયું, પાણી એટલું વધી ગયું કે બધા ડૂબવા લાગ્યા. લોકો કહે છે કે આ ભયંકર પુર દરમિયાન કોઈ દૈવીય શક્તિ પાણીમાં વહી રહી હતી. જયારે પાણીનું સ્તર થોડું ઓછું થયું તો એક વ્યક્તિએ ઝાડની ડાળી ઉપર એક મોટો એવો પથ્થરને નીચે ઉતાર્યો અને તેને તોડવા માટે જેવી તેમાં કોશ જેવી વસ્તુ મારી તે પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. તે જોઈને તે ત્યાંથી ભાગી નીકળ્યો અને ગામ પાછો આવીને તેણે સૌ લોકોને એ વાત જણાવી.
બધા ફરી તે જગ્યા ઉપર આવ્યા જ્યાં તે પથ્થર રાખવામાં આવ્યો હતો, બધા તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. પરંતુ તેને એ ન સમજાયું કે આ ચમત્કારી પથ્થરનું શું કરીએ. એટલા માટે છેવટે તેમણે ગામ પાછા આવીને બીજા દિવસે ફરી આવવાનો નિર્ણય કર્યો. તે રાત ગામના એક વ્યક્તિને સપનામાં ભગવાન શની આવ્યા અને કહ્યું હું શની દેવ છું, જે પથ્થર તમને આજે મળ્યો તેને તારા ગામમાં લઇ જાવ અને મને સ્થાપિત કરો.
બીજો દિવસ થતા જ તે વ્યક્તિએ ગામ વાળાને આખી વાત જણાવી, ત્યાર પછી બધા તે પથ્થરને ઉપાડીને તે સ્થળ ઉપર આવ્યા. ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે પથ્થર તેના સ્થાનથી એક ઇંચ પણ ન હલ્યો. ઘણા સમય સુધી પ્રયત્નો કર્યા પછી ગામ વાળાએ એ વિચાર કર્યો કે પાછા જતા રહીએ છીએ અને કાલે પથ્થર ઉપાડવા માટે એક નવી ટ્રીક સાથે આવીશું.
તે રાત્રે ફરીથી શનીદેવ તે વ્યક્તિના સપનામાં આવ્યા અને તેને એ જણાવવામાં આવ્યું કે તે પથ્થર કેવી રીતે ઉપાડી શકાય છે. તેમણે જણાવ્યું કે હું આ સ્થાન પરથી ત્યારે જ હલીશ જયારે મને ઉપાડવા વાળા લોકો સગા મામા ભાણેજનો સંબંધ ધરાવતા હશે. ત્યારથી એ માન્યતા છે કે આ મંદિરમાં જો મામા ભાણેજ દર્શન કરવા આવે તો વધુ ફાયદો થાય છે. ત્યાર પછી પથ્થરને ઉપાડીને એક મોટા મેદાનમાં સૂર્યના પ્રકાશ સાથે સ્થાપિત કરવામાં આવ્યો.
આજે શીંગણાપુર ગામના શની શીંગણાપુર મંદિરમાં જો તમે જાવ તો પ્રવેશ કર્યા પછી થોડા આગળ ચાલીને જ તમને ખુલ્લું મેદાન જોવા મળશે. તે સ્થળની વચોવચ સ્થાપિત છે શની દેવજી. અહિયાં જવા વાળા અસ્થાવાળા લોકો કેસરી રંગના વસ્ત્ર પહેરીને જ જાય છે. કહે છે મંદિરમાં કોઈ પુજારી રાખવામાં આવ્યા નથી, ભક્ત પ્રવેશ કરીને શની દેવજીના દર્શન કરી સીધા મંદિર માંથી બહાર નીકળી જાય છે.
રોજ શની દેવજીની સ્થાપિત મૂર્તિ ઉપર સરસીયાના તેલનો અભિષેક કરવામાં આવે છે. મંદિરમાં આવવા વાળા ભક્ત તેની ઈચ્છાનુસર અહિયાં તેલનો ચડાવો પણ આપે છે. એવી માન્યતા પણ છે કે જે પણ ભક્ત મંદિરની અંદર જાય તે માત્ર સામે જ જોઈને જાય. તેને પાછળથી કોઈ પણ અવાજ મારે તો પાછળ ફરી ને જોવું ણા જોઈએ. શની દેવને માથું ટેકીને સીધા બહાર આવી જવાનું, જો પાછળ વળીને જોશો તો ખરાબ અસર થાય છે.
આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.